________________
૧૮૮
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૩૬૪ ગાથાર્થ :
જલદી જલદી ગમન ક્યિા કરે છે અને મૂઢ સાધુ રાત્વિકનો પરિભવ કરે છે, પરપરિવાદને કરે છે, નિષ્કરભાષી અને વિકથાશીલ છે. ll૩૬૪ ટીકાઃ
रीयते च गच्छति च 'दवदवाए' त्ति द्रुतं द्रुतं मूढः परिभवति तिरस्कुरुते तथा च रत्नाधिकान् ज्ञानादिप्रधानान् परपरिवादं गृह्णाति अन्याऽश्लाघां करोति निष्ठुरभाषी कर्कशवचनो विकथाशीलः, स्त्र्यादिकथातत्पर इति ॥३६४॥ ટીકાર્ય :
રીતે થાતર રૂતિ છે અને જે સાધુ જલદી જલદી જાય છે અને મૂઢ એવો રતાધિકનો પરિભવ કરે છે=જ્ઞાનાદિ પ્રધાન છે જેમને એવા સાધુઓનો તિરસ્કાર કરે છે, પરંપરિવાદને ગ્રહણ કરે છે=બીજાની નિંદા કરે છે, નિષ્ઠુરભાષી કર્કશ વચન બોલવાવાળા છે, વિકથાશીલ શ્રી આદિની કથામાં તત્પર છે. ૩૬૪તા. ભાવાર્થ :
સાધુ સંયમના પ્રયોજન સિવાય ગમનની ચેષ્ટા કરે નહિ અને સંયમના પ્રયોજનથી જતા હોય ત્યારે પણ યતનાપૂર્વક મંથરગતિથી જાય છે; કેમ કે જલદી પહોંચવાની ઉત્સુકતા નથી, પરંતુ સ્વસ્થતાપૂર્વક ઉચિત પ્રવૃત્તિ કરીને સમભાવની વૃદ્ધિ કરવાનો પરિણામ છે. આથી સમભાવની વૃદ્ધિ માટે જિનવચનનું અવલંબન લઈને પ્રયોજનથી ગમનાદિ કરે છે, પણ જેમનું ચિત્ત તે પ્રકારે શાંત થયું નથી, તેઓ અનેક પ્રકારની પ્રવૃત્તિ કરવાના અર્થી હોવાથી જલદી જલદી ગમન કરે છે તે પાર્થસ્થા છે. વળી કેટલાક મૂઢ સાધુ રત્નાધિકનો પરિભવ કરે છે, તેઓ અત્યંત વિરાધક હોવાથી પાર્શ્વસ્થા છે. વળી સુસાધુ ક્યારેય બીજાની અશ્લાઘા કરે નહિ, આથી પાર્શ્વસ્થાનું સ્વરૂપ બતાવવું હોય ત્યારે વ્યક્તિનો ઉલ્લેખ કરીને આ પાર્થસ્થા છે, તેવો ઉલ્લેખ કરે નહિ. કદાચ કોઈકના હિત માટે કહેવું પડે તોપણ જરા દ્વેષથી આ પાર્શ્વસ્થા છે તેમ કહે નહિ. પરંતુ બીજાની ક્ષતિ નહિ સહન કરવાના સ્વભાવવાળા બીજાનું જે કંઈ હીન દેખાય તે લોકોને કહે છે અને વિચારે છે કે તેમની હીનતાને લોકો જાણશે તો પોતે સારા છે તેમ લોકને લાગશે તેવા પર પરિવાદી પાર્શ્વસ્થા છે.
વળી જે સાધુ નિષ્ફરભાષી છે અર્થાત્ કોઈને કંઈક કહેવાનો પ્રસંગ હોય ત્યારે કર્કશ વચન બોલે છે, તેઓ અન્ય સર્વ રીતે સંયમયોગમાં ઉસ્થિત હોય તોપણ પાર્શ્વસ્થા છે. વળી જે સાધુ સ્ત્રીકથા, રાજકથા વગેરે કહેવાના સ્વભાવવાળા છે અને પોતે તે વિષયમાં સારું જાણે છે, તેવું બતાવવાની વૃત્તિવાળા છે, તેનાથી તેમનો વિકથાનો રસ પોષાય છે, તેથી અન્ય રીતે સંયમમાં ઉસ્થિત હોય તોપણ પાર્થસ્થા છે. વસ્તુતઃ ધર્મકથા કરતા હોય ત્યારે પણ સંવેગથી ભાવિત ન હોય અને હું ધર્મકથા કરવામાં કુશળ છુ