________________
૧૮૨
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૫૯
ગાથા -
सोवइ य सव्वराई, नीसठुमचेयणो न वा झरइ ।
न पमज्जंतो पविसइ, निसीहियावस्सियं न करे ।।३५९।। ગાથાર્થ :
અને સર્વ રાત્રિ સૂએ છે, અચેતન-નિચેષ્ટ સૂએ છે અથવા સ્વાધ્યાય કરતો નથી, પ્રમાર્જના કરતો પ્રવેશ કરતો નથી, વૈષેલિકી અને આવશ્યકી કરતો નથી. [૩૫૯ll ટીકા :
स्वपिति च सर्वरात्रं 'नीसटुं'ति निःप्रसरमचेतनः काष्ठवत् 'न वा झरइ' त्ति स्वाध्यायं न करोतीत्यर्थः, न प्रमृजन रजोहरणेन प्रविशति वसतो तमसीति गम्यते, नैषेधिकीं प्रविशन्नावश्यिकां निर्गच्छन्न करोतीति ।।३५९॥ ટીકાર્ય :
ત્તિ ... કરોતિ છે અને આખી રાત્રિ સૂએ છે, નિઃપ્રસર=અચેતન, લાકડાની જેમ સૂએ છે, સ્વાધ્યાય કરતો નથી, અંધકારમાં રજોહરણથી પ્રાર્થના કરતો વસતિમાં પ્રવેશ કરતો નથી, પ્રવેશ કરતો નધિકીને જતો આવશ્યકીને કરતો નથી. અ૩૫૯ ભાવાર્થ :
જે સાધુ સર્વત્ર શમભાવની પરિણતિવાળા છે, તેઓ સતત જિનવચનનું અવલંબન લઈને અપ્રમાદભાવની વૃદ્ધિ થાય તે રીતે સંયમયોગમાં ઉસ્થિત રહે છે, પરંતુ જેઓ શાતાના અર્થી છે, તેઓ આખી રાત સૂઈ રહે છે અથવા રાત્રે સૂએ ત્યારે ગાઢ નિદ્રામાં અચેતનની જેમ સૂએ છે. વસ્તુતઃ સુસાધુ ગાઢ નિદ્રા ન આવે તે રીતે સંકોચાઈને સૂએ છે; કેમ કે સંયમને અનુકૂળ સંવરનો પરિણામ નિદ્રાકાળમાં પણ વર્તવો જોઈએ, તેને બદલે ગૃહસ્થની જેમ જેઓ ઘસઘસાટ ઊંઘે તે પાર્થસ્થા સાધુ છે. વળી રાત્રે વસતિમાં પ્રવેશ કરતી વખતે કે અંધકારમાં વસતિમાં પ્રવેશ કરતી વખતે રજોહરણથી પ્રમાર્જન કરીને પ્રવેશ કરતા નથી, તેમનું ચિત્ત ષકાયના પાલનને અનુકૂળ દયાળુ નથી, તેથી પાર્શ્વસ્થા છે. વળી સ્વાધ્યાય કરીને સંયમની વૃદ્ધિ થાય તે રીતે આત્માને સતત ભાવિત કરતા નથી, તેઓ પાર્શ્વસ્થા છે. વળી સંયમનું પ્રયોજન હોય ત્યારે વસતિથી બહાર જતી વખતે સંયમની વૃદ્ધિને અનુકૂળ દૃઢ ઉપયોગ પ્રવર્તે તેવી પ્રતિજ્ઞા કરવા માટે સુસાધુ આવશ્યકી કરે છે અને સમિતિપૂર્વક તે પ્રવૃત્તિ કરે છે. જેથી તે પ્રવૃત્તિ દ્વારા અવશ્ય સંયમની વૃદ્ધિ થાય અને સંયમનું પ્રયોજન ન હોય તેવા કૃત્ય માટે બહાર જતા નથી. આ રીતે આવશ્યક આદિ નહિ કરનારા પાર્થસ્થા સાધુ છે. વળી અવશ્ય કાર્ય પૂર્ણ થયું, માટે હવે વસતિમાં અત્યંત સંવૃત ગાત્રવાળો થઈને હું સંયમની વૃદ્ધિ કરીશ, એ પ્રકારની પરિણતિને અતિશયિત કરવા માટે સાધુ નિસહિના પ્રયોગથી