________________
૧૯૨
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૧૭–૩૮
ભગવાને ક્ષેત્રાદિના પ્રતિબંધના પરિવાર માટે નવકલ્પી વિહાર કહેલ છે' તો ગુણસ્થાનકનું રક્ષણ થાય છે, તેમ પારિષ્ઠાપનિકા સમિતિમાં પણ જે મહાત્મા દયાળુ ચિત્તપૂર્વક ઉચિત યતના કરે તે સુસાધુ છે, નથી કરતા તે પાર્શ્વસ્થા છે.
વળી સવારે ઊઠે ત્યારે પ્રમાદી સ્વભાવને કારણે સંથારા ઉપર બેસીને પ્રતિક્રમણ કરે અથવા વસ્ત્ર ઓઢીને પ્રતિક્રમણ કરે તે પાર્થસ્થા સાધુ છે. વસ્તુતઃ સુસાધુ દઢ પ્રણિધાનની વૃદ્ધિ થાય તે રીતે સંયમની સર્વ ક્રિયા કરે છે. પ્રતિક્રમણ સંથારાનો ત્યાગ કરીને અપ્રમાદથી ઉપયોગપૂર્વક કરવું જોઈએ. વળી ઠંડી વગેરેથી રક્ષણ મેળવવાના આશયથી વસ્ત્ર ઓઢવું જોઈએ નહિ, પરિષદને સહન કરીને દઢ પ્રણિધાનપૂર્વક ક્રિયામાં યત્ન કરવો જોઈએ, તેમ નહિ કરનારા શાતાના અર્થી હોવાથી પ્રતિક્રમણકાળમાં પણ શાતા પ્રત્યેના પ્રતિબંધયુક્ત અધ્યવસાયવાળા હોવાથી પાર્શ્વસ્થા છે.
વળી કોઈ ગ્લાન સાધુ સંથારા ઉપર બેસીને કે વસ્ત્ર પહેરીને પણ અંતરંગ રીતે વિધિમાં ઉપયોગપૂર્વક પ્રતિક્રમણ કરે તો પાર્થસ્થા બને નહિ અને ગ્લાન દશામાં પણ ગ્લાન દશાથી વ્યાકુળ ચિત્તવાળા હોય અને શાતાના અર્થી હોય તો પ્રમાદ કરતાને પાર્શ્વસ્થપણાની પ્રાપ્તિ થાય; કેમ કે અંતરંગ રીતે શમભાવની વૃદ્ધિને અનુકૂળ ઉચિત યત્ન કરનારા સાધુમાં સંયમસ્થાન છે અને તેમાં જે જે અંશથી જેટલો જેટલો પ્રમાદ કરે છે, તે તે અંશથી તેટલું પાર્થસ્થાપણું પ્રાપ્ત થાય છે, માટે અપવાદથી સંથારામાં બેસીને કે વસ્ત્ર ઓઢીને પ્રતિક્રમણ કરતા હોય ત્યારે પણ ભગવાને અપ્રમાદની વૃદ્ધિ માટે જે આજ્ઞા કરી છે તેનું સ્મરણ કરીને તેને અનુરૂપ અંતરંગ વ્યાપારવાળા થઈને તેને પોષક ઉચિત યતના કરે તો પાર્થસ્થપણાની પ્રાપ્તિ થાય નહિ. II39ના
ગાથા -
न करेइ पहे जयणं, तलियाणं तह करेइ परिभोगं ।
चरइ अणुबद्धवासे, सपक्खपरपक्खओमाणे ॥३६८।। ગાથાર્થ :
માર્ગમાં યતનાને કરતા નથી, તેમ પગરખાંનો પરિભોગ કરે છે. અનુબદ્ધ વાસમાં=વર્ષાકાળમાં, સ્વપક્ષ-પરપક્ષના અપમાનમાં ફરે છે. ૩૬૮ll ટીકા :
न करोति पथि-मार्गे, यतनां प्रासुकोदकान्वेषणादिकां तलिकयोरुपानहोस्तथा करोति परिभोगं शक्तोऽपि तद्विनामार्गे गन्तुमत एव प्रागुक्ताद् विशेषश्चरत्यनुबद्धवर्षे वर्षाकाले स्वपक्षपरपक्षापमाने साधुप्रचुरे भौताद्याकुले वा लाघवहेतौ क्षेत्रे सुखशीलतया विहरतीत्यर्थः ।।३६८।।