SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ પદેશમલા ભાગ-૨) ગાથા-૩૦૮૩૦૯ ૧૦૫ ગાથા : मुच्छा अइबहुधणलोभया य तब्भावभावणा य सया । बोलेंति महाघोरे, जरमरणमहासमुदम्मि ॥३०९।। ગાથાર્થ - મૂચ્છ, અતિબહુધનલોભતા, હંમેશાં તેના ભાવની ભાવના, આ સર્વ ભાવો જીવને અત્યંત ઘોર જન્મમરણ સમુદ્રમાં બોલે છે=નિમજ્જન કરાવે છે. ll૩૦૯ll ટીકા : __ मूर्छा अतिबहुधनलोभता च तद्भावभावना च सदा लोभभावनया गाढं चित्तरञ्जनेत्यर्थः । एतानि लोभशब्देनोच्यन्ते । उक्तादेव हेतोरेतानि च बोलयन्ति निमज्जयन्ति महाघोरे अतिरौद्रे जरामरणमहासमुद्रे जीवमिति ।।३०९।। ટીકાર્ય : મૂઈ... નીલજિરિ મૂચ્છ, અતિબહુધનલોભતા, હંમેશા તેના ભાવની ભાવના=લોભની ભાવનાથી અત્યંત ચિતની રંજના, આઓ=બે ગાથામાં કહ્યા એઓ, લોભ શબ્દથી કહેવાય છે. ઉક્ત જ હેતુથી કાર્યમાં કારણના ઉપચારથી લોભ શબ્દથી કહેવાયા છે, એમ અવય છે અને આઓ–લોભમાં સર્વ કાર્યો જીવને મહાઘોર=અતિભયંકર, જન્મમરણરૂપ મહાસમુદ્રમાં ડુબાડે છે. ૩૦૯ ભાવાર્થ લોભનો પરિણામ તરતમતાથી અનેક ભેદવાળો છે અને દસમા ગુણસ્થાનકે લોભનો પરિણામ અત્યંત અલ્પ હોય છે. તેના પૂર્વે સર્વ જીવોને કંઈક લોભનો પરિણામ અવશ્ય હોય છે, છતાં મુનિઓ બાહ્ય પદાર્થો પ્રત્યેના લોભના પરિણામનો ત્યાગ કરીને લોભના પરિણામને આત્માના ગુણસંચય પ્રત્યે પ્રવર્તાવે છે. તેથી લોભ સતત વિનાશ પામે છે. વૃદ્ધિ પામતો નથી અને જેઓ શાતાના અર્થી છે અને તેના ઉપાયભૂત ધનસંચયાદિમાં લોભનો પરિણામ છે, ધનસંચયમાં પણ લોભનો અતિશય છે. તેના કારણે જીવમાં અનેક પ્રકારના ભાવો થાય છે, તેને અહીં લોભના પર્યાયોથી બતાવ્યા છે. જેમ કોઈકને ધનલાભનો લોભ હોય છે, વળી કોઈકને અતિસંચયશીલતા હોય છે, જેમ મમ્મણ શેઠને ધનની અતિસંચયશીલતા હતી, તેનાથી સાતમી નરકની પ્રાપ્તિ થઈ. વળી કોઈક જીવોમાં લોભને કારણે ગમે તેવાં અકાર્યો કરાવે તેવું ક્લિષ્ટત્વ વર્તે છે. આથી જ લોભને વશ અનેક જાતનાં હિંસક કૃત્યો કરીને પણ ધનસંચય કરે છે. વળી કેટલાક જીવોને પ્રાપ્ત થયેલા ભોગમાં અતિમહત્વ હોય છે. તેથી ધન પરિમિત હોય તોપણ તેઓ અતિમમત્વને કારણે ક્લિષ્ટ કર્મ બાંધે છે. વળી કેટલાક જીવો ભોગસામગ્રી મળેલી હોય તોપણ તૃષ્ણાના અતિરેકથી કાયમ તે ભોગો ભોગવી શકતા નથી; કેમ કે “ભોગો કરવાથી ધનનો નાશ થશે”
SR No.022178
Book TitleUpdesh Mala Part 02
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy