________________
૧૬.
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૩૭૦-૩૦૧ નથી, અહીં=સમાસમાં, સંવત્સરાદિનો દ્વન્દ સમાસ હોવા છતાં બહુવચનનો નિર્દેશ દરેક વર્ષ વગેરેમાં તપ કરવાનું જણાવવા માટે છે અને તે કાલ હોતે છતે પણ=માસકલ્પનો કાલ હોતે છતે પણ, સુખશીલપણાથી માસકલ્પથી વિહાર કરતા નથી. II૩૭૦ ભાવાર્થ -
સાધુએ શક્તિના પ્રકર્ષથી ઉચિત તપમાં ઉદ્યમ કરવો જોઈએ અને તેવા ઉદ્યમશીલ સાધુએ પર્યુષણમાં અવશ્ય અદ્યમ કરવો જોઈએ. ચોમાસામાં છઠ કરવો જોઈએ અને પખવાડિયામાં એક ઉપવાસ કરવો જોઈએ. કોઈ શક્તિના અભાવને કારણે બલવાન યોગના રક્ષણ માટે અર્થાત્ સ્વાધ્યાયાદિ સિદાય નહિ તે માટે અઠમ વગેરે ન કરે તો પણ સુસાધુ છે. જેમ કુરગડ મુનિ અને કોઈ શાતાના અર્થી સાધુ અંતરંગ યત્ન દ્વારા સ્વાધ્યાય વગેરે કરી શકે તેમ હોય છતાં અઠમ વગેરે ન કરે તો પાર્શ્વસ્થા છે.
વળી ક્ષેત્રના પ્રતિબંધના પરિવાર માટે સાધુએ માસકલ્પથી વિહાર કરવો જોઈએ, છતાં જેઓ મનસ્વિતાથી સતત વિહાર કરે છે કે માસથી વધારે એક ક્ષેત્રમાં રહે છે, તે પાર્શ્વસ્થા છે, માટે ચિત્તમાં ક્ષેત્રનો સંગ ન થાય, ગૃહસ્થનું મમત્વ ન થાય તે પ્રકારે દઢ પ્રણિધાનપૂર્વક તેના ઉપાયરૂપે માસકલ્પ કરવો જોઈએ અને જે તે પ્રમાણે કરતા નથી, કદાચ બાહ્યથી માસકલ્પ કરતા હોય તોપણ પાર્થસ્થા છે. I૩૭૦માં
ગાથા -
नीयं गिण्हइ पिंडं, एगागी अच्छए गिहत्थकहो ।
पावसुयाणि अहिज्जइ, अहिगारो लोगगहणम्मि ॥३७१।। ગાથાર્થ -
નિત્ય પિંડને ગ્રહણ કરે છે, એકાકી રહે છે, ગૃહસ્થની કથાવાળા છે, પાપગ્રુતને ભણે છે (તેનો) લોકગ્રહણમાં અધિકાર છે. [૩૭૧II ટીકા :
नित्यं प्रतिदिनमेकगृहाद् गृह्णाति पिण्डम्, एकाकी केवल आस्ते, गृहस्थानां सत्का कथा यस्य स गृहस्थकथः, पापश्रुतानि दिव्यादीन्यधीते पठत्यधिकारस्तप्तिर्यस्य लोकग्रहणे जनचित्तरञ्जने न स्वानुष्ठान इति ।।३७१।। ટીકાર્ય :
નિર્ચ... સ્વાનુષ્ઠાન કૃતિ | નિત્ય=દરેક દિવસે, એક ઘરેથી પિંડને ગ્રહણ કરે છે, કેવળ એકાકી રહે છે, ગૃહસ્થના સંબંધવાળી કથા છે જેને તે ગૃહસ્થની કથાવાળો છે. દિવ્ય વગેરે પાપશુતોને ભણે છે, તેને લોકગ્રહણમાં અધિકાર છેઃલોકોના ચિતનું રંજન કરવામાં અધિકાર છે, પોતાના અનુષ્ઠાનમાં નથી. II૩૭૧