________________
ઉપશામાલા ભાગ-૨ ગાથા-૭૭૭-૭૮
થાય છે, ભોગ્ય નથી અને બોલાવાયેલો છે ? એ પ્રમાણે બોલે છે, ત્યાં મસ્તકથી હું વંદન કરું છું, એ પ્રમાણે બોલવું જોઈએ અને આલાપ કરતો ‘તું એ પ્રમાણે ગુને જવાબ આપે છે. તમે એ પ્રમાણે ત્યાં કહેવું જોઈએ; કેમ કે ગુરુનું બહુવચનથોગ્યપણું છે. આથી જ વિપરીત કરણ હોવાથી અવિનીત છે, અવિનયના હેતુને કહે છે – ગતિ=અભિમાની છે, લુબ્ધ=વિષયાદિમાં ગૃદ્ધ છે. N૩૭૭ના ભાવાર્થ :
જે સાધુ સંસારથી અત્યંત ભય પામેલા છે, મોક્ષના અર્થી છે તેઓ ગુણવાન ગુરુનો નિર્ણય કરીને ગુરુને પરતંત્ર રહે છે. જેનાથી સંસારથી નિસ્વાર થાય તેમ છે, આવા ગુણવાન ગુરુને પરતંત્ર સાધુને ગુરુની સર્વ વસ્તુઓ વંદનને યોગ્ય છે, ભોગવવા યોગ્ય નથી. આમ છતાં પ્રમાદી સાધુ ગુરુ, બહાર ગયા હોય ત્યારે અથવા બીજા સ્થાનમાં હોય ત્યારે ગુરુના સ્થાનમાં બેસે, તેનાથી ગુરુનો અવિનય થાય છે; કેમ કે વસતિમાં ગુરુ માટે જે સ્થાન નિયત કરાયું હોય તે સ્થાનમાં કોઈ બેસે નહિ, ગુરુ સાથે સંબંધવાળું સ્થાન પૂજ્ય છે.
વળી ગુરુ જે પાટ ઉપર બેસતા હોય અને જે ઉપકરણ ધારણ કરતા હોય તે બધા ગુણવાન ગુરુ સાથે સંબંધિત હોવાથી પૂજ્ય છે, છતાં તેનો પરિભોગ કરે તો તે પ્રમાદી સાધુ પાર્શ્વસ્થા છે. વળી, ગુરુ બોલાવે ત્યારે શું કહો છો ? એમ બોલે, વસ્તુતઃ હું મસ્તકથી વંદન કરું છું, એમ કહીને ઉચિત પ્રશ્ન કરવો જોઈએ, પરંતુ મર્યાદા વગર બોલે છે તે પાર્શ્વસ્થા છે. વળી ગુરુને માનાર્થે “તમે એ પ્રમાણે કહેવું જોઈએ, છતાં તુચ્છ સ્વભાવને કારણે “તું” કહે તે સાધુ પાર્શ્વસ્થા છે. આ રીતે અવિનીત અને ગર્વિત સાધુ પાર્શ્વસ્થા છે. વળી ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત હોવાથી તે તે ઇન્દ્રિયોના વિષયો સાથે સંબંધ પામીને તે તે ભાવો કરે છે તે પાર્શ્વસ્થા છે. વસ્તુતઃ સુસાધુએ પાંચ ઇન્દ્રિયોને સંવૃત કરીને સંયમના કંડકોની વૃદ્ધિ થાય એ પ્રમાણે પ્રયત્ન કરવો જોઈએ.
આનાથી એ ફલિત થાય કે માન વગેરે કષાયને વશ કે ઇન્દ્રિયને વશ જેટલા અંશમાં ઉપયોગ પ્રવર્તે છે, તેટલા અંશમાં પાર્શ્વસ્થા છે, તેવા પણ સાધુ સંસારથી તરવાના અત્યંત અર્થી હોય તેના કારણે બીજી સર્વ ઉચિત પ્રવૃત્તિ યથાર્થ કરતા હોય તે અંશથી માર્ગાનુસારી બુદ્ધિવાળા હોય તો ભાવસાધુ હોય તોપણ જે જે અંશથી પ્રમાદવશ અવિનયાદિ કરે છે, તે તે અંશથી શિથિલાચારી સાધુ છે. ૩૭૭ના ગાયા -
गुरुपच्चक्खाणगिलाणसेहबालाउलस्स गच्छस्स ।
ન કરે નેવ પુર નિવાઓ સિવાયનીવી રૂ૭૮ાા . ગાથાર્થ -
ગુરુ, પ્રત્યાખ્યાન કરનાર, ગ્લાન, શૌક્ષ, બાળથી વ્યાપ્ત એવા ગચ્છનું કૃત્ય કરતો નથી, પૂછતો નથી જ, તે નિઈમ લિંગઉપજીવી છે. ll૩૭૮II.