SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૨ગયા ૨૫૦, રપ૧રપર લ ટીકાર્ય : નિર્વક .... અભિતિ | વજસારની ઉપમાવાળાં કર્મો વડે=અત્યંત નિકાચિત કમોં વડે, યદુનંદન=વિષ્ણુ. પ્રતિબદ્ધ જ્ઞાની, અત્યંત મનથી પણ ખેદ પામતા આત્મહિતને સ્વહિતને, કરવા માટે સમર્થ થયા નહિ અને પિ શબ્દથી બીજા પણ સ્વહિત કરવા સમર્થ થતા નથી, તેનો સમુચ્ચય છે. ઉપવા ભાવાર્થ : કૃષ્ણ મહારાજાએ પૂર્વભવમાં નિદાન કરીને વાસુદેવપણું પ્રાપ્ત કર્યું. તેથી અત્યંત નિકાચિત કર્મો બંધાયેલાં તેના કારણે કૃષ્ણના ભવમાં નેમનાથ ભગવાનથી બોધ પામેલા હોવા છતાં, મનથી સંયમ પ્રત્યેનો દઢ રાગ હોવા છતાં સંયમ ગ્રહણ કરી શકતા નથી, તેનો અત્યંત ખેદ વર્તે છે. આથી સુસાધુનું સુસાધુપણું જોઈને અત્યંત હર્ષિત થાય છે અને અઢાર હજાર સાધુને વંદન કરતા તે મહાત્માઓના સંયમ પ્રત્યે પ્રવર્ધમાન રાગવાળા છે, જ્ઞાની છે, તોપણ આત્મહિત કરવામાં સમર્થ થતા નથી. આ રીતે જ્ઞાનીને પણ બળવાન કર્મ મોહ પમાડે છે. આપણા અવતરણિકા : एतदेव क्लिष्टाक्लिष्टकर्म विलसितं दृष्टान्तेनाहઅવતરણિતાર્થ : આવે જ=ક્લિષ્ટ કર્મો જ્ઞાનીને પણ મોહ પમાડે છે. એને જ, ક્લિષ્ટ અક્લિષ્ટ કર્મના વિલસિતને, દષ્ટાંતથી કહે છે – રાજા - वाससहस्सं पि जई, काऊणं संजमं सुविउलं पि । अंते किलिट्ठभावो, न विसुज्झइ कंडरीओ व्व ।।२५१।। अप्पेण वि कालेणं, केइ जहागहियसीलसामना । साहंति निययकज्जं, पुंडरीयमहारिसि व्व जहा ।।२५२।। ગાથાર્થ : હજાર વરસ પણ સુવિપુલ પણ સંયમને કરીને અંતમાં કિલષ્ટ ભાવવાળા કંડરીકની જેમ સાધુ શુદ્ધ થતા નથી. થોડા પણ કાળ વડે કેટલાક મહાસત્ત્વવાળા જે પ્રમાણે યથાગૃહીત શીલશ્રામસ્યથી પુંડરીક મહર્ષિની જેમ નિજકાર્યને સાધે છે. ર૫૧-રપરા
SR No.022178
Book TitleUpdesh Mala Part 02
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy