________________
૧૦.
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૩૫-૩૬૬ અપવાદથી કોઈ દઢ સમ્યગ્દષ્ટિને વિશેષ લાભ જણાય ત્યારે તેની વેયાવચ્ચ કરે, આમ છતાં કોઈ સાધુ પ્રકૃતિથી દયાળુ હોય પણ વિવેકી ન હોય તો વિદ્યા, મંત્ર, યોગ કે ચિકિત્સા દ્વારા અસંયમીને ઉપકાર કરવાની પ્રવૃત્તિ કરે તે પાર્થસ્થા દોષ છે, માટે સુસાધુએ તેનો ત્યાગ કરવો જોઈએ. વળી એષણામાં ગૃહસ્થના આગ્રહ વગેરેથી ભૂતિકર્મ કરે તો એષણાદોષને સેવનાર તે સાધુ પાર્શ્વસ્થા છે.
વળી કેટલાક સાધુ ભણાવવામાં કુશળ હોય કે નિમિત્ત કહેવામાં કુશળ હોય તેના દ્વારા સુંદર વસ્ત્રપાત્ર આહારાદિ પ્રાપ્ત કરે તો તે અક્ષરનિમિત્તજીવી પાર્શ્વસ્થા છે. વળી જેઓ આરંભમાં પ્રવૃત્તિ કરનારા છે અને ભગવાને કહેલ છે, તેનાથી અધિક ઉપકરણને ગ્રહણ કરનારા છે, તેઓ પાર્શ્વસ્થા છે. IBકપા ગાથા -
कज्जेण विणा उग्गहमणुजाणावेइ दिवसओ सुयइ ।
अज्जिलाभं भुंजइ, इत्थिनिसिज्जासु अभिरमइ ।।३६६।। ગાથાર્થ :
કાર્ય વિના અવગ્રહની અનુજ્ઞા માગે છે, દિવસે સૂએ છે, સાધ્વીથી મેળવાયેલાને ભોગવે છે, સ્ત્રી બેસીને ઊઠે ત્યાં બેસે છે. II3991 ટીકા -
कार्येण विना निष्प्रयोजनमवग्रहं देवेन्द्रादीनामनुज्ञापयति, दिवसतो दिने स्वपिति शेते, आर्यिकालाभं भुङ्क्ते, स्त्रीनिषद्यासु तदुत्थानानन्तरमभिरमत इति ॥३६६॥ ટીકાર્ય :
સર્વે ને ..... ગરિમા તિ | કાર્ય વિના=પ્રયોજન વગર, દેવેન્દ્ર વગેરેના અવગ્રહની અનુરા માગે છે, દિવસે સૂએ છે, સાધ્વીથી મેળવાયેલાને ભોગવે છે, સ્ત્રી બેઠેલી હોય ત્યાં તેના ઊડ્યા પછી બેસે છે. ૩૬૬ ભાવાર્થ
સાધુ સંયમના પ્રયોજનથી યથાઉચિત દેવેન્દ્ર આદિ પાંચના અવગ્રહની યાચના કરે છે, તેનાથી અદત્તાદાનનો પરિહાર થાય છે, પણ જે સાધુ સંયમનું પ્રયોજન ન હોય તેવી વસતિની યાચના કરે અથવા સંયમ માટે પરિમિત વસતિની આવશ્યકતા હોય છતાં વિશાળ વસતિની યાચના કરીને ગ્રહણ કરે તો તે વસતિ સંયમને ઉપકારક નહિ હોવાથી નિપ્રયોજન ગ્રહણ છે, છતાં ગ્રહણ કરે છે, તેથી પાર્શ્વસ્થા છે.
વળી સાધ્વીઓ દ્વારા લેવાયેલ આહાર-વસ્ત્ર-પાત્ર સાધુ ગ્રહણ કરે નહિ, સાધ્વીથી પરિકર્મિત કરેલાં પાત્રા, ઓઘો વગેરે ગ્રહણ કરે નહિ, પરંતુ પોતાના વીર્યને ગોપવ્યા વગર પોતાનું કૃત્ય પોતે કરે, કદાચ