Book Title: Updesh Mala Part 02
Author(s): Dharmdas Gani, Siddharshi Gani, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 212
________________ ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૯-૩૭૦ ૧૫ દ્વેષનો સ્પર્શ થતો હોય તો તે પાર્થસ્થા છે; કેમ કે આહારના સેવનકાળમાં તેમનો પરિણામ રાગ-દ્વેષને અનુકૂળ વર્તે છે. શમભાવની વૃદ્ધિને અનુકૂળ યત્ન કરતા નથી. વળી સાધુએ વેદનાદિ છ કારણથી આહાર વાપરવો જોઈએ અને તે કારણ વગર આહાર વાપરે તો તે પાર્શ્વસ્થા છે; કેમ કે આહારસંજ્ઞાથી આહારની પ્રવૃત્તિ હોવાને કારણે સંજ્ઞાની વૃદ્ધિને અનુકૂળ વ્યાપાર છે. વળી આહાર સંજ્ઞાથી વેદનાદિ કારણ વગર આહાર વાપરતા હોય તો પાર્શ્વસ્થાની પ્રાપ્તિ છે અને જેમને વાપરતી વખતે રાગ-દ્વેષનો ઉપયોગ ન પ્રવર્તતો હોય અને ભાવિત પતિને કારણે અંગારદોષ કે ધૂમદોષ સેવતા નથી, તોપણ વેદનાદિ કારણ રહિત આહાર વાપરે છે, ત્યાં આહાર સંજ્ઞા પ્રવર્તક છે માટે પાર્શ્વસ્થા છે. વળી કોઈ સાધુ શરીર પુષ્ટ અને સુંદર રહે તે માટે આહાર વાપરે તોપણ પાર્થસ્થા છે અર્થાતુ વેદનાદિ છ કારણોમાંથી કોઈક કારણે આહાર વાપરે તોપણ કયા આહારથી શરીર પુષ્ટ થશે, તેવો અધ્યવસાય હોવાથી પાસ્થા છે. વળી રૂપ-બળ માટે આહાર વાપરતા હોય અને ઇષ્ટમાં રાગ અને અનિષ્ટમાં દ્વેષ થતો હોય તો પાર્થસ્થાપણું અધિક પ્રાપ્ત થાય છે. વળી રજોહરણને ધારણ કરે નહિ અથવા રજોહરણને જીવરક્ષા માટે જે રીતે પ્રવર્તાવવું જોઈએ તે રીતે તેનો ઉપયોગ કરે નહિ તે પાર્થસ્થા છે; કેમ કે રજોહરણ ધારણ કરવા માત્રથી સંયમનું પ્રયોજન સિદ્ધ થતું નથી. આથી રજોહરણ અર્થાત્ પાદપુંછનને જીવરક્ષા અર્થે પગને પૂંજવા માટે કે પરઠવવાના પ્રસંગે ભૂમિ વગેરેને પૂંજવા માટે ઉપયોગ કરતા નથી, સાચવી રાખે છે તેઓ પાર્શ્વસ્થા સાધુ છે. IIBકલા ગાથા : अट्ठमछट्ठचउत्थं, संवत्सरचाउमासपक्खेसु । न करेइ सायबहुलो, न य विहरइ मासकप्पेणं ॥३७०।। ગાથાર્થ : શાતાબહુલ સાધુ વર્ષમાં, ચોમાસામાં, પખવાડિયામાં અઠમ, છઠ, એક ઉપવાસ કરતા નથી અને માસકલ્પથી વિહાર કરતા નથી. ૩૭oll ટીકા - अष्टमं च षष्ठं च चतुर्थ चेति द्वन्द्वकवद्भावस्तद्यथाक्रम संवत्सरश्च चातुर्मासकश्च पक्षश्चेति द्वन्द्वस्तेष्विह तु बहुवचननिर्देशः प्रतिसंवत्सरादिकरणज्ञापनार्थः, न करोति सातबहुलः सुखशीलतया, न च विहरति मासकल्पेन तत्काले सत्यपीति ।।३७०।। ટીકાર્ય : અહમ .... સત્યરીતિ | અઠમ, છઠ અને ચતુર્થ એ પ્રમાણે હૃદ્ધ એકવ૬ ભાવ છે, તેને યથાક્રમ વર્ષ, ચોમાસું અને પક્ષ એ પ્રકારે % સમાસ છે, તેમાં શાતાબહલ સાધુ તપ કરતા

Loading...

Page Navigation
1 ... 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230