________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૬૩-૩૬૪
ટીકા -
स्थापनाकुलानि बृहत्प्रयोजनसाधकानि गुरोर्गृहाणि न स्थापयति, निष्कारणं तेषु प्रविशतीत्यर्थः, पार्श्वस्थैश्च सह सङ्गतं मैत्रीं कुरुते नित्यापध्यानरतः सदा दुष्टचित्तो न च प्रेक्षाप्रमार्जनाशीलः પ્રમત્તત્વાિિત ૬।।
૧૮૭
ટીકાર્થ ઃ
स्थापनाकुलानि • પ્રમત્તત્વાવિત્તિ ।। સ્થાપના ફુલોને=ગુરુના મોટા પ્રયોજનના સાધક એવાં ઘરોને, સ્થાપતા નથી, નિષ્કારણ તેઓમાં પ્રવેશ કરે છે. પાર્શ્વસ્થાઓની સાથે સંગતમૈત્રીને કરે છે, નિત્ય અપધ્યાનમાં રત=હંમેશાં દુષ્ટ ચિત્તવાળા, અને પ્રમત્તપણું હોવાથી પ્રેક્ષા-પ્રમાર્જનાશીલ નથી. ।।૩૬૩॥ ભાવાર્થ:
જે સાધુ માસ-કલ્પાદિ વિધિ અનુસાર વિહાર કરીને બીજા ક્ષેત્રમાં જાય છે, ત્યાં ગુરુના મોટા પ્રયોજનને સાધે તેવાં ઘરોનું સ્થાપન કરે છે; કેમ કે ગુરુ વાચનાદિ આપે છે. સન્માર્ગનું સ્થાપન કરે છે તેમને તેને અનુકૂળ આહાર વગેરે પ્રાપ્ત ન થાય તો ગચ્છ સીદાય, તેથી તેવા મહાત્માઓને જે ઘરોમાંથી નિર્દોષ આહાર પ્રાપ્ત થાય તેવાં સુખી અને ભક્તિવાળાં ઘરોને સ્થાપનાકુલરૂપે સ્થાપે છે, ત્યાંથી કોઈ સાધુ ગોચરી ગ્રહણ કરતા નથી, તેથી ગુરુના પ્રયોજનથી આહારાદિ લાવવા આવશ્યક જણાય ત્યારે શુદ્ધ આહાર મળી શકે. આમ છતાં જે સાધુ પ્રમાદી છે, તે અન્ય સર્વ આચરણા કરવા છતાં તેવાં સ્થાપનાકુલો સ્થાપતા નથી અને ત્યાં નિર્દોષ ભિક્ષા સુલભ છે, તેમ માનીને નિષ્કારણ અર્થાત્ ગુરુના પ્રયોજન વગર તે ઘરોમાં ગોચરી માટે જાય છે તેઓ પાર્શ્વસ્થા છે.
વળી પાર્શ્વસ્થા સાથે મૈત્રી કરે છે, તેમાં તેની સાથે આલાપ-સંલાપથી થનારા દોષોની સંભાવના રહે છે. ભગવાને તેનો નિષેધ કર્યો છે, છતાં તેમ કરે છે, તેઓ પાર્શ્વસ્થા છે. ક્યારેક સુસાધુ પ્રવચનના લાઘવના પરિહાર માટે પાર્શ્વસ્થા સાથે વસે તો ઉચિત સંભાષણ કરે, પરંતુ મૈત્રી કરે નહિ, માટે દોષનો સંભવ નથી. વળી જે સાધુ હંમેશાં બાહ્ય પ્રવૃત્તિમાં વ્યગ્ર રહે છે, તેઓ ભક્તવર્ગ-શિષ્યવર્ગ ક૨વામાં, સુંદર આહાર-વસ્ત્ર વગેરે મેળવવામાં રત હોય છે, તેઓ નિત્ય અપધ્યાનમાં રત છે અર્થાત્ તેમનું ચિત્ત સદા સંગની પરિણતિવાળું હોવાથી દુષ્ટ ચિત્તવાળા છે, તેઓ પાર્શ્વસ્થા છે.
વળી જેઓ જીવરક્ષા માટે સર્વ વસ્તુને જોઈને અને પ્રમાર્જના કરીને પ્રવૃત્તિ કરતા નથી, તેવા પ્રમાદી સાધુ પાર્શ્વસ્થા છે. II૩૬૩||
ગાથા:
रीयई य दवदवाए, मूढो परिभवइ तह य रायणिए । परपरिवार्य गिues, निठुरभासी विगहसीलो ।।३६४।।