________________
ad
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા ૩૫૦-૩૫૧ વિસ્તાર જે પ્રમાણે થાય છે, તે પ્રકારે પ્રવચનની ઉદ્ભાવના પરમ છે=આગમની ઉન્નતિમાં પ્રધાન છે. II૩૫૦ના
ભાવાર્થ :
પૂર્વગાથામાં કહ્યું એવા શિથિલાચારી સાધુઓ તેમના આચારથી આ લોકમાં પરાભવ પામે છે; કેમ કે લોક પણ સાધુના વેષમાં રહેલાના સુંદર આચારની અપેક્ષા રાખે છે અને વિપરીત આચરણા જોઈને લોકોને તેના પ્રત્યે અનાદર થાય છે. વળી પરલોકમાં અબોધિની પ્રાપ્તિ થાય છે; કેમ કે ભગવાનની આજ્ઞા નિરપેક્ષ યથાતથા પ્રવૃત્તિ કરીને ભગવાનના શાસનની મ્લાનિ કરવાથી જે ક્લિષ્ટ કર્મ બાંધેલ છે, તેનાથી તેમને પરલોકમાં સન્માર્ગની પ્રાપ્તિ દુર્લભ બને છે; કેમ કે પ્રવચનની ઉદ્ભાવના જ બોધિનું ફળ છે અર્થાત્ જેઓ સાધુના સુંદર આચારો પાળે છે, તેમના ઉત્તમ આચારોથી પ્રવચનની જે શ્લાઘા થાય છે, તે બોધિફળરૂપ છે અને જેઓ વિપરીત આચરણા કરે છે, તેનાથી પ્રવચનની હીલના થવાને કા૨ણે દુર્લભબોધિતા થાય છે. વળી કેટલાક સાધુ ભગવાનના વચનના પરમાર્થને જાણનારા છે, તોપણ શાતાના અર્થી છે, તેઓ પોતાની કર્મપરતંત્રતાને જાણે છે. તેથી લોકો આગળ પોતાના પ્રમાદની નિંદ્ય કરે છે અને સન્માર્ગ યથાવતોૢ બતાવે છે અને સન્માર્ગનું યથાર્થ વ્યાખ્યાન કરીને પ્રવચનનું ઉદ્ભાવન= ઉન્નતિ કરે છે, તે મહાત્મા આચારથી શિથિલ હોવા છતાં પ્રશંસાપાત્ર છે; કેમ કે સુસાધુના ગુણોનું યથાવ પ્રકાશન કરીને જગતમાં ભગવાનના પ્રવચનનો વિસ્તાર કરે છે. તેથી તેઓના શિથિલ આચાર પણ દુર્લભબોધિનું કારણ બનતા નથી; કેમ કે પોતાના દોષની હીલના દ્વારા તે મહાત્મા તે દોષશક્તિને ક્ષીણપ્રાયઃ કરે છે. II૩૫૦ના
અવતરણિકા :
व्यतिरेकमाह
અવતરણિકાર્ય :
વ્યતિરેકને કહે છે – પૂર્વગાથાના ઉત્તરાર્ધમાં કહ્યું કે અવસન્ન પણ સાધુ પ્રવચનની ઉદ્ભાવનામાં શ્રેષ્ઠ છે, તેના વ્યતિરેકને કહે છે અર્થાત્ જે તેવા નથી તે શું કરે છે ? તે કહે છે
ગાથા =
गुणहीण गुणरयणायरेसु, जइ कुणइ तुल्लमप्पाणं । सुतवस्सिणो य हीलइ सम्मत्तं पेलवं तस्स ।। ३५१ ।।
ગાથાર્થઃ–
જો ગુણહીન સાધુ ગુણરત્નાકરોની સાથે પોતાની તુલના કરે અને સુતપસ્વીની હીલના કરે, તેનું સમ્યક્ત્વ નિઃસાર છે. II૩૫૧II