________________
ઉપદેશાલા ભાગ-૨/ ગાથા-૩૭૧-૭૨
૧૯૭ ભાવાર્થ
સુસાધુ સતત સમભાવની વૃદ્ધિ થાય તે રીતે ઉચિત યત્ન કરનારા છે, એથી ધર્મદેહની પુષ્ટિ માટે આહાર ગ્રહણ કરે તેમાં પણ આરંભનો અત્યંત ત્યાગ કરે છે, છતાં કેટલાક સાધુ બીજી રીતે આરાધક હોય તો પણ સુખશીલ સ્વભાવને કારણે હંમેશાં એક ઘરેથી આહારને ગ્રહણ કરે છે, જેથી અનુકૂળ આહારની પ્રાપ્તિ થાય તે પાર્શ્વસ્થા સાધુ છે. વસ્તુતઃ શાતા માટે એક ઘરેથી આહાર ગ્રહણ કરવાનો વિચારમાત્ર કરે તો પણ અતિચારની પ્રાપ્તિ થાય. તેથી જે તે પ્રકારે હંમેશ કરે તેમનું સાધુપણું ઉત્તરગુણના સેવનને કારણે નાશ પામે છે.
વળી વિષમ સ્વભાવને કારણે એકાકી વિચરે છે, તેઓ સંયમયોગમાં ઉસ્થિત નથી; કેમ કે બધાની સાથે સ્વભાવમાં વિરોધ પડે છે. તેથી પાર્શ્વસ્થા છે. વળી ગૃહસ્થ સંબંધી કથા કરે છે અર્થાત્ જે ગૃહસ્થ જે પ્રકારની પ્રકૃતિવાળા હોય તેમને તે પ્રકારે પૃચ્છા વગેરે કરીને તેને સંતોષ થાય તે રીતે કથન કરે છે, તેઓ પ્રમાદી હોવાથી પાર્શ્વસ્થા છે.
વળી દિવ્ય વગેરે પાપકૃતોને ભણે છે, જેના દ્વારા લોકો પ્રભાવિત થાય, તે પાર્શ્વસ્થા છે; કેમ કે સંયમજીવન કેવળ ગુણવૃદ્ધિને અનુકૂળ શાસ્ત્ર ભણવા માટે અનુજ્ઞાત છે, છતાં તે પ્રકારના રસને વશ થઈને માપદ્યુતો ભણે છે તે પાર્શ્વસ્થા છે. વળી પાર્શ્વસ્થાને લોકરંજનમાં રસ હોય છે, સંયમના અનુષ્ઠાનમાં રસ નથી. માત્ર સાધુના વેષમાં રહેલા છે, તેથી કંઈક ઉચિત ક્રિયાઓ કરતા હોય તો પણ તેમની શક્તિ લોકોના ચિત્તરંજનમાં પ્રવર્તતી હોય છે. I૩૭૧ાા ગાથા -
परिभवइ उग्गकारी, सुद्धं मग्गं निगूहई बालो ।
विहरइ सायागरुओ, संजमविगलेसु खित्तेसु ॥३७२।। ગાથાર્થ :
ઉચકારી સાધુનો પરિભવ કરે છે, શુદ્ધ માર્ગને ગોપવે છે, બાલ શાતાગારવવાળો સંયમવિકલ ક્ષેત્રોમાં વિચરે છે. II૩૭૨ ટકા -
परिभवति न्यक्करोत्युग्रकारिण उद्यतविहारिणः सुसाधून शुद्धमकलङ्क मार्ग ज्ञानादिकं निगूहयति प्रच्छादयति बालोऽज्ञो विहरति सातगुरुकः सुखतत्परः संयमविकलेषु सुसाधुभिरवासितेषु संसक्त्यादिदोषयुक्तेषु वा क्षेत्रेष्विति ।।३७२।। ટીકાર્ય :
રમવતિ — ક્ષેત્રે સ્થિતિ | ઉગ્રકારી સાધુને=ઉધતવિહારી સાધુઓને, પરિભવ કરે છે–તિરસ્કાર