________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૫૬–૩૫૭
૧૭૯
કારણ બને તે રીતે દેહનું પાલન કરે છે. તેથી જેઓ શાતાના અર્થી થઈને મલને દૂર કરે છે, તેવા અવસ્થિત પરિણામવાળા છે તેઓ પાર્શ્વસ્થા છે.
વળી જેઓ પગરખાંને ધારણ કરે છે, તેઓ શાતાના અર્થી હોવાથી ધર્મના ઉપકરણથી અતિરિક્ત ઉપાનહને ધારણ કરે છે. જેમાં જીવહિંસાની પણ અધિક સંભાવના છે; કેમ કે ઈર્યાસમિતિપૂર્વક ચાલવા છતાં તે સ્થાનમાં ચક્ષુને અગોચર કોઈ સૂક્ષ્મ જીવ હોય તો પગરખાં વગર ગમન કરવાથી તેના રક્ષણની થોડી સંભાવના રહે છે, પણ પગરખાંને કારણે તેની હિંસા થાય છે. તેમ જાણવા છતાં શાતાના અર્થી પગરખાં પહેરે છે, તેઓ પાર્શ્વસ્થાદિ છે. વસ્તુતઃ સુસાધુએ શમભાવની વૃદ્ધિમાં દેહને પ્રવર્તાવવો જોઈએ અને જ્યારે સંયમની વૃદ્ધિમાં શરીર શિથિલ જણાય ત્યારે શક્તિ હોય તો વિધિપૂર્વક અનશનાદિ દ્વારા શરીરનો ત્યાગ કરવો જોઈએ, પરંતુ દેહનું મમત્વ વધે અથવા ચિત્તમાં સૂક્ષ્મ પણ રહેલું દેહનું મમત્વ પુષ્ટ થાય તેવી પગરખાંને ધારણ કરવાની ક્રિયા કરે તો સંયમ મલિન થાય છતાં તે રીતે જેઓ હંમેશાં કરે છે તે પાર્શ્વસ્થાદિ છે.
વળી સુસાધુ અચેલ પરિષહને જીતનારા હોય છે, તેથી ધર્મના ઉપકરણ સિવાય કોઈ વસ્ત્ર ધારણ કરતા નથી અને જે ધારણ કરે છે, નગ્નતાના પરિહાર માટે, જીવરક્ષા માટે અને ધ્યાન-અધ્યયનમાં બાધક થાય તેવા ઠંડી વગેરેના પરિહાર માટે ધારણ કરે છે. તેથી પોતે વસ્ત્ર ધારણ કરતા નથી એવો અધ્યવસાય સ્થિર કરવા માટે અને નગ્નતાના પરિહાર માટે જે ચોલપટ્ટક ધારણ કરે છે, તે ઢીંચણથી ઉપર અને નાભિથી નીચે ધારણ કરે છે અને કેડમાં તેને વાળતા નથી, પરંતુ નગ્નતાના પરિહાર પૂરતું જ ધારણ કરે છે. વર્તમાનમાં જિતવ્યવહાર અનુસાર કંદોરાનું વિધાન છે, છતાં જેઓ ચોલપટ્ટાને કેડમાં વાળે છે, તેઓ શિથિલાચાર સેવનારા હોવાથી પાર્શ્વસ્થાદિ છે. અપવાદિક કારણ ન હોય તો સાધુએ શાસ્ત્રમર્યાદાનુસા૨ વસ્ત્રાદિ ધારણ કરવાં જોઈએ. ગાથામાં અકાર્યમાં એ પદનો સંબંધ ગાથા-૩૫૪-૩૫૫૩૫૬માં બતાવેલી સર્વ આચરણાઓ સાથે જોડવો. II૩પા
ગાથા =
गामं दे च कुलं, ममायए पीढफलगपडिबद्धो ।
घरसरणेसु पसज्जइ, विहरइ य सकिंचनो रिक्को ।। ३५७ ।।
ગાથાર્થ ઃ
ગામ, દેશ, ફુલ મારાં આ છે એ પ્રમાણે માને છે. પીઠ-ફ્લકમાં પ્રતિબંધવાળા છે, ઘરશરણમાં આસક્ત છે અને સચિન વિચરે છે, રિક્ત=નિગ્રંથ હું છું, એ પ્રમાણે માને છે. II૩૫૭।।
ટીકા
ग्राममुपलक्षणं चेदं नगरादीनां देशं च लाटदेशादिकं, कुलमुग्रादिकं, 'ममायए'त्ति ममैतदिति मन्यते पीढफलकप्रतिबद्धः ऋतुबद्धेऽपि तत्सेवनासक्त इत्यर्थः गृहसरणेषु भवननीव्रादिषु, गृहस्मरणेषु,