________________
૨૦૨
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૩૭૬
ગાથા -
गीयत्थं संविग्गं, आयरियं मुयइ वलइ गच्छस्स ।
गुरुणो य अणापुच्छा, जं किंचि वि देइ गिण्हइ वा ॥३७६।। ગાથાર્થ :
ગીતાર્થ સંવિગ્ન આચાર્યનો ત્યાગ કરે છે, ગચ્છને વળતો ઉત્તર આપે છે, ગુરુને પૂછ્યા વગર જે કંઈ આપે છે અથવા ગ્રહણ કરે છે. ll૩૭૬ો. ટીકા :__ गीतार्थमधिगतागमं, संविग्नं मोक्षाभिलाषिणम आचार्य निजगुरुं मुञ्चति निष्प्रयोजनं परित्यज्य गच्छतीत्यर्थः । इह च गीतार्थसंविग्नग्रहणमगीतार्थाऽसंविग्नं पुनरागमप्रतिपादितक्रमेणात्मानं मोचयित्वा मुञ्चतोऽपि न दोष इति ज्ञापनार्थं, वलते तदुत्तरदानायाभिमुखो भवति गच्छस्य क्वचिच्चोदनां कुर्वत् इति गम्यते, गुरोश्चानापृच्छया तृतीयार्थे प्रथमा, यत् किञ्चिद् वस्त्रादिकं ददाति कस्मैचिद्, गृह्णाति वा कुतश्चिदिति ।।३७६।। ટીકાર્ય :નીતા
વિતિ | ગીતાર્થ=ભણાયું છે આગમ જેમના વડે એવા, સંવિગ્ન=મોક્ષના અભિલાષવાળા, આચાર્યને પોતાના ગુરુને, મૂકે છે=પ્રયોજન વગર પરિત્યાગ કરીને જાય છે અને અહીં ગીતાર્થ સંવિગ્નનું ગ્રહણ અગીતાર્થ અસંવિગ્નને વળી આગમમાં કહેવાયેલા મથી આત્માને મુકાવીને તેવા આચાર્યથી પોતાને મુકાવીને છોડતા પણ સાધુને દોષ નથી એ જણાવવા માટે છે. ગચ્છને વળે છે =કોઈક વખતે પ્રેરણા કરતા ગચ્છને તેનો જવાબ આપવાને માટે અભિમુખ થાય છે. ગુરુને પૂછ્યા વગર જે કંઈ વસ્ત્રાદિ કોઈકને આપે છે અથવા કોઈક પાસેથી ગ્રહણ કરે છે, ગાથામાં ગળપુછા પ્રથમ વિભક્તિ તૃતીયાના અર્થમાં છે. ll૩૭૬ ભાવાર્થ:
સુસાધુ હંમેશાં અપ્રમાદથી શમભાવના કંડકની વૃદ્ધિ થાય તેવી ઉચિત આચરણા કરે છે અને જેઓ ગીતાર્થ છે સૂત્રના અર્થના મર્મોને યથાર્થ જાણનારા છે અને વીતરાગ થવાની અભિલાષાવાળા છે, તેવા સુસાધુ હંમેશાં શિષ્યોને સર્વશના વચનાનુસાર સંયમના કંડકોની વૃદ્ધિ થાય એ પ્રકારે ઉચિત અનુશાસન આપે છે અને જે સાધુઓ તે પ્રકારે અનુશાસન આપતા નથી, તેઓને માર્ગનો પૂરો બોધ નથી, તેથી ગીતાર્થ નથી અથવા માર્ગનો સૂક્ષ્મ બોધ હોય પણ સંવેગ નથી, તેથી શિષ્યોને સંયમના કંડકોની વૃદ્ધિ થાય, તે પ્રકારે સતત અનુશાસન આપતા નથી, પરંતુ જે પ્રમાદી શિષ્ય ગીતાર્થ સંવિગ્ન ગુરુને નિષ્ઠયોજન ત્યાગ કરે છે, તે સંયમયોગમાં ઉત્થિત હોય તોપણ પાર્શ્વસ્થા છે.