________________
૧૯૮
ઉપદેશામાલા ભાગ-૨) ગાથા-૩૭૨-૭૩ કરે છે. શુદ્ધ-અકલંક એવા જ્ઞાનાદિ માર્ગને પ્રચ્છાદન કરે છે. બાલ-અજ્ઞાની, શાતા ગારવવાળો-સુખમાં તત્પર, સંયમવિકલ ક્ષેત્રોમાં સુસાધુથી અવાસિત અથવા સંસક્તિ વગેરે દોષોથી યુક્ત એવા ક્ષેત્રોમાં, વિચરે છે. ૩૭રા ભાવાર્થ :
જે સાધુ સંયમયોગમાં ઉસ્થિત નથી, પરંતુ પોતાની પ્રતિષ્ઠા વધારવામાં રસવાળા છે, તેઓ ઉઘતવિહારી સુસાધુઓનો પરિભવ કરે છે અર્થાત્ તેમના કોઈ નાના પણ દોષોને પ્રગટ કરીને હીલના કરે છે અથવા અસંભવિત પણ દોષોનું આરોપણ કરીને તેમને લોકો આગળ હલકા દેખાડે છે. જેના દ્વારા પોતે પ્રમાદી હોવા છતાં સુસંયત છે, એ પ્રકારની પ્રતિષ્ઠા મેળવવાની લાલસા કરે છે. વળી જ્ઞાનાદિ શુદ્ધ માર્ગને ગોપવે છે; કેમ કે તે પ્રકારનો શુદ્ધ માર્ગ બતાવે તો પોતાની હીન પ્રવૃત્તિ પ્રગટ થાય. તેથી પોતાની હીનતાને ગુપ્ત રાખવા માટે અને પોતે ત્યાગી છે તેવો બોધ કરાવવા માટે શુદ્ધ માર્ગનું પ્રચ્છાદન કરે છે.
વળી અજ્ઞાની એવા તે શાતાના અર્થી સાધુ સંયમવિકલ ક્ષેત્રમાં વિચરે છે અર્થાત્ જે ક્ષેત્ર સુસાધુથી અવાસિત હોય એવા ક્ષેત્રોમાં વિચરે છે. જેથી પોતાની અનુચિત પ્રવૃત્તિ પણ લોકોને અનુચિત જણાય નહિ, પોતાને હીનતા પ્રાપ્ત થાય નહિ અને સુસાધુથી વાસિત ક્ષેત્ર હોય તો તે પ્રકારની અનુચિત પ્રવૃત્તિ અશક્ય બને અથવા સંસક્તિ વગેરે દોષયુક્ત ક્ષેત્રોમાં વસે છે અર્થાત્ જ્યાં જીવસંસક્ત આહાર-પાણી મળે, વાતાવરણ જીવસંસક્ત હોય, વસતિ વગેરે સાધુ માટે કરેલા હોય તેવા દોષવાળા ક્ષેત્રમાં વસે તે પાર્શ્વસ્થા છે. I૩૭ગા
.ગાથા -
उग्गाइ गाइ हसइ य, असंवुडो सइ करेइ कंदपं ।
गिहिकज्जचिंतगो वि य, ओसन्ने देइ गिण्हइ वा ॥३७३।। ગાથાર્થ :
મોટા અવાજે ગાય છે અને સંવર વગરનો હસે છે, હમેશાં કંદર્પન કરે છે, ગૃહસ્થના કાર્યનો ચિંતક પણ અવસજ્જને આપે છે અને ગ્રહણ કરે છે. ll૩૭૩il.
ટીકા -
उद्गायति महाध्वनिना, गायति मनाक्, हसति चासंवृतो विवृतवदन इत्यर्थः, सदा करोति कन्दर्प, तदुद्दीपकैः वाचनादिभिः परानपि हासयतीत्यर्थः । गृहकार्यचिन्तको गृहस्थप्रयोजनशीलकः, अपि चेत्यभ्युच्चये अवसन्नाय सप्तमी चतुर्थ्यर्थे ददाति वस्त्रादिकं, गृह्णाति वा तत इति ।।३७३।। ટીકાર્ય - સાત્તિ ...તા રિ I મોટા અવાજથી ગાય છે, થોડું ગાય છે અને સંવત નથી કરાયું