________________
૨૦૦.
ઉપશામાલા ભાગ-૨/ગાથા-કજ
ગાથાર્થ -
ધર્મકથાઓને ભણે છે અને ઘરે ઘરે કહેતો ફરે છે, ગણનાથી અને પ્રમાણથી વધારે ઉપકરણ રાખે છે. ૩૭૪II ટીકા :
धर्मकथा आजीविकार्थमधीतेऽत एव 'घराघरि ति गृहे गृहे भ्रमति परिकथयंश्च ता इति गणनया 'जिणा बारसरूवाई, थेरा चउद्दसरूविणो । अज्जाणं पन्नवीसं, तु अओ उठं उवग्गहो ।।' इत्यनया, प्रमाणेन च-'कप्पा आयपमाणा अड्डाइज्जा उ आयया हत्था' इत्यादिना अतिरिक्तमुक्तात् समर्गलं वहत्युपकरणमिति ।।३७४।। ટીકાર્ચ -
ઘર્મશા ........ ૩૫તિ | ધર્મકથાઓને આજીવિકા માટે ભણે છે, આથી જ ઘરે ઘરે કહેતો ભમે છે. ગણનાથી –
જિનોને બાર પ્રકારની, સ્થવિરને ચૌદ પ્રકારની, સાધ્વીને પચ્ચીસ પ્રકારની ઉપાધિ છે ત્યારપછી ઉપગ્રહિક ઉપધિ છે, એ પ્રકારે ગણનાથી –
અને પ્રમાણથી – કલ્પ આત્મપ્રમાણથી અઢી ગણું અને એક હાથ વિસ્તારવાળું,
એ પ્રમાણે કહેવાયેલાથી વધારે શાસ્ત્રમાં કહેલ છે એનાથી અધિક, ઉપકરણ રાખે છે. ૩૭૪ ભાવાર્થ
સાધુ આત્માને ભાવિત કરવા માટે શાસ્ત્રો ભણે છે, શાસ્ત્ર ભણીને સંપન્ન થયા પછી યોગ્ય જીવ આવે અને પોતાની શક્તિ હોય તો ઉચિત ઉપદેશ આપે છે, આમ છતાં પોતાને ચોમાસું વગેરેમાં ઉપકારક થશે, તેવા આશયથી જેઓ ધર્મકથાને અનુકૂળ કુશળતા મેળવે છે અને ઘરેઘરે ધર્મકથા કહેતા ફરે છે, તે પાર્શ્વસ્થા છે; કેમ કે આત્માના નિઃસંગભાવમાં જવાને અનુકૂળ સંયમયોગને સેવતા નથી, પરંતુ લોકોના આવાગમનથી પોતે સમૃદ્ધ છે તેમ ભાવન કરીને આત્માને બાહ્યભાવોથી વાસિત કરે છે. આત્માના પરમ સ્વાશ્મની કલ્પના પણ તેમને પ્રાપ્ત થતી નથી, તેઓ પાર્થસ્થા છે.
વળી ભગવાને સંયમના ઉપકાર માટે ગણનાથી અર્થાત્ સંખ્યાની ગણનાથી અને પ્રમાણથી=વસ્ત્રની લંબાઈ, પહોળાઈથી પ્રમાણથી જે પ્રકારે વસ્ત્રગ્રહણની અનુજ્ઞા આપી છે તેને ઓળંગીને જેઓ ઉપકરણ રાખે છે, તેઓ ભગવાનના વચન પ્રત્યે બદ્ધ રાગવાળા નથી, પરંતુ તે તે પ્રકારની અનુકૂળતા પ્રત્યે બદ્ધ રાગવાળા છે, તેથી પાર્થસ્થા છે. l૩૭૪