________________
૧૭૬.
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૫૪-૩૫
ભાવાર્થ :
સાધુ કેવળ સંયમના કંડકોની વૃદ્ધિ માટે સંયમવૃદ્ધિનું પ્રામાણિક કારણ દેખાય ત્યારે યતનાપૂર્વક અપવાદો સેવે છે, જેના દ્વારા શમભાવને અનુકૂળ સ્વાધ્યાયાદિમાં ઉચિત યત્ન થાય છે, પરંતુ જેઓ સાધુવેષમાં છે, સુખશીલિયા સ્વભાવવાળા છે તેના કારણે બેંતાલીસ એષણાના દોષમાંથી સંયોગ અનુસાર દોષો સેવે છે. ધાત્રીપિંડ, શવ્યાપિંડને ગ્રહણ કરે છે અર્થાત્ ગૃહસ્થ સાથે સંબંધ રાખે છે, તેથી ગૃહસ્થ પાસેથી અનુકૂળ આહારાદિની પ્રાપ્તિ થાય છે અને શાસ્ત્રમાં શય્યાતર પિંડનો નિષેધ કર્યો હોવા છતાં તેને ગ્રહણ કરે છે. વળી શરીર પ્રત્યે મમત્વના કારણે કે ઇન્દ્રિયની લાલસાના કારણે વારંવાર આહાર ગ્રહણ કરી શરીરને પુષ્ટ કરે છે. વિગઈના ત્યાગનું સામર્થ્ય હોવા છતાં શરીર પ્રત્યેના મમત્વથી વિગઈ સેવે છે અને અનુકૂળતાના અર્થી હોવાથી વાસી એવા ગોળ આદિ દ્રવ્યો સંનિધિરૂપે રાખે છે. જેથી ભોજનકાળમાં તેની પ્રાપ્તિ ન થઈ હોય તોપણ તે સંનિધિ રાખેલા ગોળ આદિથી ઇષ્ટ ભોજનની પ્રાપ્તિ થાય છે. તે સર્વ પાર્થસ્થાદિપણાને પામે છે. ફક્ત સંયમના અત્યંત અર્થી સાધુ આગાઢ કારણે શરીરની તેવી વિષમ સ્થિતિમાં સમાધિની વૃદ્ધિ માટે શક્ય ઉચિત યતના કરે તો તેઓને પાર્થસ્થાદિપણાની પ્રાપ્તિ થાય નહીં. નહિ તો આ સર્વ દોષો સેવનારને પાર્થસ્થાદિ ભાવોની પ્રાપ્તિ થાય. Il૩પ૪ના
ગાથા -
सूरप्पमाणभोई, आहारेई अभिक्खमाहारं ।
न य मंडलिए भुंजइ, न य भिक्खं हिंडई अलसो ॥३५५।। ગાથાર્થ :
સૂર્યપ્રમાણભોજી=સૂર્યાસ્ત સુધી ભોજન કરનાર, વારંવાર આહારને વાપરે છે, માંડલીમાં ભોજન કરતો નથી અને આળસુ ભિક્ષાને માટે જતો નથી. Il૩પપા. ટીકા :
सूर्यप्रमाणेन यावदादित्यस्तिष्ठति तावद् भोक्तुं शीलमस्य सूरप्रमाणभोजी, आहारयत्यभीक्ष्णमाहारमशनादिकं न च नैव मण्डल्यां साधुभिः सह भुङ्क्ते न च भिक्षां हिण्डतेऽलसः आलस्योपहતત્ત્વાતિ પારૂલબા! ટીકાર્ય :
સૂર્યમાન - તત્વતિ | સૂર્યપ્રમાણથી=જ્યાં સુધી સૂર્ય રહે ત્યાં સુધી ખાવાનો સ્વભાવ છે આને એ સૂર્યપ્રમાણભોજી છે, અભીક્ષણ=વારંવાર, અશવાદિ વાપરે છે. માંડલીમાં સાધુઓની સાથે વાપરતો નથી જ, આળસુ ભિક્ષા માટે જતો નથી, કેમ કે આળસથી ઉપહતપણું છે. ૩૫પા