SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૪૦-૩૪૧ ટીકાઃ यो नित्यकालं तपः संयमोद्यतः सदाप्रमाद्यपि अपि शब्दस्येह सम्बन्धान करोति स्वाध्यायं स किमित्याह - अलसं कर्त्तव्येषु शिथिलमत एव सुखशीलजनं सातलम्पटलोकं नापि नैव तं निजशिष्यवर्गादिकं स्थापयति साधुपदे स्वाध्यायमन्तरेण ज्ञानाभावात्, कथञ्चित् स्वयमप्रमादिनाऽपि परत्राणं कर्तुं न शक्यमित्यभिसन्धिः ।।३४०। ટીકાર્થ ઃ यो नित्यकालं શમિમિસન્ધિઃ ।। જે નિત્યકાલ=હંમેશાં નિયતકાળ, તપ-સંયમમાં ઉદ્યુક્ત છે=સદા અપ્રમાદી પણ, સ્વાધ્યાયને કરતા નથી. પિ શબ્દનું યોજન ઉદ્યત પછી છે, તે શું ?=જે સ્વાધ્યાય કરતા નથી તે શું ? એથી કહે છે – આળસુ=કર્તવ્યોમાં શિથિલ, આથી જ સુખશીલજન=શાતામાં લંપટ લોક એવા, તેને=પોતાના શિષ્યાદિ વર્ગને, સાધુપદમાં સ્થાપન કરતા નથી, સ્વાધ્યાય વગર જ્ઞાનનો અભાવ હોવાથી કોઈક રીતે સ્વયં અપ્રમાદી એવા ગુરુ વડે પણ પરવું રક્ષણ કરવાને માટે શક્ય નથી, એ પ્રકારે અભિસંધિ છે=અભિપ્રાય છે. ।।૩૪૦|| ..... ૧૫૩ ભાવાર્થ: જે સાધુ શક્તિ અનુસાર બાહ્ય તપ કરે છે, ઇન્દ્રિયોને સંવૃત રાખીને ઉપસર્ગો, પરિષહોમાં અપ્રમાદ સેવે છે અર્થાત્ ઉનાળામાં ગરમીને સહન કરે છે, શિયાળામાં સૂર્યનાં કિરણો ન પડતાં હોય તેવા સ્થાનમાં બેસીને શીતપરિષહનો જય કરે છે, પરંતુ કોઈક રીતે સ્વાધ્યાયમાં યત્ન કરતા નથી, તેઓને શાસ્ત્રનું તે પ્રકારનું વિશિષ્ટ જ્ઞાન થતું નથી, માત્ર પોતાના આત્માને તપથી ભાવિત કરે છે, વિકારોથી પોતાના આત્માનું રક્ષણ કરે છે, તેથી સદા અપ્રમાદી છે, તોપણ પોતાને આશ્રિત શિષ્યવર્ગાદિને સાધુપદમાં સ્થાપન કરતા નથી; કેમ કે વિશેષ બોધના અભાવને કારણે જેઓ તે તે કર્તવ્યોમાં શિથિલ છે, શાતાના અર્થી છે, તેઓને ઉપદેશ આદિ દ્વારા સંવેગ ઉત્પન્ન કરાવીને ગુરુ સાધુપદમાં સ્થાપન કરી શકે, પરંતુ જે ગુરુ પોતે નવું નવું ભણીને તે રીતે સંપન્ન થયા નથી, તેઓ શિષ્યને તે પ્રકારે સંવેગ ઉત્પન્ન કરાવીને સાધુપદમાં સ્થાપન કરી શકતા નથી, માટે કલ્યાણના અર્થીએ સ્વાધ્યાયમાં સતત ઉદ્યમ ક૨વો જોઈએ. II૩૪૦ના અવતરણિકા : गतं स्वाध्यायद्वारमधुना विनयद्वारमधिकृत्याह અવતરણિકાર્ય : સ્વાધ્યાયદ્વાર પૂરું થયું. હવે વિનયદ્વારને આશ્રયીને કહે છે -
SR No.022178
Book TitleUpdesh Mala Part 02
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy