Book Title: Updesh Mala Part 02
Author(s): Dharmdas Gani, Siddharshi Gani, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 223
________________ ૨૦૬ ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૨૭૯ ગાથા - पहगमणवसहिआहारसुयणथंडिल्लविहिपरिट्ठवणं । नायरइ नेव जाणइ, अज्जावट्टावणं चेव ॥३७९।। ગાથાર્થ : માર્ગગમન, વસતિ, આહાર, શયન, સ્પંડિલવિધિ, પરિસ્થાપના, સાદવીના વર્તનને આચરતા નથી અને જાણતા નથી જ. II૩૭૯ll ટીકા: पथिगमनं च वसतिश्च आहारश्च स्वपनं च स्थाण्डिल्यं चेति द्वन्द्वः, एषां विधिरागमोक्तः क्रमः परिस्थापना अतिरिक्ताऽशुद्धभक्तपानोपकरणादीनां विधिना त्यागः, पथिगमनादिविधिना सह परिस्थापना पथिगमनवसत्याहारस्वपनस्थाण्डिल्यविधिपरिस्थापना तां नाचरति जाननपि निर्द्धमतयाऽथवा नैव जानाति न जानात्येव इति आर्यावर्त्तनं चैव यथायिका वर्तयितव्याः संवाहनीयाः तज्जाननपि नाचरति न जानात्येव वेति ॥३७९।। ટીકાર્ય : થાભ ... રેતિ | પથગમન, વસતિ, આહાર અને સ્થાડિલ્ય એ પ્રમાણે દ્વન્દ સમાસ છે. આની=પથગમન વગેરેની, વિધિ-આગમમાં કહેવાયેલો ક્રમ, પરિસ્થાપના=અધિક અને અશુદ્ધ ભક્ત-પાન-ઉપકરણ વગેરેનો વિધિથી ત્યાગ, પથગમન વગેરે વિધિ સાથે પરિસ્થાપના પથગમવ વસતિ આહાર સ્વપન સ્વાંડિલ્ય વિધિ સાથે પરિસ્થાપના તેને જાણતો પણ નિર્ધર્મપણાથી આચરતો નથી અથવા જાણતો નથી જ, આથનું વર્તન =જે પ્રમાણે સાધ્વીઓને પ્રવર્તાવવી જોઈએ તેમની સારસંભાળ કરવી જોઈએ, તેને જાણતો પણ આચરતો નથી જ અથવા જાણતો નથી જ, એ પાર્શ્વસ્થા છે. li૩૭૯iા ભાવાર્થ : જે સાધુ સંયમને અનુકૂળ કેવી વસતિ ગ્રહણ કરવી, કેવી ન ગ્રહણ કરવી તે વિષયક આગમમાં કહેવાયેલા ક્રમને જાણતા નથી અર્થાતું પહેલા સર્વથા વિશુદ્ધ વસતિ ગ્રહણ કરવી જોઈએ અને અપવાદથી પંચકહાનિના ક્રમથી ગ્રહણ કરવી જોઈએ. તેની વિધિને જાણતા નથી કે આચરતા નથી, પરંતુ અનુકૂળતા પ્રમાણે વસતિને ગ્રહણ કરે છે તેઓ પાર્શ્વસ્થા છે. વળી સાધુએ ક્યારે, કઈ રીતે આહાર ગ્રહણ કરવો જોઈએ અને વિશુદ્ધ આહાર ન મળે તો ક્યારે તપની વૃદ્ધિ કરવી જોઈએ ? તપવૃદ્ધિથી સંયમના કંડકો નાશ પામતા હોય ત્યારે અપવાદથી પંચકહાનિના કયા ક્રમથી આહાર ગ્રહણ કરવો જોઈએ, તે સર્વ વિધિ જાણતા નથી અથવા જાણતા છતાં આચરતા નથી, તેઓ જિનવચનાનુસાર ધર્મનિષ્પત્તિ માટે યત્ન

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230