________________
૨૦૭
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૩૭૯-૩૮૦ નહિ કરતા હોવાથી નિર્ધમ પાર્થસ્થા છે.
વળી શાસ્ત્રવિધિનું સ્મરણ કરીને સંયમની પરિણતિ નાશ ન પામે તે રીતે યતનાપૂર્વક સૂવાની ક્રિયા કરતા નથી કે તેની વિધિને જાણતા નથી, તે પાર્શ્વસ્થા છે. વળી જે સાધુ મલ-મૂત્ર વગેરે પરઠવવાને અનુકૂળ અંડિલ ભૂમિના વિકલ્પો શાસ્ત્રમાં બતાવેલા છે, તેને જાણતા નથી અથવા જાણતા હોય છતાં તે પ્રમાણે વિધિના ક્રમથી આચરીને સંયમશુદ્ધિમાં યત્ન કરતા નથી તેઓ પાર્શ્વસ્થા છે.
વળી ભક્ત-પાન-ઉપકરણ સંયમમાં ઉપકારક હોય તેનાથી અધિક હોય કે અશુદ્ધ હોય તો સાધુએ વિધિથી તેનો ત્યાગ કરવો જોઈએ. છતાં તેવી પરિસ્થાપના વિધિને જાણતા નથી અને જાણવા છતાં આચરતા નથી, તેઓ પાર્શ્વસ્થા છે; કેમ કે સંયમને ઉપકારી ન હોય તેવાં શુદ્ધ પણ અધિક ભક્તપાન આસક્તિનું કારણ બને છે અને ઉપકરણ પણ શુદ્ધ હોવા છતાં અધિક રાખે તો પરિગ્રહનું કારણ બને છે અને અશુદ્ધ હોય તો વિધિપૂર્વક પાઠવવાં જોઈએ, પરંતુ તે રીતે પરઠવવા ચિત્ત તત્પર ન હોય તો તે અશુદ્ધ પ્રત્યે મમત્વભાવ છે, તેથી પાર્થસ્થા છે.
વળી ગચ્છની સારસંભાળ કરનારા સાધુઓ સાધ્વીના સંયમની ચિંતા કરનારા હોય છે, તેથી સાધ્વીઓ કઈ રીતે સંયમની નિરાબાધ આરાધના કરી શકે ? તેની ઉચિત યતનાઓ કરે છે. આમ છતાં જે સાધુ તે પ્રકારે ઉચિત યતનાને જાણતા નથી અથવા જાણવા છતાં આચરતા નથી, તેઓ સાધ્વીના હિતની ઉપેક્ષા કરતા હોવાથી પાર્શ્વસ્થા છે. II૩૭
ગાથા -
सच्छंदगमणउट्ठाणसोयणो अप्पणेण चरणेण ।
समणगुणमुक्कजोगी, बहुजीवखयंकरो भमइ ।।३८०।। ગાથાર્થ :
સ્વચ્છેદ ગમન-ઉત્થાન-રવપન છે જેને એવા, રવબુથિી કલ્પના કરાયેલા સાથિી શ્રમણગુણના મુકાયેલા યોગવાળા ઘણા જીવોના ક્ષયને કરનારા ભમે છે. Il૩૮૦I ટીકા -
स्वच्छन्दं स्वाभिप्रायं गुर्वाज्ञां विना गमनोत्थानस्वपनानि यस्य स तथा अत एवात्मीयेन स्वबुद्धिकल्पितेन चरणेनाचारेण भ्रमतीति सम्बन्थः । किम्भूतः सन्नित्याह-श्रमणानां गुणा ज्ञानादयः श्रमणगुणास्तेषु मुक्तस्त्यक्तो योगो व्यापारो येन श्रमणगुणमुक्तयोगी सर्वधनादिपाठाद् इन्समासान्तोऽत एव बहुजीवक्षयङ्करोऽनेकप्राणिप्रलयकारी, अनुस्वारोऽलाक्षणिको भ्रमत्यनर्थकमटाट्यत ત્તિ રૂ૮૦પા