________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૫૫-૩૫૬
ભાવાર્થ :
જે સાધુ સૂર્યાસ્તની છેલ્લી ક્ષણ સુધી ભોજન કરનારા છે અર્થાત્ પોતાના પ્રમાદદોષને કારણે સંધ્યાકાળે ભોજન કરે છે અને સૂર્યાસ્ત ન થાય ત્યાં સુધી તેનું ભોજન સમાપ્ત થતું નથી, તે સૂચવે છે કે તે સાધુ સંયમયોગમાં ઉત્થિત નથી, પરંતુ શરીર માટે કે શાતા આદિ માટે આહારાદિ વાપરનારા છે. વળી શ૨ી૨ની શાતા આદિના અર્થી હોવાથી આવા આવા સમયે આવો આવો આહાર કરવો જોઈએ તો આરોગ્ય જળવાઈ રહે, તેમ વિચારીને તે પ્રકારે આહાર કરે છે. તે પણ શાતાનું અર્થીપણું અને શરીરના સૌષ્ઠવના અર્થીપણાને કારણે છે. તેથી તે પ્રવૃત્તિ પાર્શ્વસ્થાદિનો અભિભંજક ધર્મ છે. વળી નિઃસ્પૃહી મુનિઓ શાસ્ત્રમર્યાદા અનુસાર માંડલી ભોજન કરનારા હોય છે. છતાં પોતાને જે ઇષ્ટ હોય તેને ગ્રહણ કરવાની વૃત્તિવાળા જીવો માંડલીમાં ભોજન કરતા નથી. ઇષ્ટ આહાર લાવીને પોતાની રીતે ગ્રહણ કરે છે, એ પણ શાતાની અર્થિતાને કારણે પ્રમાદજન્ય પરિણામ છે, માટે પાર્શ્વસ્થાનો અભિયંજક ધર્મ છે અને આળસુ સ્વભાવના કારણે ભિક્ષા માટે જતા નથી, પરંતુ બીજાને લાવી આપવાનું કહે છે અથવા ગૃહસ્થો લાવી આપે તે ભોજન કરે છે. તેથી સદ્વીર્યને ઉચિત કૃત્યોમાં નહિ પ્રવર્તાવવાનો અધ્યવસાય હોવાથી પાર્શ્વસ્થાદિનું લક્ષણ છે. વળી કોઈ ક્ષીણ શક્તિવાળા સાધુ ભિક્ષા લેવા જવા માટે અસમર્થ હોય, તેથી પાર્શ્વસ્થા નથી, જેમ અર્ણિકાપુત્ર સાધ્વીનો લાવેલો આહાર વાપરતા હતા, તોપણ આળસને કારણે પ્રમાદ કરતા ન હતા. તેથી સન્માર્ગમાં સદ્વીર્યને પ્રવર્તાવતા હોવાથી પાર્શ્વસ્થા ન હતા. II૩૫૫]
ગાથા =
कीवो न कुणइ लोयं, लज्जइ पडिमाइ जल्लमवणेई । सोवाहणो य हिंडइ, बंधइ कडिपट्टयमकज्जे ।। ३५६ ।।
૧૭૭
ગાથાર્થ ઃ
ક્લીબ=હીન સત્ત્વવાળો, લોચને=વાળ ઉખેડવાને, કરતો નથી, પ્રતિમાથી=કાયોત્સર્ગથી લજ્જા પામે છે, જલ્લને=મલને, હાથ અને પાણીથી દૂર કરે છે. પગરખાં સાથે વર્તે એ પગરખાંવાળો ફરે છે, કટીપટ્ટને=કટી ઉપર ચોલપટ્ટને, અકાર્યમાં=કારણ વગર, બાંધે છે અને આને= અકાર્યમાં એ પદને, સર્વ પદોમાં જોડવું. ૩૫૬II
ટીકા
क्लीबो हीनसत्त्वो न करोति लोचं केशोत्पाटनम्, लज्जते प्रतिमया कायोत्सर्गेण, जल्लं मलमपनयति करतोयादिभिः सहोपानदृद्भ्यां वर्त्तत इति सोपानत्कश्च हिण्डते, बध्नाति कटीपट्टकं कट्यां चोलपट्टकमकार्ये कारणं विना, एतच्च सर्वपदेषु सम्बन्धनीयमिति ।। ३५६ ।।