SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ ઉપદેશમાલા ભાગ-૨ ગાથા-૩ર૭ છે=સર્વ માર્ગાનુસારી જીવોની આ સમાન બુદ્ધિ છે એ બતાવવાનો અભિપ્રાય છે, અથવા પ્રબળ મોહથી આવતપણાને કારણે મારા જેવાઓ વડે આકશી શીલસૂરિ વગેરેનો અભિપ્રાય, જાણવા માટે શક્ય નથી; કેમ કે અત્યંત ગંભીરપણું છે. ૩૨૭. ભાવાર્થ :જેઓ ઇન્દ્રિયોને વશ છે, તેઓ કેવા અનર્થો પ્રાપ્ત કરે છે ? તે બતાવે છે – જેઓ તપ કરે છે, ઉત્તમ કુળમાં જન્મ્યા છે, તેથી લોકમાં ઉન્નતિ પામેલા છે. તેવા મહાત્માઓ ઇન્દ્રિયને પરવશ થાય તો તપ અને કુલની છાયાના બ્રશને પામે છે=વિનાશ કરે છે. વસ્તુતઃ ઉત્તમ કુલ, સંયમ અને તપના કારણે તેઓ સદ્ગતિમાં જવાના હતા, છતાં ઇન્દ્રિયોને વશ થઈને દુર્ગતિમાં જાય છે. વળી કેટલાક શાસ્ત્રો ભણીને પાંડિત્યને પામેલા છે, તેના બળથી સુખપૂર્વક સંસારને તરી શકે તેવા થયેલા છે, તો પણ કોઈક રીતે ઇન્દ્રિયોને વશ થાય છે, ત્યારે પોતાના પડિત્યને મલિન કરે છે. જેમાં મંગુ આચાર્ય શાસ્ત્રમાં નિપુણ હતા, છતાં ઇન્દ્રિયોને વશ થઈને અસાર એવા વ્યંતર જાતિના દેવભવને પામ્યા. તેમાં સાક્ષીપાઠ આપે છે – કોઈ મહાત્મા સર્વ કલાસમૂહમાં કુશળ હોય, કવિ હોય, પંડિત પણ હોય, શાસ્ત્રના મર્મને જાણવામાં બુદ્ધિનિધાન હોય. વળી શાસ્ત્રમાં શ્રમ કરીને પ્રગટ કરેલાં સર્વ શાસ્ત્રવાળા હોય, વેદવિશારદ હોય અર્થાતુ આગમોના સૂક્ષ્મ અર્થને જાણનારા પણ હોય. વળી મુનિ પણ હોય, અનેક લબ્ધિઓને કારણે આકાશમાં અદ્દભુત વિલાસો બતાવવા સમર્થ પણ હોય. લોકમાં સ્પષ્ટ ખ્યાતિને પામેલા હોય તે પણ પરમાર્થથી તે નથી, જો તે ઇન્દ્રિયોનો સંયમ કરે નહિ. તેથી ઇન્દ્રિયોને પરવશ જીવોની સર્વ શક્તિઓ નિષ્ફળ છે, માટે બુદ્ધિમાન પુરુષે ઇન્દ્રિયો ઉપર સંયમ પ્રાપ્ત કરવો જોઈએ. વળી ઇન્દ્રિયોને પરવશ જીવો સંસારના અનિષ્ટ પથને પામે છે. તેમાં સાક્ષી આપે છે – કોઈ મહાત્માએ સંયમ ગ્રહણ કરીને પોતાના આત્મારૂપી પૃથ્વી ઉપર પક્ષરૂપી ગૃહને દિવસની રજ કાઢીને સ્વચ્છ કરેલું હોય, શાસ્ત્રના સૂક્ષ્મ બોધરૂપી ફ્લકથી સુશોભિત કરેલું હોય અને વિધેય એવી ઇન્દ્રિયોનો સંવર કરે તો મોક્ષને પ્રાપ્ત કરે છે, તો વળી અન્ય કોઈ મહાત્મા પક્ષરૂપી ગૃહને પામેલા પણ વિપ્લવવાળી ઇન્દ્રિયોથી હારે છે. આથી ચૌદ પૂર્વધરો પણ પ્રમાદવશ થઈને નિગોદમાં જાય છે. વળી ઇન્દ્રિયોને પરવશ જીવો અનેક પ્રકારની આપત્તિઓને પ્રાપ્ત કરે છે. તેમાં સાક્ષી આપે છે – શબ્દમાં આસક્ત હરણ શિકારીના બાણથી મૃત્યુ પામે છે, સ્પર્શમાં આસક્ત હાથી બંધનમાં પડીને અનર્થ પામે છે, રસમાં આસક્ત માછલું જાળમાં ફસાઈને મૃત્યુ પામે છે, રૂપમાં આસક્ત પતંગિયું દીવામાં પડીને મૃત્યુ પામે છે, ગંધથી ખેંચાયેલો ભમરો નાશ પામે છે. આ રીતે પાંચ ઇન્દ્રિયમાં આસક્ત જીવો પરમાર્થને નહિ જાણતા વિનાશ પામે છે અર્થાત્ મારી આ આસક્તિ વર્તમાનમાં મૃત્યુનું કારણ છે ઇત્યાદિ નહિ જાણનારા હરણ આદિ પાંચેય વિનાશ પામે છે. જ્યારે મૂઢ એવો પાંચેય ઇન્દ્રિયોમાં આસક્ત એક
SR No.022178
Book TitleUpdesh Mala Part 02
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy