________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૫૧-૩૫૨
ટીકા ઃ
गुणहीन चरणादिशून्य गुणरत्नाकरैः सप्तमी तृतीयार्थे, साधुभिर्यदि करोति तुल्यमात्मानं, वयमपि साधव इति लोकमध्ये ख्यापयत्यन्यच्च सुतपस्विनश्च हीलयति मायाविनः खल्वेते लोकविप्रतारका इत्यादिना, तदाऽसौ मिथ्यादृष्टिरेव यतः सम्यक्त्वं गुणवत्प्रमोदसाध्यं पेलवं निःसारम्, तत् कल्पनया विद्यमानमप्यनेन परमार्थतस्तदभावं काक्वा लक्षयति तस्य सुतपस्विहीलकस्येति । । ३५१ । । ટીકાર્થ ઃ
૧૭૧
गुणहीनः સુતપસ્વિતી સ્વેતિ ।। ગુણહીન=ચારિત્ર વગેરેથી શૂન્ય સાધુ, ગુણરત્નાકર સાધુઓની સાથે જો પોતાની તુલના કરે, અમે પણ સાધુ છીએ, એ પ્રકારે લોકમાં કહે, ગાથામાં મુળવળાવસ્તુમાં સપ્તમી વિભક્તિ તૃતીયાના અર્થમાં છે અને બીજું સુતપસ્વીઓની હીલના કરે= ખરેખર આ માયાવીઓ લોકને ઠગનારા છે, વગેરેથી હીલતા કરે, ત્યારે આગુણહીન સાધુ, મિથ્યાદૃષ્ટિ જ છે. જે કારણથી સમ્યક્ત્વ=ગુણવાનના ગુણદર્શનના પ્રમોદથી સાધ્ય સમ્યક્ત્વ, તેનું પેલવ છે=સુતપસ્વીના હીલકનું નિઃસાર છે. તેની કલ્પનાથી=ગુણહીન સાધુની સ્વકલ્પનાથી વિદ્યમાન પણ સમ્યક્ત્વ આના દ્વારા=સુતપસ્વીની હીલના દ્વારા, પરમાર્થથી કાક્ ધ્વનિ દ્વારા તેના અભાવને જણાવે છે=સમ્યક્ત્વના અભાવને જણાવે છે. II૩૫૧।।
.....
ભાવાર્થ ઃ
જે સાધુઓ સ્વયં સંયમયોગમાં પ્રમાદવાળા છે, છતાં પોતે ભગવાનના વચન અનુસાર ચાલનારા સુસાધુની તુલ્ય છે, એમ માને છે અને પોતાના આચારો જિનવચનાનુસાર છે, તેમ સ્વમતિથી કલ્પના કરે છે અને જે મહાત્માઓ જિનવચનાનુસાર તપ-સંયમમાં ઉદ્યમશીલ છે, તેવા સુતપસ્વીની હીલના કરે છે અર્થાત્ આ સાધુઓ ‘અમે સુસાધુ છીએ, ત્યાગી છીએ' એ બતાવવા માટે બાહ્ય આચરણા કરે છે, ઇત્યાદિ કહીને લોકો આગળ તેમની હીલના કરે છે અને પોતાની શ્રેષ્ઠતા બતાવે છે, તે સાધુ પોતાનામાં સમ્યક્ત્વ છે તેમ માને છે, સ્વકલ્પનાથી કલ્પાયેલું તેમનું સમ્યક્ત્વ નિઃસાર છે અર્થાત્ પરમાર્થથી સમ્યક્ત્વ નથી; કેમ કે સમ્યગ્દષ્ટિ જીવોને ગુણવાન પ્રત્યે અવશ્ય પ્રમોદભાવ વર્તે છે, પરંતુ ગુણવાનના ગુણોનો અપલાપ કરીને ક્યારેય તેમના વિષયક મિથ્યા કલ્પના કરે નહિ અને ગુણવાન એવા સુતપસ્વીની જે હીલના કરે છે, એમાં સમ્યક્ત્વ સંભવે નહિ. II૩૫૧॥
અવતરણિકા :
सुसाधुभिः पुनः प्रवचनभक्तिमनुवर्त्तयद्भिर्यद् विधेयं तदाह
અવતરણિકાર્થ :
વળી સુસાધુઓએ પ્રવચનની ભક્તિને અનુવર્તનારાઓ સાથે જે કરવું જોઈએ, તેને કહે છે .