________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા૨૭-૨૪૮
ગુરુને માર્ગમાં સ્થાપન કર્યા. ફક્ત ગુરુ કદાચ અસાધ્ય રોગવાળા જણાય તો જમાલીના શિષ્યોએ જેમ ગુરુનો ત્યાગ કર્યો, તેમ તે કુગુરુનો ત્યાગ કરીને અન્ય ગુરુનો સ્વીકાર કરે છે. જેમ જમાલી પૂર્વમાં શોભન ગુરુ હતા, પાછળથી તેઓનો આગ્રહ અનિવર્તિનીય છે, તેવું જણાવાથી શોભન શિષ્યોએ તેમનો ત્યાગ કરીને વિર ભગવાનનો આશ્રય કર્યો, તે રીતે બુદ્ધિમાન પુરુષ સર્વત્ર ઉચિત ઉપાયમાં પ્રવૃત્તિ કરીને ઇષ્ટ સાધ્યને પ્રાપ્ત કરે છે. તેમ સુશ્રાવકો પણ સ્વભૂમિકાનુસાર ઉચિત ઉપાયમાં પ્રવૃત્તિ કરીને ઇષ્ટ એવા દેવલોકના અને મોક્ષના સુખને પ્રાપ્ત કરે છે. ૨૪મા અવતરણિકા :
ननु कथमागमज्ञोऽपि स शिथिलतामगमद् ? उच्यते कर्मवैचित्र्यात् तद्विजानतामपि जन्तूनां महतेऽनर्थाय यत आहઅવતરણિકાર્ય :
કેવી રીતે આગમવા જાણનારા પણ તે શૈલકસૂરિ, શિથિલતાને પામ્યા ? ઉત્તર અપાય છે – કર્મના ચિત્રથી=પ્રમાદ આપાદક કર્મના વિચિત્રથી, તેને જાણતા પણ જીવોને કર્મના વચિત્રને જાણતા પણ જીવોને, મોટા અર્થ માટે થાય છેઃકર્મનું વિચિત્ર મોટા અનર્થ માટે થાય છે. જેથી કહે છે – ભાવાર્થ -
નનુથી શંકા કરે છે – આગમના જાણનારા શૈલકસૂરિ કેમ શિથિલ થયા ? તેનો ઉત્તર આપે છે – કર્મના વૈચિત્રથી શિથિલ થયા. જો કે તેમનું શિથિલતા આપાદક કર્મ ઉપાયથી નિવર્તન પામે તેવું સોપક્રમ હતું. તેથી પંથક મુનિના ઉચિત ઉપાયથી તે કર્મ નિવર્તન પામ્યું. વળી કેટલાક કર્મોના અનર્થોને જાણે છે, તેથી કર્મોના અનર્થોથી આત્માનું રક્ષણ કરવા સતત પ્રયત્ન કરે છે, તોપણ બળવાન કર્મો તે પ્રકારના વૈચિત્ર્યવાળા હોય તો સમ્યગૂ ઉપાયથી પણ નિવર્તન પામતા નથી, તેથી જીવને અનર્થ માટે થાય છે, નંદિષણ મુનિ કર્મના વૈચિત્ર્યને યથાર્થ જાણનારા હતા, તેના નિવર્તનના ઉપાયમાં સતત યત્ન કરતા હતા, છતાં પ્રયત્નથી અસાધ્ય એવાં તે કર્મો મોટા અનર્થ માટે થાય છે. તે બતાવવા માટે કહે છે –
ગાથા -
दस दस दिवसे दिवसे, धम्मे बोहेइ अहव अहिअयरे । રૂ નરિલેખાસિત્તી, તદ વિ જ રે સનમવિવરી પાર૪૮ાા
ગાથાર્થ :
દિવસે દિવસે દસ દસ જીવોને અથવા અધિકતર જીવોને બોધ કરે છે, આ નંદિષેણ મુનિની શક્તિ છે, તોપણ તેમને સંયમની વિપત્તિ છે. ર૪૮.