SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૨૪૪-૪૫ કારણે શારીરિક-માનસિક પીડા થાય છે. વળી આ પરિગ્રહ નરકગતિનો હેતુ છે; કેમ કે મમ્મણ શેઠની જેમ અપરિમિત પરિગ્રહ ધારણ કરનારા નરકમાં જાય છે અને તેવા પરિગ્રહથી વિવેકી શ્રાવકો પરિગ્રહની સીમા કરીને વિરામ પામે છે અને તેના બળથી સંપૂર્ણ નિષ્પરિગ્રહ ભાવના ઉલ્લસિત થાય તેવો યત્ન કરે છે. ૨૪૪ અવતારણિકા : एवं च तैर्वर्तमानैर्यत् कृतं भवति तदाहઅવતરણિકાર્ય - અને આ રીતે=વિવેકી શ્રાવકો ગાથા-૨૪૩-૨૪૪માં બતાવ્યું એ પ્રમાણે પ્રાણાતિપાતાદિથી વિરત થાય છે એ રીતે, વર્તતા એવા તેઓ વડે જે કરાયેલું થાય છે, તેને કહે છે – ગાથા - मुक्का दुज्जणमित्ती, गहिया गुरुवयणसाहुपडिवत्ती । मुक्को परपरिवाओ, गहिओ जिणदेसिओ धम्मो ॥२४५।। ગાથાર્થ : દુર્જનની મૈત્રી ત્યાગ કરાઈ, ગરવચનાથી સુંદર પ્રતિપત્તિ કરાઈ=પ્રતિજ્ઞા કરાઈ, પરપરિવાદ ત્યાગ કરાયો, ભગવાન વડે કહેવાયેલો ધર્મ ગ્રહણ કરાયેલો થાય છે. ર૪૫ll ટીકા - मुक्ता दुर्जनमैत्री त्यक्ता कुजनसंसर्गिर्भवति गृहीता स्वीकृता गुरुवचनसाधुप्रतिपत्तिस्तीर्थकरगणधरादिवचसा शोभनप्रतिज्ञेत्यर्थः । तथा मुक्तः परपरिवादोऽलीकनिवृत्तत्वात् परावर्णवादस्य च तद्रूपत्वात् गृहीतो जिनदेशितो धर्मः सुव्रतत्वादिति ।।२४५।। ટીકાર્ય : મુel - સુતાત્યાિિત | દુર્જનની મૈત્રી ત્યાગ કરાઈ=કુજનનો સંસર્ગ ત્યાગ કરાયેલો થાય છે. ગુરુવચનથી સુંદર પ્રતિપતિ ગ્રહણ કરાઈ=તીર્થંકર-ગણધરાદિના વચનથી શોભન પ્રતિજ્ઞા સ્વીકાર કરાઈ અને પરપરિવાદ ત્યાગ કરાયો; કેમ કે મૃષાવાદથી નિવૃતપણું છે અને પરિવર્ણવાદનું તરૂપપણું છે=મૃષાવાદરૂપપણું છે. જિનથી બતાવાયેલો ધર્મ ગ્રહણ કરાયો; કેમ કે સુવતપણું છે. ર૪પા ભાવાર્થ - શ્રાવકો નિર્મળ સમ્યક્તને ધારણ કરનારા છે. તેથી સંસારમાં ચાર ગતિના પરિભ્રમણની સ્થિતિ યથાવત્ જોનારા છે. તેઓને મુક્ત અવસ્થા સાર દેખાય છે, તેની પ્રાપ્તિનું કારણ સર્વત્ર અસંગ ચિત્ત છે, તેવી
SR No.022178
Book TitleUpdesh Mala Part 02
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy