SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૨ ગાથા-૨૭૭-૨૭૮ ગાથાર્થ - દિવ્ય અલંકારો, વિભૂષણો, રત્નથી ઉજ્જવળ ગૃહો, રૂપ=શરીરનું સૌંદર્ય, દેવલોક જેવો ભોગનો સમુદાય અહીં મનુષ્યલોકમાં, ક્યાંથી હોય? અર્થાત્ હોય નહિ. ર૭૭ી. ટીકા - तत्र हि दिव्यालङ्कारविभूषणानि अलङ्काराः सिंहासनछत्रादयः विभूषणानि मुकुटादीनि, दिव्यानि प्रधानानि भवन्ति, तथा रत्नोज्ज्वलानि च गृहाणि, रूपं शरीरसौन्दर्य, भोगसमुदयो निरुपमशब्दादिसमृद्धिः, सुरलोकसमो नाकतुल्यः कुतोऽस्मिन् मत्ा ? नैवेत्यर्थः ।।२७७।। ટીકાર્ય - તત્ર દિ..... નત્ય છે ત્યાં=દેવલોકમાં, દિવ્ય અલંકારો-વિભૂષણો છે. અલંકારો-સિંહાસનછત્ર આદિ, વિભૂષણો મુકુટ આદિ, દિવ્ય=પ્રધાન છે અને રત્નથી ઉજજવલ ગૃહો હોય છે, રૂ૫= શરીરનું સૌંદર્ય છે, ભોગનો સમુદાય=ઉપમાન આપી શકાય તેવા શબ્દાદિની સમૃદ્ધિ છે. દેવલોક સમાન આ મનુષ્યલોકમાં આ સર્વ ક્યાંથી હોય? અથત ન હોય. ર૭૭યા. અવતારણિકા - વિશ્વ અવતશિકાર્ય : વળી – ગાથા - देवाण देवलोए, जं सोक्खं तं नरो सुभणिओ वि । न भणइ वाससएण वि, जस्सवि जीहासयं होज्जा ।।२७८ ।। ગાથાર્થ : દેવલોકમાં દેવોને જે સુખ છે તેને તે સુખને, જેને પણ સો જીભ હોય તેવો વચનાકુશળ મનુષ્ય પણ સો વર્ષ વડે પણ કહી શકતો નથી. ર૭૮. ટીકા - देवानां देवलोके यत् सौख्यं तन्नरः सुभणितोऽपि वचनकुशलोऽपि न भणति वर्षशतेनाऽपि यस्यापि जिह्वाशतं भवेदपरिमितत्वात् तस्येति ।।२७८।।
SR No.022178
Book TitleUpdesh Mala Part 02
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy