________________
૨૦૩
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૩૭૬-૩૭૭
વળી કોઈક કારણે ગીતાર્થ સંવિગ્ન ગુરુની પ્રાપ્તિ ન થઈ હોય, આગમ વિધિ અનુસાર તેવા ગુરુનો ત્યાગ કરે તો તે મહાત્માને પાર્થસ્થાની પ્રાપ્તિ થાય નહિ; કેમ કે સંવેગની વૃદ્ધિના પ્રયોજનથી ગુણવાન ગુરુનું આશ્રયણ છે અને જે ગુરુ ગીતાર્થ સંવિગ્ન નહિ હોવાથી સંવેગની વૃદ્ધિને અનુકૂળ ઉચિત અનુશાસન આપતા નથી, તેવા ગુરુનો સંયમના રક્ષણ માટે કોઈ મુનિ શાસ્ત્રવિધિ અનુસાર ત્યાગ કરે તો તે ઉચિત કૃત્યરૂપ હોવાથી દોષ નથી.
વળી ગચ્છના બીજા સાધુ સારણા વગેરે કરતા હોય તેને સાંભળીને પોતાના અસહિષ્ણુ સ્વભાવને કારણે જે સાધુ સામો જવાબ આપે છે, તે સાધુમાં તે અંશથી પાર્થસ્થા દોષ છે; કેમ કે સારણા વગેરે સંયમની વૃદ્ધિનું અંગ છે, છતાં તે મહાત્મા તેને સહન કરતા નથી.
વળી જે સાધુ ગુણવાન ગીતાર્થ ગુરુને પૂછીને સર્વ ઉચિત પ્રવૃત્તિ કરે છે, તેમનામાં ગુણવાનના પારતંત્રનો ગુણ છે, પરંતુ જેઓ તે પ્રકારે કરતા નથી અને ગુરુને પૂછ્યા વગર કોઈની પાસેથી વસ્ત્ર ગ્રહણ કરે છે, કોઈકને આપે છે, તેને પાર્શ્વસ્થા દોષની પ્રાપ્તિ થાય છે, માટે કલ્યાણના અર્થી સાધુએ ગુરુને પરતંત્ર રહીને સર્વ પ્રવૃત્તિ કરવી જોઈએ, જેથી અનાભોગથી પણ સ્વચ્છંદ મતિનો પરિણામ થાય નહિ. l૩૭છા ગાથા :
गुरुपरिभोगं भुंजइ, सिज्जासंथारउवगरणजायं । ..
किं ति य तुमं ति भासइ, अविणीओ गविओ लुद्धो ॥३७७।। ગાથાર્થ -
ગુરુના પારિભોગવાળા શય્યા, સંથારો ઉપકરણના સમૂહને ભોગવે છે, અવિનીત ગર્વિત લુબ્ધ એવો કયા કારણથી એ પ્રમાણે અને તુંકારાથી બોલે છે. ll૩૭૭માં ટીકા -
गुरुणा परिभुज्यमानं भुङ्क्ते, किं तदित्याह-शय्यासंस्तारकोपकरणजातं, तत्र शेतेऽस्यामिति शय्या शयनभूमिः, संस्तारकः काष्ठमयादिः, उपकरणजातं वर्षाकल्पादि गुरोश्च सम्बन्धि सर्व वन्द्यमेव भवति, न भोग्यं, तथा आहूतः किमिति च भाषते, तत्र हि मस्तकेन वन्दे इत्यभिधातव्यम्, आलपंश्च त्वमिति गुरुं प्रतिभाषते, यूयमिति तत्र वक्तव्यं बहुवचनार्हत्वादत एव विपरीतकरणादविनीतः, अविनयहेतुमाह-गर्वितः सोत्सेकः लुब्धो विषयादौ गृद्ध इति ॥३७७।। ટીકાર્ચ -
ગુરુ ... પૃ તિ ગુરુના પરિભોગવાળાનેeગુરુ વડે વપરાતા ઉપકરણને, વાપરે છે, તે શું? એથી કહે છે – શય્યા, સંથારો, ઉપકરણના સમૂહને વાપરે છે, ત્યાં તેમાં સૂએ એ શવ્યાશયનભૂમિ, સંસ્કારક કાષ્ઠમય વગેરે ઉપકરણનો સમૂહ વકલ્પ વગેરે, ગુરુના સંબંધવાળું સર્વ જ