________________
૧૯૪
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૩૦-૩૬૧ આદિ ષકાયના પાલનમાં નિરપેક્ષ છે અર્થાતુ અત્યંત જયણાપૂર્વક ગમનાદિ કરનારા નથી અથવા કોઈ પ્રયોજન ન હોય તો જે તે પ્રવૃત્તિ માટે ગમન કરનારા છે, તેનાથી પકાયની વિરાધના થાય છે, તેવા નિરપેક્ષ પરિણામવાળા સાધુ પાર્શ્વસ્થા છે. સામાન્યથી સુસાધુ આ સર્વ દોષોના પરિહારમાં યત્ન કરનારા હોય છે. ક્યારેક પ્રમાદવશ અલના પામે છે, તેટલો પાર્થસ્થાનો અંશ તેમને પ્રાપ્ત થાય છે. છતાં ફરી અભ્યસ્થિત થતા હોવાથી સુસાધુ છે. વળી જે તે પ્રકારની યતના પ્રત્યે નિરપેક્ષ છે, સદા તે પ્રકારની પ્રવૃત્તિ કરે છે, તેઓ પાર્શ્વસ્થા છે. II૩૬oll
ગાથા -
सव्वं थोवं उवहि, न पेहए न य करेइ सज्झायं ।
सद्दकरो झंझकरो, लहुओ गणभेयतत्तिल्लो ।।३६१।। ગાથાર્થ -
સર્વથી થોડી પણ ઉપધિનું પડિલેહણ કરતા નથી, સ્વાધ્યાય કરતા નથી, શબ્દક રાત્રે મોટા અવાજથી બોલનારા, ઝંઝકર કલહ કરવાના સ્વભાવવાળા, લઘુ-તુચ્છ સ્વભાવવાળા, ગણભેદમાં તૃપ્તિવાળા સાધુ પાર્શ્વસ્થા છે. Il39૧|| ટીકા :
अपि शब्दस्य लुप्तनिर्दिष्टत्वात् सर्वस्तोकमप्युपधिं मुखवस्त्रादिकं न प्रेक्षते न च करोति स्वाध्यायमुक्तमेवेदमिति चेन्न, तत्र रात्रावत्र तु दिवापीति विशेषः, यदि वा तत्र गुणनमिह वाचनादिकमिति शब्दकरो रात्री सुप्ते जने बृहच्छब्दकरणशीलः झंझा कलहस्तत्करो राटिप्रिय इत्यर्थः । लघुरेव लघुकस्तुच्छत्वाद् गणो गच्छस्तस्य भेदः परस्परं चित्तविश्लेषस्तस्मिन् 'तत्तिल्लो' त्ति तप्तिमान् गणभेदतप्तिमान् गच्छविघटनतत्पर इत्यर्थः ॥३६१॥ ટીકાર્ય :
શકાય ઈ. | ગ શબ્દનું લુપ્ત નિર્દિષ્ટપણું હોવાથી ગાથામાં સઘંઘો પછી ગપિ શબ્દ અધ્યાહાર હોવાથી, સર્વથી થોડી પણ ઉપધિ મુહપતિ આદિને પ્રેક્ષણા કરતા નથી, સ્વાધ્યાય કરતા નથી. આ સ્વાધ્યાય કરતા નથી એ, ગાથા-૩૫૯માં કહેવાયેલું છે. એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો કહે છે - ત્યાં=ગાથા-૩૫લ્માં, રાત્રે સ્વાધ્યાય કરતા નથી. અહીં વળી દિવસે પણ સ્વાધ્યાય કરતા નથી, એ પ્રકારનો વિશેષ છે અથવા ત્યાં ગુણનને ગ્રહણ કરે છે. અહીં વાચનાદિને ગ્રહણ કરે છે, શબ્દકર=રાત્રે લોક સૂઈ ગયા પછી મોટા અવાજે બોલવાવાળા, ઝંઝા= કલહ, તેને કરવાના સ્વભાવવાળા=ઘોંઘાટપ્રિય, લઘુ જ તુચ્છપણું હોવાથી લઘુક, ગણ=ગચ્છ, તેનો ભેદ=પરસ્પર ચિત્તનો વિશ્લેષ, તેમાં તૃતિવાળા=ગચ્છભેદમાં તૃતિવાળા=ગચ્છના સાધુના ચિતમાં મતભેદ ઊભો કરવામાં તત્પર, હોય છે. na૬૧n