________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૭૩-૩૭૪
૧૯૯
મુખ જેના વડે એવો=ખુલ્લા મુખવાળો, હસે છે. હંમેશાં કંદર્પને કરે છે=તેનાં અર્થાત્ કંદર્પનાં ઉદ્દીપક વચનો વડે બીજાઓને હસાવે છે. ગૃહસ્થના કાર્યને ચિંતવનારો=ગૃહસ્થના પ્રયોજનને કરવાના સ્વભાવવાળો, અપિ = શબ્દ સમુચ્ચયમાં છે, અવસન્નને વસ્ત્ર વગેરે આપે છે અથવા અવસન્ન પાસેથી ગ્રહણ કરે છે, ગાથામાં ોન્ને એ સપ્તમી વિભક્તિ ચતુર્થીના અર્થમાં છે. II૩૭૩॥
ભાવાર્થ:
કોઈ સાધુને ગાવાનો શોખ હોય તે મોટા અવાજે ગાય, કદાચ તે સ્તવન વગેરે હોય તોપણ પોતાની ગાવાની મનોવૃત્તિના પોષણ માટે ગાય તો તે પ્રકારે રાગની પુષ્ટિ થાય છે, તેથી પાર્શ્વસ્થા છે. વસ્તુતઃ સાધુએ સંયમનો રાગ વૃદ્ધિ પામે તે પ્રકારે યત્ન કરવો જોઈએ. પૂર્વમાં ગાવાનો સ્વભાવ અતિશય થયો હોય તો તે પ્રકૃતિને ક્ષીણ કરવા માટે વારંવાર ઉચિત યત્ન કરવો જોઈએ, નહિ તો મોટા અવાજે કે થોડું પણ ગાઈને પોતાની ગાવાની પ્રકૃતિના સંસ્કારોને દૃઢ કરે છે. તેથી વીતરાગનાં સ્તવનો ગાઈને પણ વીતરાગતાને અભિમુખ જવાને બદલે ગાવાના રાગને પુષ્ટ કરે છે તે પાર્શ્વસ્થા છે.
વળી ખડખડાટ હસે છે તે પાર્શ્વસ્થા છે. વસ્તુતઃ સાધુએ હાસ્યમોહનીયનો ઉદય ન થાય તે રીતે ભાવિત રહેવું જોઈએ. કદાચ નિમિત્તને પામીને સૂક્ષ્મ હાસ્યરૂપ સ્મિત પ્રગટ થાય, પરંતુ મુખ ખોલીને હસવું જોઈએ નહિ, છતાં તે રીતે હસે છે તે પાર્શ્વસ્થા છે.
વળી હાસ્યનાં ઉદ્દીપક વચનો દ્વારા બીજાને હસાવે છે અર્થાત્ પોતે હસતા ન હોય તોપણ તેવી મુખચેષ્ટા કે બોલવાની ક્રિયા કરે, જેથી બીજાને હાસ્ય ઉત્પન્ન થાય તે પાર્શ્વસ્થા છે; કેમ કે બીજાને હાસ્યરૂપ નોકષાય કરાવવાના અધ્યવસાયથી સંયમયોગનો નાશ થાય છે.
વળી જેઓ ગૃહસ્થના પ્રયોજનની ચિંતા કરનારા છે, આથી દુઃખી ગૃહસ્થો પોતાના સુખદુઃખની વાતો તેવા સાધુ પાસે કરે છે અને તે સાધુ આશ્વાસન આપે છે તે પાર્શ્વસ્થા છે. વસ્તુતઃ સાધુએ ગૃહસ્થોને ધર્મની પ્રાપ્તિ કેમ થાય ? તેનો વિચાર કરવો આવશ્યક છે. તે સિવાયના પ્રયોજનમાં લેશ પણ પ્રયત્ન ક૨વો જોઈએ નહિ, તો જ આરંભાદિ દોષની નિવૃત્તિ સંભવે.
વળી જે સાધુ સ્વયં સંયમમાં ઉત્થિત છે, તોપણ શિથિલ સાધુને પોતાનાં વસ્ત્રાદિ આપે છે કે તેઓ પાસેથી ગ્રહણ કરે છે તે પાર્શ્વસ્થા છે; કેમ કે તેમ કરવાથી શિથિલ સાધુના આચારોની અનુમોદનાની પ્રાપ્તિ થાય છે અને તેમનાં અનુચિત કાર્યોમાં સહાય કરવામાં પોતે કારણ બને છે, તેથી બીજી રીતે સંયમમાં ઉત્થિત હોય તોપણ તે પાર્શ્વસ્થા છે. II૩૭૩II
ગાથા:
धम्मकहाओ अहिज्जइ, घराघरिं भमइ परिकहंतो उ । गणणा पमाणेण य, अइरित्तं वहइ उवगरणं ।।३७४ ।।