________________
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૨૮૯-૨૯૦
ભાવાર્થ :
જે મહાત્માઓ સંસારનું વાસ્તવિક સ્વરૂપ જોનારા છે, તેઓને પોતાનો આત્મા એક ભવથી બીજા ભવમાં પરિભ્રમણ કરતો દેખાય છે અને જેમ કોઈ પુરુષને દોરડાથી બાંધીને કેદખાનામાં નાખેલો હોય તેમ પોતાનો આત્મા કર્મમય દોરડાથી બંધાયેલો દેખાય છે અને તેના કારણે અશરણ એવો પોતે એક ભવમાંથી બીજા ભવમાં જતો પ્રત્યક્ષ દેખાય છે અને તેવું સ્વરૂપ જણાવાને કારણે તેનું મન સંસારથી ઉદ્વિગ્ન રહે છે. તેથી સતત વિચારે છે કે હું કઈ રીતે સંસારથી પાર પામું ? આ પ્રકારના પરમાર્થને જાણનારો જીવ અર્થાત્ સંસારના ઉચ્છેદના ઉપાયને જાણવાવાળો અર્થાત્ જણાયેલા તત્ત્વવાળો જીવ સંસારના ઉચ્છેદના ઉપાયભૂત શુદ્ધ ધર્મની નિષ્પત્તિમાં વિલંબ કરતો નથી, એથી જણાય છે કે ખરેખર આ જીવ નજીકના કાળમાં સંસારના બંધનથી મુક્ત થશે; કેમ કે સંસારના વાસ્તવિક સ્વરૂપના બોધને કારણે સંસારથી તેનું ચિત્ત ઉદ્વિગ્ન છે અને બંધન રહિત અવસ્થાની પ્રાપ્તિમાં અત્યંત ઇચ્છાવાળા છે, તેથી શારીરિક-માનસિક શક્તિ અનુસાર સંસારના બંધનના ઉચ્છેદના ઉપાયરૂપ શુદ્ધ ધર્મમાં યત્ન કરે છે, તે યત્ન ઉત્તરોત્તર પ્રકર્ષવાળો થઈને અલ્પ ભવોમાં સંસારનો ક્ષય કરાવશે. તેથી નક્કી થાય છે કે સંસારના વાસ્તવિક સ્વરૂપને જાણનારો પુરુષ તેના ઉચ્છેદમાં વિલંબ કરે નહિ અને જેઓ ધર્મ કરવા કંઈક સન્મુખ થયા છે, છતાં કંઈક મૂઢ મતિવાળા છે, કેવળ યત્કિંચિત્ ધર્માનુષ્ઠાન કરીને સંતોષ માને છે, પરંતુ સર્વ ઉદ્યમથી યત્ન કરતા નથી, તેઓ સંસારના પરાધીન સ્વરૂપને યથાર્થ જાણનારા નથી. આથી કર્મને પરવશ રાગાદિ ભાવોને કરીને પોતાના આત્માને થતી વિડંબનાની પણ ઉપેક્ષા કરે છે. એવા જીવો આસન્નસિદ્ધિક નથી. ર૮. અવતારણિકા -
તથા ૨અવતરણિકાર્ય :અને આસશસિદ્ધિક મહાત્માનું સ્વરૂપ બતાવે છે –
ગાથા :
आसनकालभवसिद्धियस्स, जीवस्स लक्खणं इणमो ।
विसयसुहेसु न रज्जइ, सव्वत्थामेसु उज्जमइ ।।२९०।। ગાથાર્થ :
આસાકાલમાં ભવથી મુક્તિ છે જેને તેવા જીવનું આ લક્ષણ છે, વિષયસુખોમાં તે રાગ પામતો નથી, સર્વ રસ્થાનોમાં=મોક્ષસાધક સર્વ ઉપાયોમાં, ઉધમ કરે છે. ર©TI