SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ ઉપદેશમાલા ભાગ-૨ | ગાયાवा पूर्वोपभुक्तचिन्तनेषु प्रसज्यते घटते, विहरति च सकिञ्चनो हिरण्यादि युक्तस्तथाऽपि रिक्तोऽहमिति निर्ग्रन्थोऽहमिति प्रकाशयन्निति ।।३५७।। ટીકાર્ય : મનુષના ... પ્રાણાયારિ ગામ અને નગર આદિનું આ ઉપલક્ષણ છે, દેશ લાદેશ આદિ છે, કુલ ઉગ્ર આદિ છે, મારાં આ છે, એ પ્રમાણે માને છે અર્થાત્ પોતે ગૃહસ્થ અવસ્થામાં તે નગરાદિનો સ્વામી હોય અને સંયમ લીધા પછી પણ તે મારાં નગરાદિ હતાં તેમ માને છે અથવા તે બધા પ્રત્યે અનુકૂલતાને કારણે મમત્વબુદ્ધિ છે, પીઠ-ફલકમાં પ્રતિબદ્ધ છે=ઋતુબદ્ધ કાલમાં પણ અર્થાત ચાતુર્માસ સિવાય પણ તેના સેવનમાં આસક્ત છે, ગૃહસરણમાંeભવાનીદ્રોમાં અથવા પૂર્વે ભોગવેલા ભોગોના ચિતવનમાં જોડાય છે અને સકિંચન=હિરણ્ય આદિથી સહિત, વિચરે છે, તોપણ રિક્તકણું વિથ છુ, એ પ્રમાણે કહે છે. ૩૫૭ના ભાવાર્થ જે સાધુ સંયમ ગ્રહણ કર્યા પછી જિનવચનનું અવલંબન લઈને તેના ભાવો પ્રત્યે જવા માટે યત્ન કરતા નથી, તેઓ સંયમની બાહ્ય ક્રિયાઓ કરતા હોય તો પણ તેમનું ચિત્ત બાહ્ય ભાવોને અવલંબીને પ્રવૃત્તિ કરનારું હોવાથી ગામ, નગર, સુંદર દેશ, સુંદર કુલ એ બધા સાથે પરિચય થવાને કારણે તેઓ પોતાનાથી વાસિત હોય અર્થાત્ તે ગામ, નગર આદિમાં રહેનારા જીવો પોતાના પ્રત્યે ભક્તિભાવવાળા હોય તો તે માને છે. આ બધાં મારાં છે, વસ્તુતઃ સંયમની ક્રિયા દ્વારા તેઓ અસંગભાવમાં જતા નથી, તેમનું ચિત્ત બાહ્ય પદાર્થોમાં રમે છે, તેથી પાર્શ્વસ્થા છે. વળી સાધુને માત્ર ચોમાસામાં જીવદયા માટે પીઠફલક ગ્રહણ કરવાની અનુજ્ઞા છે, તોપણ સુખશીલ સ્વભાવ હોવાને કારણે રોષકાળમાં અનુકૂળતા પ્રમાણે વસતિમાં રહેલા પીઠ-ફલકાદિનો ઉપયોગ કરે છે, તેથી સંયમના પ્રયોજન સિવાય કોઈ વસ્તુનું ગ્રહણ કરવું જોઈએ નહિ, એ પ્રકારે પ્રતિબંધ નથી, પરંતુ ગૃહસ્થની જેમ જ પોતાને અનુકૂળ જણાય તે રીતે સામગ્રીના ગ્રહણનો પરિણામ છે, તેથી તે સાધુ પાર્શ્વસ્થા છે. વળી જે વસતિમાં પોતે ઊતર્યા હોય તે સ્થાનમાં વરસાદનું પાણી આવતું હોય તો, નેવાં વગેરે સમારકામ કરવાની પ્રેરણા કરે, જેથી પોતે ત્યાં સુખપૂર્વક બેસી શકે, વસ્તુતઃ તે પ્રકારના આરંભ-સમારંભમાં સાધુએ પ્રયત્ન કરવો જોઈએ નહિ, પરંતુ જીવરક્ષાના પરિણામવાળા સાધુએ બીજા સ્થાને બેસીને તે હિંસામાં પોતે નિમિત્ત ન બને તે રીતે ઉચિત પ્રવૃત્તિ કરવી જોઈએ, પરંતુ સૂક્ષ્મ બોધ અને વિવેકના અભાવને કારણે પોતાને આવશ્યક જણાય તે રીતે સમારકામ કરાવીને રહે તે પાર્થસ્થા છે અથવા ઘર સ્મરણમાં પ્રવર્તે અર્થાત્ સંયમ પૂર્વે કરેલા ભોગવિલાસનું ચિંતવન કરે તે પાર્થસ્થા. વળી જે સાધુ ધનસંપત્તિથી યુક્ત છે અથવા ઉપાશ્રય વગેરે પોતાનાં નિયત સ્થાનો છે, તે સકિંચન છે અર્થાત્ સમૃદ્ધિવાળા છે, છતાં અમે સાધુ છીએ, અમારું કંઈ નથી એમ કહે છે, તે પાર્થસ્થા સાધુ છે. ll૩૫ના
SR No.022178
Book TitleUpdesh Mala Part 02
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy