________________
૨૧૦
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૩૮૨ इति ज्ञापनार्थ तद्रहितस्तु तेषामुपायेऽपि न वर्त्तते, दूरतस्तत्सम्बन्ध इति, भुङ्क्ते गृहिणां च मध्ये इति शेषः, कियद्वात्र मोहपरतन्त्रचेष्टितं वक्ष्यत इति निगमयन्नाह-पार्श्वस्थादिस्थानानि भवन्त्येवमादीन्येतानि पुल्लिङ्गनिर्देशस्तु प्राकृतत्वाददुष्ट इति ।।३८२।। ટીકાર્ય :
સ્વચ્છજ... અલુર ત્તિ સ્વચ્છેદ જવા-ઊઠવા-સૂવાવાળો એનો અર્થ પૂર્વની જેમ છે=ગાથા૩૭૯ની જેમ છે, ફરી કેમ કથન કર્યું ? એ પ્રકારની શંકામાં કહે છે – બધા ગુણો ગુણવાનના પરતંત્રપણાથી સાધ્ય છે, એ પ્રમાણે જણાવવા માટે ફરી કથા કરેલ છે. વળી તેનાથી રહિત= ગુણવાનના પરતંત્રપણાથી રહિત સાધુ તેમના ગુણોના, ઉપાયમાં પણ પ્રવર્તતો નથી, તેનો સંબંધ= ગુણનો સંબંધ, દૂરથી છે અને ગૃહસ્થની મધ્યે આહાર વાપરે છે અથવા કેટલુંક અહીં મોહને પરતંત્ર પ્રવૃત્તિમાં કહેવાશે. એથી નિગમન કરતાં કહે છે – આ વગેરે આટલા=પૂર્વમાં અત્યાર સુધી વર્ણન કર્યું એટલાં પાર્થસ્થ વગેરેનાં સ્થાનો થાય છે, નપુંસકલિંગ હોવા છતાં ગાથામાં પુંલિંગનો નિર્દેશ પ્રાકૃતપણું હોવાથી અદુષ્ટ છે. ૩૮રા. ભાવાર્થ
ગાથા-૩૫૪થી અત્યાર સુધી બતાવી એવી આચરણા કરનારા સાધુઓ પાર્થસ્થા વગેરે છે. વસ્તુતઃ તેલપાત્રધારક પુરુષની જેમ જે મહાત્માઓ શમભાવના કંડકોની વૃદ્ધિ કરવા માટે જિનવચનનું દૃઢ અવલંબન લઈને સર્વ ઉચિત પ્રવૃત્તિ કરનારા છે, તેઓ મન-વચન-કાયાથી ઉત્સર્ગમાર્ગની સ્થિર રુચિવાળા છે, જ્યારે ઉત્સર્ગની પ્રવૃત્તિથી સમભાવનો પરિણામ સાધ્ય ન જણાય ત્યારે અપવાદથી પ્રમાદ વગર ઉચિત યત્ન કરીને પણ સંયમની વૃદ્ધિ કરે છે તેઓ ભાવસાધુ છે અને તે ભાવસાધુની પ્રવૃત્તિમાં મનથી પણ કોઈ વિપરીત પ્રવૃત્તિ થાય તો તેટલા અંશથી પાર્થસ્થાની પ્રાપ્તિ છે. વળી જેઓ વચનથી અને કાયાથી જે કોઈ અન્યથા પ્રવૃત્તિ કરે છે, તે સર્વ પ્રવૃત્તિને અહીં સંક્ષેપથી બતાવેલ છે અને તે સર્વ પ્રવૃત્તિઓ પાર્થસ્થાની પરિણતિનાં સ્થાનો છે.
તેથી એ ફલિત થાય કે સુસાધુ મન-વચન-કાયાથી અને કરણ, કરાવણ, અનુમોદનથી તે સ્થાનોનો સર્વ યત્નથી અવશ્ય ત્યાગ કરે છે, કદાચ અનાભોગથી અલના થાય તો પણ તે સ્થાનોથી તરત નિવર્તન પામે છે, તેઓ કંઈક અતિચારવાળા સુસાધુ છે અને જેઓ પાર્શ્વસ્થનાં તે સર્વ સ્થાનોને જાણતા નથી, જાણવા યત્ન કરતા નથી અને સંયોગ અનુસાર તેને સેવે છે તે પાર્શ્વસ્થા છે અને પાર્શ્વસ્થામાં પણ જે સંવિગ્નપાક્ષિક છે, તેઓ પાર્થસ્થાનાં સર્વ સ્થાનોને અવશ્ય જાણે છે, તેનો કંઈક પરિહાર પણ કરે છે અને પ્રમાદને કારણે કોઈ કોઈ સ્થાનોને સેવે છે, છતાં લોકોને શુદ્ધ સાધુધર્મ બતાવે છે અને પોતાની વિપરીત આચરણાની લોકો આગળ નિંદા કરે છે, તેઓ દેશપાર્થસ્થા સંવિગ્નપાક્ષિક છે.