SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૨૨-૨૬૩ નથી, પરંતુ તત્ત્વ પ્રત્યેના તીવ્ર પક્ષપાતપૂર્વક તત્ત્વના સેવનને અનુકૂળ શક્તિ અનુસાર યત્ન કરવાથી આત્મામાં તત્ત્વસેવનના ઉત્તમ સંસ્કારો પડે છે. જેના વશથી જન્માંતરમાં ફરી તે અનુષ્ઠાન સેવવાને અનુકૂળ ભાવો થશે અને જો આ ભવમાં એવો કોઈ પ્રયત્ન તું કરીશ નહિ તો ભોગના સંસ્કારો દૃઢ થયેલા હોવાથી કયા ઉત્તમ સંસ્કારોના મૂલ્યથી તું બોધિને પ્રાપ્ત કરીશ ? અર્થાત્ પ્રાપ્ત કરી શકીશ નહિ. જો કે અનાદિ સંસારમાં બોધિ પ્રાપ્ત કરનાર પણ જીવે પૂર્વમાં ક્યારેય બોધિ પ્રાપ્ત કરી નથી, તોપણ અનાભોગથી બોધિલાભના બાધક કર્મોનો ક્ષય થાય છે. જેનાથી જીવને તત્ત્વને સન્મુખ પરિણામ થાય છે. જેમ રાધાવેધમાં અકુશલ પણ જીવ રાધાવેધ કરવા માટે યત્ન કરતો હોય તો ક્યારેક અનાભોગથી તેનું તીર રાધાનો વેધ કરી શકે, તેમ બોધિલાભ વિષયક કોઈ પ્રકારના ઊહ વગર પણ કોઈ જીવને પ્રાથમિક કક્ષાનો તત્ત્વ સમ્મુખ પરિણામ થાય છે તેથી કોઈને પ્રશ્ન થાય કે જેમાં પ્રથમ બોધિલાભ પ્રાપ્ત થયો તેમ જન્માંતરમાં પણ બોધિલાભની પ્રાર્થનાથી બોધિલાભ થશે તેને કહે છે. જો જીવ મૂઢ મતિને વશ માત્ર બોધિની પ્રાર્થનાથી સંતોષ માને તો જન્માંતરમાં ફરી તે બોધિની પ્રાપ્તિ દુર્લભ બને છે અને તેવા જીવોને ઉપદેશકનો ઉચિત ઉપદેશ પ્રાપ્ત થાય તો તેનાથી ઉલ્લસિત વીર્યવાળા તેઓ જિનધર્મના રહસ્યને જાણવા અને સેવવા ઉચિત યત્ન કરે તો ઉત્તર-ઉત્તરના ભવમાં અધિક અધિક નિર્મળ બોધિને પ્રાપ્ત કરે છે. જે નિશ્ચયનયને અભિમત અપ્રમત્તભાવના મુનિભાવરૂપ બોધિની પ્રાપ્તિ દ્વારા સંસારક્ષયનું કારણ બનશે, માટે જે કંઈ અંશથી બોધિને અભિમુખ પરિણામ થયો છે, તેને વર્તમાનના યત્નથી સફળ કરવો જોઈએ. જેથી ઉત્તર ઉત્તરના ભવમાં નિર્મળ બોધિની પ્રાપ્તિ દ્વારા સંસારનો શીઘ ક્ષય થાય. ll૨૯શા અવતરણિકા : बहवश्चैवम्भूता ये किमित्याहઅવતરણિકાર્ય : અને ઘણા આવા પ્રકારના જીવો છે, જેઓ શું કરે છે ? એથી હિત પ્રાપ્ત થતું નથી ? એને કહે છે – ગાથા : संघयणकालबलदूसमारुयालंबणाई चित्तूणं ।। सव्वं चिय नियमधुरं, निरुज्जमाओ पमुच्चंति ॥२९३॥ ગાથાર્થ : સંઘયણ-કાળ-બળ-દુષમા રોગનાં આલંબનોને ગ્રહણ કરીને સર્વ જ નિયમની ધુરાને જીવો નિરુધમથી ત્યાગ કરે છે. રક્ષા
SR No.022178
Book TitleUpdesh Mala Part 02
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy