Book Title: Updesh Mala Part 02
Author(s): Dharmdas Gani, Siddharshi Gani, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 200
________________ ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૩પ૯-૩૬૦ ૧૮૩ પ્રતિજ્ઞા કરે છે અને જેઓ તે રીતે નિશીહિ બોલતા નથી અથવા નિસાહિ બોલ્યા પછી તે રીતે સંવૃત રહેતા નથી તે પાર્થસ્થા છે. IIઉપલા ગાથા : पायपहे न पमज्जइ, जुगमायाए न सोहए इरियं । पुढविदगअगणिमारुय-वणस्सइतसेसु निरविक्खो ॥३६०।। ગાથાર્થ : માર્ગમાં પગને પ્રમાર્જન કરતા નથી, યુગમાત્રથી ઈર્યાને શોધતા નથી. પૃથ્વી, પાણી, અગ્નિ, પવન, વનસ્પતિ અને ત્રસ જીવોમાં નિરપેક્ષ છે. ll૩૬૦I. ટીકા - पादौ पथि मार्गे रजोदिग्धौ विजातीयपृथिवीसङ्क्रमे न प्रमार्जयति, युगमात्रया दृष्ट्येति गम्यते, न शोधयति ईर्यतेऽस्यामिति ईर्या तं गच्छन् वर्तनीमित्यर्थः पृथिव्युदकाग्निमारुतवनस्पतित्रसेषु एतद्विषये निरपेक्षः, तदुपमर्दनं कुर्वन् निःशङ्क इति ।।३६०॥ ટીકાર્ય : પતો ઇ .... નિ:શ હરિ I માર્ગમાં વિજાતીય એવા પૃથ્વીનો સંક્રમ થયે છતે રજથી ખરડાયેલા પગનું પ્રમાર્જન કરતા નથી, યુગમાત્રાથી યુગમાત્ર દષ્ટિથી, ઈથને શોધતા નથી=જેમાં ગમન કરાય છે તે ઈથ, તેને શોધતા નથી=માર્ગમાં જતાં ભૂમિનું સમ્યમ્ અવલોકન કરતા નથી. પૃથ્વી, પાણી, અગ્નિ, પવન, વનસ્પતિ અને ત્રાસ એ જીવોના વિષયમાં નિરપેક્ષ છે તેના ઉપમઈનને અર્થાત્ કચ્ચરઘાણ, કરતો નિશંક છે. ૩૬૫ ભાવાર્થ : જે સાધુ અત્યંત દયાળુ છે અને જિનવચનથી અત્યંત ભાવિત છે, તેઓ સંયમના પ્રયોજનથી વિહાર કરતા હોય ત્યારે પોતાના પગ વિજાતીય રજથી ખરડાયેલા હોય અર્થાત્ ગામની રજથી વિજાતીય ગામ બહારની રજ અથવા ગામ બહારની રજથી વિજાતીય ગામની રજથી ખરડાયેલા હોય ત્યારે એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં જતા પહેલાં પગનું પ્રમાર્જન કરે છે, તેથી તે સ્થાનની સચિત્ત પૃથ્વીની રજા અન્ય સ્થાનમાં સંક્રમણ પામે નહિ, તેનાથી પૃથ્વીકાયના જીવોની રક્ષાને અનુકૂળ દયાનો અધ્યવસાય અતિશય થાય છે, પરંતુ જે સાધુ આ રીતે યત્ન કરતા નથી, તેમનામાં પકાયના પાલનના અધ્યવસાયનો અભાવ હોવાથી તેઓ પાર્શ્વસ્થા છે. વળી માર્ગમાં જતાં કોઈ જીવ છે કે નહિ તેનો યુગમાત્ર દૃષ્ટિથી ઉપયોગ રાખીને ગમન કરતા નથી, પરંતુ ધૂનમાં ચાલનારા કે વાતો વગેરે કરવાના વ્યાપારવાળા છે, તેઓ પાર્થસ્થા છે. વળી જેઓ પૃથ્વી

Loading...

Page Navigation
1 ... 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230