Book Title: Updesh Mala Part 02
Author(s): Dharmdas Gani, Siddharshi Gani, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 195
________________ ૧૭૮ પદેશમાલા ભાગ-૨ ગાથા-પક ટીકાર્ય - રીલો ... સત્પન્થનીતિ | ક્લબત્રહીન સત્વવાળો, લોચ=વાળ ઉખેડવાને, કરતો નથી, પ્રતિમાથી=કાયોત્સર્ગથી લજજા પામે છે, જલને=મલને, હાથ અને પાણીથી દૂર કરે છે, પગરખાં સાથે વર્તે એ પગરખાંવાળો ફરે છે, કદીપકન=કટી ઉપર ચોલપટ્ટકને, અકાર્યમાં કારણ વગર, બાંધે છે અને આને અકાર્યમાં એ પદને સર્વ પદોમાં જોડવું. ૩૫ ભાવાર્થ : સાધુએ મોહનો નાશ કરવા માટે શક્તિને ગોપવ્યા વગર સર્વ ઉચિત પ્રવૃત્તિ કરવી જોઈએ અને શક્તિના પ્રકર્ષથી કષ્ટોમાં શમભાવની વૃદ્ધિ થાય તેવો યત્ન કરવો જોઈએ, આમ છતાં જે સાધુ કષ્ટોથી દૂર રહેવાની મનોવૃત્તિવાળા છે તેવા હીન સત્ત્વવાળા લોચ કરતા નથી તે શમભાવની વૃદ્ધિના ઉપાયનું અસેવન હોવાથી પાર્શ્વસ્થાદિનું સૂચક છે. વસ્તુતઃ જે સાધુ શમભાવના અત્યંત અર્થી છે, તેઓ પોતાની શક્તિ અનુસાર લોચાદિ કષ્ટોની ઉપેક્ષા કરીને અંતરંગ સ્વપરાક્રમથી નિર્લેપ થવા પ્રયત્ન કરે છે. કોઈકની તેવી શારીરિક સ્થિતિ હોય, તેના કારણે લોચના કષ્ટકાળમાં ઉપયોગ અરતિવાળો રહે તો તે મહાત્મા પોતાની વૃતિને અનુરૂપ અલ્પ લોચ કરે અને શેષ મુંડન કરાવે અને ધીરે ધીરે લોચમાં પણ ચિત્ત અરતિ પામે નહિ, તે રીતે સંપન્ન થવા અભ્યાસ કરે તે હીનસત્ત્વવાળા નથી, પરંતુ શમભાવના અર્થી છે અને શમભાવને અનુકૂળ સત્ત્વ સંચય કરી રહ્યા છે, માટે સુસાધુ છે અને જેઓ લોચાદિ કષ્ટો વેઠે છે, છતાં શમભાવને અનુકૂળ અંતરંગ યત્ન કરતા નથી, ફક્ત અમે લોચ કરીએ છીએ, કષ્ટો વેઠીએ છીએ, માટે સુસાધુ છીએ તેમ માને છે, તેઓ બાહ્યથી લોચ કરનારા હોવા છતાં પરમાર્થથી કષાયોના મુંડનરૂપ ભાવલોચને અનુરૂપ દ્રવ્યલોચ કરનારા નહિ હોવાથી હીનસત્ત્વવાળા સાધુ છે. વળી કાયોત્સર્ગ કરવામાં લજ્જા પામે છે, તે પાર્થસ્થા છે અર્થાત્ સાધુ વિશેષ કોઈ પ્રયોજન ન હોય ત્યારે ધ્યાન-અધ્યયનમાં યત્ન કરતા હોય છે, તે વખતે કાયોત્સર્ગ મુદ્રામાં રહીને શરીરને સ્થિર રાખીને સૂત્રોથી વાસિત કરતા હોય છે; કેમ કે સુસાધુ શમભાવના અર્થી હોય છે, પરંતુ જે સાધુ તે પ્રકારે શમભાવને અનુકૂળ કાયોત્સર્ગ મુદ્રામાં રહીને આત્માને તત્ત્વથી વાસિત કરવાની ક્રિયામાં આળસ કરે છે, તે સાધુ શક્તિ હોવા છતાં તે ક્રિયામાં અનાદરવાળા હોવાથી પાર્શ્વસ્થા છે. તેથી જે સાધુ ભગવાનના વચનના બોધવાળા છે, તેમને તો શમભાવની વૃદ્ધિના ઉપાયમાં અત્યંત રાગ વર્તે છે. તેઓ શક્તિના પ્રકર્ષથી અપ્રમાદને સેવીને કાયોત્સર્ગ દ્વારા શમભાવની વૃદ્ધિના અર્થી છે. ફક્ત તે પ્રકારનું શરીરનું ધૃતિબળ નહિ હોવાથી કદાચ તે પ્રકારની પ્રવૃત્તિ ન કરે તો પણ વારંવાર તે અવસ્થાનું ભાવન કરીને તે અવસ્થાને અનુકૂળ બળ સંચય કરવા યત્ન કરે છે, તે સુસાધુ છે અને જેઓને તે પ્રકારે સત્ત્વ ફોરવવાનો અધ્યવસાય નથી અને શક્તિ હોવા છતાં પ્રતિમામાં રહીને આત્માને ભાવિત કરવામાં ઉપેક્ષાવાળા છે, તેઓ પાર્થસ્થાદિ છે. વળી શરીર પરના મલને હાથથી કે પાણીથી દૂર કરે છે, તેઓ દેહની સુંદરતાના અર્થી હોવાથી પાર્શ્વસ્થા છે; કેમ કે સુસાધુ શરીરને પણ ધર્મના ઉપકરણરૂપે ધારણ કરે છે અને સમભાવની વૃદ્ધિનું

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230