________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૨૬૧
અવતરણિકાર્ય -
કેવી રીતે તેઓ=ભગવાનના વચનને જાણીને પણ હિત કરતા નથી, તેઓ કૃપાસ્પદ છે ? એને કહે છે – ગાથા -
दावेऊण धणनिहिं, तेसिं उप्पाडियाणि अच्छीणि ।
नाऊण वि जिणवयणं, जे इह विहलंति धम्मघणं ।।२६१।। ગાથાર્થ :
જેઓ અહીં=મનુષ્યભવમાં, જિનવચનને જાણીને પણ મનુષ્યભવને નિષ્ફળ કરે છે, તેઓનાં ચાઓ ધનનિધિ બતાવીને કાઢી નંખાયાં. પારકા ટીકાઃ
दर्शयित्वा धननिधि रत्नादिभृतभाजनं तेषां वराकाणामुत्पाटितान्युत्तो-लितान्यक्षीणि लोचनानि, ज्ञात्वाऽपि जिनवचनं ये इह लोके विफलयन्ति तदसेवनाद्धर्म एव सुगतिसुखहेतुत्वाद् धनं धर्मधनિિમતિ શારદા ટીકાર્ય :
કવિતા .. થર્ષનિિર પ ધનવિધિને–રત્નાદિથી ભરાયેલા ભાજપને, બતાવીને વરાક એવા તેઓનાં ચક્ષઓ ખેંચીને બહાર કાઢી નંખાયાં, જેઓ જિનવચતને જાણીને અહીં=લોકમાં, તેના અસેવનથી ધર્મરૂપી ધનને વિફળ કરે છે સુગતિના સુખનું હેતુપણું હોવાથી ધર્મ જ ધન છે, તેને વિફળ કરે છે. ર૬૧i ભાવાર્થ :
જેઓને મિથ્યાત્વ મોહનીય મંદ થયું છે કે મિથ્યાત્વનો અપગમ થયો છે, તેનાથી તેઓને સંસારના વાસ્તવિક સ્વરૂપનો બોધ થયો છે, તેથી સંસારના પરિભ્રમણની કદર્થનાના નિવારણ માટે સંયમ ગ્રહણ કરે છે. આમ છતાં કોઈક નિમિત્તને પામીને પ્રમાદવશ થાય છે, તેથી સંયમના બાહ્ય આચારોના પાલન માત્રથી સંતોષવાળા થાય છે, પરંતુ તે આચારોના પાલન દ્વારા અંતરંગ ગુણસંચયમાં કોઈ યત્ન કરતા નથી, તેમનો તે મનુષ્યભવ અને તેમનું તે સંયમજીવન અત્યંત નિષ્ફળ છે. તેથી તેવા જીવો શિષ્ટ પુરુષોને અત્યંત દયાપાત્ર જણાય છે. જેમ કોઈ વ્યંતર કોઈકને રત્ન ભરેલું ભાજન બતાવીને પછી તેનાં ચક્ષુ કાઢી નાખે, ત્યારે તે જીવ ધનનિધિને નહિ જોનારા કરતાં અધિક દયાપાત્ર બને છે; કેમ કે લોચન રહિત થવાથી તેનું જીવન અત્યંત નિષ્ફળપ્રાયઃ થાય છે. તેમ કોઈ જીવને તે પ્રકારનાં કર્મોએ ક્ષયોપશમભાવની પ્રાપ્તિ દ્વારા રત્નથી ભરેલા ભાજન જેવા જિનવચનના પરમાર્થનો બોધ કરાવ્યો, છતાં કોઈક