SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ઉપદેશમાલા ભાગ-૨ ગાથા-ર૪૭ તે ગુરુને સુશિષ્યો=શોભન શિષ્યો, સુનિપુણ મધુર ચેષ્ટાઓથી=સૂક્ષ્મ અને સુખ દેનારી ચેષ્ટાથી અથવા વચનોથી, ફરી પણ પૂર્વ અવસ્થાની જેમ માર્ગમાં સ્થાપન કરે છે=જ્ઞાનાદિ રૂપ માર્ગમાં સ્થાપન કરે છે, જે પ્રમાણે શૈલકાચાર્ય પંથક વડે સ્થાપિત કરાયા એ દાંત છે. એમાં કથાનક – શૈલકપુરથી પાંચસોથી પરિવરેલા શૈલક નામના રાજાએ કંડક નામના પુત્રને રાજ્ય ઉપર સ્થાપન કરીને દીક્ષા લીધી. કાળ વડે ગીતાર્થ થયા, સૂરિપદમાં સ્થાપન કરાયા. એકવાર આ રોગ થયો. પુત્ર વડે ચિકિત્સા કરાવાઈ. પછીથી સ્વસ્થ થયેલા પણ રસાદિના લંપટપણાથી શીતલ વિહારિતાને પામ્યા. એક પંથકને છોડીને બાકીના શિષ્યો વડે ત્યાગ કરાયા, એકવાર તેના વડે=પંથક વડે, ગાઢ નિદ્રામાં સૂતેલા સૂરિ ચાતુર્માસિક ખામણો વડે ચરણમાં સ્પર્શ કરાયા, તેથી અકાળે નિદ્રા દૂર થવાથી ઉત્પન્ન થયેલા ક્રોધવાળા તે શૈલકસૂરિ તેના પ્રતિ કહે છે – કોણ આ દુરાત્મા મને જગાડે છે ? શિષ્ય બોલ્યો – ભગવન્! હું પંથક સાધુ ચાતુર્માસિક પ્રતિક્રમણમાં લાગેલો બનાવું છું. ફરી આ પ્રમાણે કરીશ નહિ, મદભાગ્ય એવા મારા એક અપરાધને ક્ષમા કરો. મિચ્છા મિ દુક્કડ, એ પ્રમાણે બોલતો ફરી પગમાં પડ્યો. તેથી અહો ! આનો પ્રશમ, ગુરુભક્તિ, કૃતજ્ઞતા, વળી, મારો પ્રમાદનો અતિરેક અને નિર્વિવેકીપણું, એ પ્રમાણે થયેલા સંવેગના ઉત્કર્ષવાળા સૂરિએ કહ્યું – હે મહાત્મન્ ! વૈયાવૃન્યને હું ઇચ્છતો નથી, તારા વડે સંસારના ખાડામાં પડવાથી હું ઉદ્ધાર કરાયો. ત્યારથી માંડીને ઉદ્યત વિહાર વડે ઘણો કાળ વિહાર કરીને પછીથી શત્રુંજયગિરિ ઉપર પાંચસોથી પરિવરેલા શૈલકાચાર્ય સિદ્ધ થયા. ર૪૭ll ભાવાર્થ : જેઓ નિપુણ પ્રજ્ઞાપૂર્વક ઉપાયમાં પ્રવર્તે છે, તેઓ અવશ્ય સાધ્યને પ્રાપ્ત કરે છે. જેમ સંસારથી ભય પામેલા શ્રાવકો સંસારનો ઉચ્છેદ થાય, તે પ્રકારે નિપુણ પ્રજ્ઞાપૂર્વક શ્રાવકધર્મમાં પ્રવર્તે છે, તેથી તેના ફળરૂપે તેમને દેવલોકનાં અને મોક્ષનાં સુખો દુર્લભ નથી, તેમ ક્યારેક ગુરુ પણ કર્મના પાતંત્ર્યથી સંયમમાં શિથિલ થાય તો શોભન શિષ્ય માત્ર ગુરુના તે પ્રકારના શૈથિલ્યને જોઈને તે ગુરુ પ્રત્યે અનાદરવાળા થતા નથી. જેમ સંગમાચાર્યના શિષ્યને આ ગુરુ નવકલ્પી વિહાર કરતા નથી, પરંતુ પ્રતિનિયત સ્થાને રહેલા છે, તે પ્રકારનો ભ્રમ થયો, તેના કારણે નિર્વિચારકની જેમ તે ગુરુ પ્રત્યે અનાદર કરીને પોતે અન્ય સ્થાને ઊતરે છે. તેથી તુચ્છ પ્રકૃતિવાળા યોગ્ય પણ જીવો માર્ગાનુસારી બુદ્ધિથી વસ્તુસ્થિતિનો વિચાર કરતા નથી અને કદાચ ગુરુ એ પ્રકારના પ્રમાદમાં હોય તો તેઓના હિત માટે મારે શું કરવું જોઈએ ? તે નિપુણતાથી વિચારતા નથી. તેઓ આરાધક હોવા છતાં સંગમાચાર્યના શિષ્યની જેમ ગુરુની અવહેલના કરીને અનર્થફળને પ્રાપ્ત કરે છે, પરંતુ જેઓ ગુણવાન ગુરુ પાસેથી શોભન માર્ગને પામ્યા છે અને શોભન માર્ગને પ્રાપ્ત કર્યા પછી પ્રમાદને વશ ગુરુ ક્યારેક શિથિલ થાય, તોપણ તે સુશિષ્ય તે ગુરુની નિર્ભર્લ્સનાદિ કરતા નથી, પરંતુ વિચારે છે કે ગુણસંપન્ન એવા ગુરુએ મને આ સન્માર્ગ બતાવ્યો છે. તેથી ગુરુ સર્વથા નિર્ગુણ નથી અને તેમને માર્ગમાં લાવવાનો ઉચિત ઉપાય તેઓ નિપુણપ્રજ્ઞાથી વિચારે છે, જેનાથી સુખને દેનાર સૂક્ષ્મ ચેષ્ટાઓ દ્વારા કે વચનો દ્વારા તે ગુરુને માર્ગમાં સ્થાપન કરે છે અર્થાત્ પૂર્વના જેવી અવસ્થાવાળા ગુરુને કરે છે, જેમ શૈલકસૂરિ પ્રમાદમાં પડ્યા ત્યારે પંથકમુનિએ નિપુણતાપૂર્વક
SR No.022178
Book TitleUpdesh Mala Part 02
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy