SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૩૮ અવતરણિકાર્થ : બ્રહ્મચર્ય ગુપ્તિદ્વાર પૂરું થયું, હવે સ્વાધ્યાયદ્વારને કહેવાની ઇચ્છાવાળા તેના ગુણોને કહે છે – ગાથા: सज्झाएण पसत्थं, झाणं जाणइ सव्वपरमत्थं । सज्झाए वट्टंतो, खणे खणे जाइ वेरग्गं ।। ३३८ ।। ગાથાર્થ ઃ સ્વાધ્યાયથી પ્રશસ્ત ધ્યાન થાય છે. સર્વ પરમાર્થને જાણે છે અને સ્વાધ્યાયમાં વર્તતા સાધુ ક્ષણે ક્ષણે વૈરાગ્યને પામે છે. II૩૩૮ાા ટીકા - स्वाध्यायेन वाचनादिना क्रियमाणेन प्रशस्तं धर्मशुक्लरूपं ध्यानं भवति, जानाति च तत्कर्ता सर्वं परमार्थं समस्तस्यापि जगतस्तत्त्वं, स्वाध्याये वर्तमानः क्षणे क्षणे याति वैराग्यं, रागादिविषમન્ત્રપાત્ તત્વોટા ટીકાર્થ - स्वाध्यायेन ...... તસ્ય ।। સ્વાધ્યાયથી=વાચનાદિ દ્વારા કરાતા સ્વાધ્યાયથી, પ્રશસ્ત=ધર્મશુક્લરૂપ ધ્યાન થાય છે અને તેનો કરનારો=સ્વાધ્યાયને કરનારો, સર્વ પરમાર્થને=સમસ્ત પણ જગતના તત્ત્વને, જાણે છે, સ્વાધ્યાયમાં વર્તતા સાધુ ક્ષણે ક્ષણે વૈરાગ્યને પામે છે; કેમ કે તેનું=સ્વાધ્યાયનું, રાગાદિના ઝેરને ઉતારવામાં મંત્રરૂપપણું છે. ।।૩૩૮૫ ભાવાર્થ: જે સાધુ સંસારના વાસ્તવિક સ્વરૂપથી અત્યંત ભાવિત છે અને સંસારના ઉચ્છેદનો ઉપાય વીતરાગનું વચન છે; કેમ કે વીતરાગનું વચન વીતરાગતા તરફ જવાને અનુકૂળ ચિત્તને નિષ્પન્ન કરીને નિર્લેપ પરિણતિ લાવે છે, એવો સ્થિર બોધ છે. એથી વીતરાગતાને અભિમુખ જવાની પરિણતિથી ઉલ્લસિત થઈને વાચનાદિ સ્વાધ્યાય કરે છે, ત્યારે તે સૂત્રના અવલંબનના બળથી જે પ્રશસ્ત ચિંતવન થાય છે, તેનાથી ધર્મધ્યાનશુક્લધ્યાન પ્રગટે છે. વળી સ્વાધ્યાયથી સમસ્ત પણ જગતનું તત્ત્વ કઈ રીતે વ્યવસ્થિત છે, તેના પરમાર્થને જાણે છે, વળી સ્વાધ્યાયમાં વર્તતા સાધુ ક્ષણે ક્ષણે વૈરાગ્યને પામે છે; કેમ કે વીતરાગનું સર્વ વચન વીતરાગતાને અનુકૂળ ભાવો પ્રગટ કરાવીને રાગાદિના ઝેરને ઉતારવા માટે મંત્રરૂપ છે, એથી સાધુ સ્વાધ્યાયથી પોતાના આત્માને જેમ જેમ વાસિત કરે છે, તેમ તેમ તેમનું ચિત્ત સંસારના ભાવોથી વિરક્તવિરક્તતર થાય છે. ૧૩૩૮॥
SR No.022178
Book TitleUpdesh Mala Part 02
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy