SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમાલા ભાગ-૨ | ગાથા-૨૪-૩૫ ૧૦૫ આથી આ માને છે, આ મારો વૈભવ છે, આ મારો સમૃદ્ધિનો સમૂહ છે, ગાપિ એ અભુચ્ચયમાં છે, હું મહાજનનો નેતા છું=પ્રધાન લોકોનો સ્વામી છું અર્થાત મુખ્ય લોકોનો સ્વામી છું. આવા પ્રકારના આ=સાધુ, પ્રાપ્ત થયેલી ઋદ્ધિથી ગર્વ વડે અને નહિ પ્રાપ્ત થયેલી ઋદ્ધિની પ્રાર્થના વડે ગૌરવ=લિબિડ કર્મપરમાણુના ગ્રહણથી પોતાનું ગુરુત્વ, તે છે વિધમાન જેને એ ઋદ્ધિગોરવિક છે. ૩૨૪ ભાવાર્થ : જેમ ગૃહસ્થો બાહ્ય સમૃદ્ધિમાં રચ્યાપચ્યા રહે છે અને જેમ જેમ ધનની વૃદ્ધિ થાય છે, તેમ તેમ પોતે મહાન છે, તેમ માને છે, તેઓ ઋદ્ધિગારવવાળા છે, તેમ સાધુપણામાં પણ જેઓ ઉત્તમ વસ્ત્રપાત્રાદિ ઉપકરણોને મેળવીને આ મારો વૈભવ છે, તેમ માને છે, વળી ઉપદેશ આપીને ઘણા લોકોને માર્ગમાં પ્રવર્તાવે છે, તેથી મહાજનનો હું નેતા છે, તેમ માને છે, તેઓ ઋદ્ધિગારવવાળા છે. વળી પ્રાપ્ત થયેલી ઋદ્ધિમાં ગર્વ કરે છે, નહિ પ્રાપ્ત થયેલી ઋદ્ધિની ઇચ્છાથી તેને માટે પ્રવૃત્તિ કરે છે. તેથી બાહ્ય પદાર્થોનો સંશ્લેષ ગાઢ થાય છે, તેથી નિબિડ કર્મ પરમાણુને ગ્રહણ કરીને સંસારસમુદ્રમાં ડૂબે છે, તેઓ 28દ્ધિગારવવાળા કહેવાય છે. આ પ્રકારે ગારવના સ્વરૂપનું ભાવન કરીને સુસાધુએ તેનાથી પોતાનું રક્ષણ કરવા યત્ન કરવો જોઈએ. l૩૨૪ અવતરણિકા - अधुना रसगौरवमधिकृत्याहઅવતરણિકાર્ય : હવે રસગારવને આશ્રયીને કહે છે – ગાથા - * अरसं विरसं लूहं, जहोववन्नं च नेच्छए भोत्तुं । निद्धाणि पेसलाणि य मग्गइ रसगारवे गिद्धो ।।३२५ ।। ગાથા - રસગારવમાં આસક્ત સાધુ અરસ, વિરસ, લૂખું જે પ્રમાણે પ્રાપ્ત થયું, તેને ખાવા માટે ઈચ્છતા નથી, સ્નિગ્ધ, પેશલ પદાર્થોને ઇચ્છે છે. ૩રપI ટીકા :__ अविद्यमानरसमरसंहिङ्ग्वादिभिरसंस्कृतरसमित्यर्थः । विरसं विगतरसमतिपुराणौदनादि, रूक्षं स्नेहरहितं वल्लचनकादि, यथोपपन्नं च निरुपधिलब्ध्या सम्पन्नमन्त्रमिति भावः, नेच्छति भोक्तुं,
SR No.022178
Book TitleUpdesh Mala Part 02
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy