________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૫૨-૩૫૩
૧૭૩
વાસ્તવિક સ્વરૂપ જણાયેલું છે અને સંસારના નિસ્તારનું એક કારણ ભગવાનના વચનથી નિયંત્રિત ત્રણ ગુપ્તિનું સામ્રાજ્ય છે, તેવો સ્થિર નિર્ણય વર્તે છે. તેથી તેમનામાં દૃઢ સમ્યક્ત્વ વર્તે છે. તેઓ કોઈ વિષમ સ્થિતિમાં હોય, ત્યારે સુસાધુ પણ તેમની ઉચિત વેયાવચ્ચ કરે. જેમ નંદિષણ મુનિ અથવા સંવિગ્નપાક્ષિક સાધુ અથવા તેવા કોઈ શ્રાવક જેને ભગવાનના વચનનો પારમાર્થિક સૂક્ષ્મ બોધ હોય, દૃઢ સમ્યક્ત્વ હોય છતાં સર્વવિરતિના બાધક કષાયો ક્ષીણ થયા નથી, એથી શ્રાવકધર્મ સેવે છે. સર્વવિરતિમાં નથી તેવાનું વિષમ સ્થિતિમાં અનવદ્ય કરાય છે. વળી પાર્શ્વસ્થાદિમાં પણ સર્વવિરતિનાં બાધક કર્મો અતિશય છે, તેથી સાધુવેષમાં હોવા છતાં અને તત્ત્વને સ્પષ્ટ જાણવા છતાં પ્રમાદવશ સંયમયોગમાં શિથિલ છે, તેવા પાર્શ્વસ્થાદિ સાધુ કે શ્રાવક વિષમ સ્થિતિમાં હોય ત્યારે સાધુ પણ તેમની ઉચિત વેયાવચ્ચ કરે; કેમ કે દૃઢ સમ્યગ્દષ્ટિ જીવોમાં જિનવચનાનુસાર જે ગુણો છે અને સાધુની વેયાવચ્ચના બળથી તેમને જે ચિત્તની સમાધિ પ્રાપ્ત થાય છે, તે ગુણવૃદ્ધિનું કારણ હોવાથી સુસાધુ માટે કર્તવ્ય બને છે. જેમ ભગવાને બ્રાહ્મણને વસ્ત્રનું દાન કર્યું, તે બ્રાહ્મણની ગુણનિષ્પત્તિનું કારણ હોવાથી દોષરૂપ નથી. વળી તેવા શ્રાવક કે પાર્શ્વસ્થ વગેરેનું તેવાં આપત્તિ આદિ કારણોમાં વેયાવચ્ચ કરવાથી તેમના સંક્લેશનું જે નિવારણ થાય છે અને તેઓ જે સમાધિવિશેષને પામે છે, તે તેમના હિતાનુકૂલ પ્રવૃત્તિ હોવાથી સાધુને અસંયતના પોષણરૂપ દોષની પ્રાપ્તિ નથી અને જ્યારે તેવું કોઈ કારણ ન હોય ત્યારે સુસાધુ તેમની વેયાવચ્ચાદિ કરતા નથી; કેમ કે તે પાર્શ્વસ્થાદિ સાધુ કે શ્રાવક સ્વયં ગુણવાનની ભક્તિ કરે તે ઉચિત છે, પણ અધિક ગુણવાળા સાધુ તેમની વેયાવચ્ચ કરે તે ઉચિત નથી, માટે તેવા સંયોગો સિવાય સુસાધુ તેમની વેયાવચ્ચ કરતા નથી. ॥૩૫॥
અવતરણિકા :
तथा चाह
અવતરણિકાર્ય :
અને તે પ્રમાણે કહે છે – પૂર્વગાથામાં અવસન્નનો અર્થ પાર્શ્વસ્થાદિ પાંચમાંથી અવસન્નભેદને ગ્રહણ ન કરતાં પાર્શ્વસ્થાદિ સામાન્ય ગ્રહણ કર્યો, તે પ્રકારે કહે છે અર્થાત્ તેવા પાર્શ્વસ્થાદિ પાંચેયમાં દૃઢ સમ્યક્ત્વાદિ ભાવો ન હોય તો સુસાધુ તેનાથી દૂર રહે છે. તેમ બતાવે છે
ગાથા =
पासत्थोसन्नकुसील, णीयसंसत्तजणमहाछंदं ।
નાળ ત સુવિદ્દિવા, સવ્વપયજ્ઞેળ વનંતિ રૂશા
ગાથાર્થ ઃ
પાર્શ્વસ્થા, અવસન્ન, કુશીલ, નિત્ય સંસક્ત જન અને યથાછંદને જાણીને સુવિહિતો તેમને સર્વ પ્રયત્નથી ત્યાગ કરે છે. I૩૫૩||