SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૧ર-૩૬૩ ટીકાર્ચ - ક્ષેત્રાતિમ્ · તત્વાતિ ક્ષેત્રાતીન=આહારાદિ ગ્રહણ કરીને બે ગાઉ ઓળંગી ગયા પછી ભોગવે છે, કાલાતીત આહારાદિ ગ્રહણ કર્યા પછી ત્રણ પોરિસી થઈ ગયા પછી વાપરે છે. તે પ્રમાણે જ નહિ અપાયેલાને ગ્રહણ કરે છે, સૂર્યોદય ન થયો હોવા છતાં અશનાદિને અથવા ઉપકરણને=વસ્ત્રાદિને, ગ્રહણ કરે છે, તે પાર્થસ્થા છે; કેમ કે ભગવાન વડે અનનુજ્ઞાતપણું છે. ll૩૬૨ા ભાવાર્થ : જે સાધુ ભાવથી શમભાવના પરિણામવાળા છે તેઓ શમભાવના ઉત્કર્ષનું કારણ બને તેવી સંયમની સર્વ ક્રિયા નિવચનાનુસાર અપ્રમાદથી કરે છે, તેઓ વિહાર કરીને કોઈ સ્થાને જતા હોય ત્યાં ગોચરીની પ્રાપ્તિ દુર્લભ જણાય તો તે ક્ષેત્રથી આહારાદિ ગ્રહણ કરીને બીજા ક્ષેત્રમાં જાય છે, ત્યારે આગળનું ક્ષેત્ર બે ગાઉથી વધારે દૂર હોય તો વચમાં આહાર વાપરીને આગળ જાય છે, પરંતુ જિનવચનાનુસાર પ્રવૃત્તિ કરવામાં પ્રસાદી સાધુઓ બે ગાઉથી અધિક દૂરના ક્ષેત્રથી લાવેલો આહાર પણ વાપરે છે, આહારાદિ ગ્રહણ કરીને બે પોરિણી સુધી વાપરી શકાય, છતાં ત્રણ પોરિસી થયા પછી વાપરે તે સાધુ કદાચ બીજી ઉચિત પ્રવૃત્તિમાં અપ્રમાદી હોય તોપણ ક્ષેત્રાતીત અને કાલાતીત આહારના ગ્રહણમાં પ્રમાદી હોવાથી તેટલા અંશે પાર્થસ્થા છે. આથી જ જો સાધુમાં તેવા પ્રકારની શારીરિક વિકલતા ન હોય તો અવશ્ય ક્ષેત્રાતીત અને કાલાતીત આહાર ગ્રહણ કરે નહિ અને પોતાના માટે તે ક્ષેત્રમાંથી આહાર મંગાવીને પણ ગ્રહણ કરે નહિ, ફક્ત સમાધિનો પ્રશ્ન હોય, શારીરિક બળ ક્ષીણ થયેલું હોય ત્યારે યતનાપૂર્વક કદાચ અપવાદથી કાલાતીત ગ્રહણ કરે તો પણ અંતરંગ પરિણામ સુવિશુદ્ધ હોવાથી દોષની પ્રાપ્તિ થાય નહિ. વળી તે પ્રમાણે જ=જે પ્રમાણે ક્ષેત્રાતીતાદિ ગ્રહણ કરે છે તે પ્રમાણે જ, તીર્થંકરાદિ વડે અનુજ્ઞા નહિ અપાયેલ એવો આહાર ગ્રહણ કરે છે, તેઓ પાર્શ્વસ્થા છે. વળી સૂર્યોદય પહેલાં અશનાદિ વહોરી લાવે કે સંયમનું ઉપકરણ વસ્ત્રાદિ પ્રાપ્ત થતું હોય તો તે ગ્રહણ કરે તે પાર્શ્વસ્થા છે; કેમ કે નવકારશી વાપરતા સાધુને પણ ભગવાને સૂર્યોદય પહેલાં આહાર ગ્રહણ કરવાનો નિષેધ કરેલ છે, છતાં પ્રમાદવશ જેઓ એવી પ્રવૃત્તિ કરે છે તેઓ પાર્શ્વસ્થા છે. Iકશા ગાથા - ठवणकुले न ठवेई, पासत्थेहिं च संगयं कुणइ । निच्चावज्झाणरओ, न य पेहपमज्जणासीलो ॥३६३।। ગાથાર્થ : સ્થાપના કુલોને સ્થાપતા નથી, પાર્થસ્થાદિની સાથે સંગ કરે છે, નિત્ય અપધ્યાનમાં રત હોય છે અને પ્રેક્ષા-પ્રમાર્જનાના સ્વભાવવાળા નથી, તેઓ પાર્થસ્થા છે. ll૩૬૩
SR No.022178
Book TitleUpdesh Mala Part 02
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy