SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૨ ગાથા-૩પ૮ ૧૮૧ ગાથા - नहदंतकेसरोमे जमेइ, उच्छोलधोवणो अजओ । वाहेइ य पलियंकं, अइरेगपमाणमत्थुरइ ॥३५८।। ગાથાર્થ : નખ, દાંત, વાળ, રુવાંટીને સમારે છે, અયતનાથી ઘણા પાણીથી ધોવણ કરે છે, પલંગને વાપરે છે, પ્રમાણથી વધારે સંથારો વાપરે છે. II3૫૮II ટીકા : नखदन्तकेशरोमाणि यमयति-राढया समारचयतीत्यर्थः, उत्सोलया प्रभूतोदकेनाऽयतनया धावनं हस्तपादादिक्षालनं यस्यासावुत्सोलधावनो अत एवायतो गृहस्थकल्पत्वाद्, वाहयति च परिभुङ्क्ते पल्यङ्कमतिरेकप्रमाणं संस्तारकोत्तरपट्टकादतिरिक्तम् अत्थुरइ ति आस्तृणाति સસ્તારથીત્યર્થ પારૂલ૮ાા ટીકાર્ય : નયન સંતારવતીચર્થ નખ-દાંત-વાળ-રુવાંટીશોભાથી સમારકામ કરે છે, ઘણા પાણી વડે અયતનાથી હાથ-પગ વગેરેને ક્ષાલન છે જેને આ ઉત્સોલધાવતવાળો છે, આથી જ અયતનાવાળો છે; કેમ કે ગૃહસ્થની સમાનપણું છે અને પલંગને વહન કરે છેઃવાપરે છે, સંથારિયું અને ઉત્તરપટ્ટાથી વધારે સંથારાને વાપરે છે. ૩૫૮. ભાવાર્થ સાધુ સંયમની વૃદ્ધિના કારણભૂત ઉચિત પ્રવૃત્તિને છોડીને શરીરની શોભા કે શાતા માટે કોઈ પ્રવૃત્તિ કરતા નથી, છતાં સંયમ ગ્રહણ કર્યા પછી પણ જેનું ચિત્ત બાહ્ય પદાર્થોમાં વર્તે છે, તેઓ નખ-દાંતવાળ-રુવાંટીને સુશોભિત દેખાય તે રીતે સ્વચ્છ કરે છે, તેઓ બાહ્ય શોભાના અર્થી છે, શરીરની શાતાના અર્થી છે, માટે પાર્થસ્થા છે. વળી બહારથી આવ્યા હોય ત્યારે કોઈક અશુચિવાળા સ્થાનથી આવેલા હોવાને કારણે પરિમિત જલથી હાથ-પગ વગેરેનું પ્રક્ષાલન આવશ્યક હોય તોપણ ઘણા પાણીથી ધુએ તે પાર્થસ્થા સાધુ છે. આથી અયત છે=સંયમમાં યતનાવાળા નથી; કેમ કે ગૃહસ્થની જેમ સ્વચ્છતાના અર્થી છે, માટે પાર્થસ્થા છે. વળી પલંગ અર્થાતુ પાટ ઉપર બેસે છે, વસ્તુતઃ સાધુએ શુદ્ધ ભૂમિમાં યતનાપૂર્વક બેસવું જોઈએ, ફક્ત વર્ષાઋતુમાં જીવરક્ષા માટે યતનાપૂર્વક પાટ આદિનો ઉપયોગ કરવાનો છે, છતાં અનુકૂળતા માટે ઉપયોગ કરે છે, તેઓ પાર્થસ્થા છે. વળી રોગ વગેરે વિશિષ્ટ કારણ ન હોય છતાં સંથારીયું, ઉત્તરપટ્ટાથી અધિક સંથારો પાથરે છે અને તેના દ્વારા શાતાના અર્થી છે, તે પાર્શ્વસ્થા છે; કેમ કે સાધુએ હંમેશાં સંવૃતગાત્ર અને સંવૃત મનવાળા થઈને સંયમને ઉપષ્ટભક વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ, તે સિવાય શરીરની શાતાના અર્થી થઈને કાંઈ ગ્રહણ કરવું જોઈએ નહિ. I૩૫૮ાા
SR No.022178
Book TitleUpdesh Mala Part 02
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy