SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૨૬૬ प्रयतः सविनयम्, इत्येवं साधुजनस्य यतिलोकस्य श्रुतविनयः, साधुभिः श्रुतं गृह्णद्भिस्तथा विनयः कार्य इति भावः । कथानकमधुना - श्रेणिकराजपत्न्याश्चेल्लणायाः समुत्पन्ने एकस्तम्भप्रासाददोहदे ऽभयाराधितदेवेन निर्मिते तस्मिन् सर्वर्तुकारामे तनिवासिनैव विद्यासिद्धमातङ्गेन सदोहदनिजभार्योदितेन विद्याबलाच्चोरितेषु तदाम्रेषु बृहत्कुमारीकथानकव्याजेनाभयकुमारेणोपलब्धे तस्मिंस्तस्करे राजा तमुवाचविद्यां देहि मे, नास्त्यन्यथा भवतो मोक्षः, प्रतिपन्नमनेन, ततः सिंहविष्टरोपविष्ट एव राजा तां पपाठ । बहुशोऽभ्यस्यमानापि सा न तस्थौ । चुक्रोध स तस्मै, अभयेनोक्तं- राजन्नायं न्याय:, अयं हि भवतां गुरुर्वर्तते, ततस्तं सिंहासनेऽवस्थाप्य स्वयं भूमिनिविष्टो विहितकरमुकुलस्तामेकवारया નપ્રાતિ ।।૬૬।। ૫૧ ટીકાર્થ ઃ सिंहासने પ્રાદેતિ।। સિંહાસન ઉપર બેસાડેલા શ્વપાકને=ચંડાળને, શ્રેણિક રાજા વિદ્યાને વિનયપૂર્વક વિદ્યા માગે છે=પ્રાર્થના કરે છે, એ રીતે સાધુજનનો શ્રુતવિનય કરવો જોઈએ=શ્રુતને ગ્રહણ કરનારા સાધુઓએ તે પ્રકારે વિનય કરવો જોઈએ. હવે કથાનક - — શ્રેણિક રાજાની પત્ની ચેલ્લણાને એક થાંભલાવાળા મહેલનો દોહલો ઉત્પન્ન થયે છતે અભયકુમારથી આરાધના કરાયેલા દેવ વડે સર્વ ઋતુના ફળ દેનારા બગીચાવાળો તે=એકદંડિયો મહેલ, નિર્માણ કરાયે છતે દોહલાવાળી પોતાની ભાર્યાથી પ્રેરાયેલા ત્યાં રહેનારા જ વિદ્યાસિદ્ધ ચંડાળ વડે વિદ્યાના બળથી તેની કેરીઓ ચોરાયે છતે બૃહત્સુમારીની કથાના નિમિત્તથી અભયકુમાર વડે તે ચોર પ્રાપ્ત કરાયે છતે રાજાએ તેને કહ્યું – અને તું વિદ્યા આપ, નહિ તો તારો છુટકારો નથી. આના વડે સ્વીકારાયું, ત્યારપછી સિંહાસન ઉપર બેઠેલા જ રાજા તેને ભણવા લાગ્યા. ઘણીવાર અભ્યાસ કરાતી પણ તે ન આવડી, તેરાજા, તેની ઉપર કોપાયમાન થયા, તેથી અભયકુમાર વડે કહેવાયું રાજન્ ! આ ન્યાય નથી, આ તમારો ગુરુ છે. તેથી તેને સિંહાસન ઉપર બેસાડીને, સ્વયં જમીન ઉપર રહેલા, કરની કરાયેલી અંજલીવાળા તેને એકવારથી ગ્રહણ કરો. ર૬૬ ભાવાર્થ ઃ શ્રેણિક રાજા ચંડાળ પાસેથી વિદ્યા ગ્રહણ કરવા માટે ચંડાળને સિંહાસન પર બેસાડીને વિનયપૂર્વક પ્રાર્થના કરે છે. તેથી ઉચિત વિનયપૂર્વક ગ્રહણ કરાયેલી વિદ્યા સમ્યગ્ પરિણમન પામે છે. માત્ર શ્રવણ કે ગ્રહણથી પરિણમન પામતી નથી. તેમ કોઈ મહાત્મા ભગવાનના વચનનાં સૂક્ષ્મ રહસ્યો યથાવદ્ પ્રકાશિત કરતા હોય ત્યારે તેના શ્રવણ માત્રથી કે દૃઢ પ્રણિધાનપૂર્વક સાંભળવાની પ્રવૃત્તિ માત્રથી તેના તાત્પર્યનો બોધ થતો નથી, પરંતુ માત્ર શાબ્દિક બોધ થાય છે. વસ્તુતઃ જેને સર્વજ્ઞનાં તે વચનો પ્રત્યે અત્યંત આદર છે, તેવા સુસાધુઓ સર્વજ્ઞના વચનને કહેનારા મહાત્મા પ્રત્યે અંતરંગ ભક્તિનો પરિણામ ધારણ કરે તો જ તે સમ્યગ્નાન પ્રત્યે તે પ્રકારનો બહુમાનભાવ થાય અને જેઓ તે પ્રકારે અત્યંત વિનયપૂર્વક
SR No.022178
Book TitleUpdesh Mala Part 02
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy