________________
૧૬૮
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૪-૩૫૦
ગાથાર્થ :
અયતનાવાળા સાધુ દગપાનને સચિત પાણીને પીએ છે, સચિત પુષ્પફળ, અષણીય આધાકર્મ વગેરે અને ગૃહરથનાં કૃત્યોનું પ્રતિસેવન કરે છે, જે કેવળ યતિવેષના વિડંબક છે. ll૩૪૯ll ટીકા :
'दगपाणंति सचित्तोदकपानं पुष्पाणि च फलानि चेति द्वन्द्वैकवद्भावात् पुष्पफलं सचित्तमेव, अनेषणीयमाधाकर्मादिगृहस्थकृत्यानि गृहकरणादीनि, किम् ? अयता मुत्कलपापद्वाराः सन्तः प्रतिसेवन्ते भजन्ते यतिवेषविडम्बकाः नवरं रजोहरणादिसाधुनेपथ्यविगोपकाः केवलं ये ते लिङ्गावशेषा उच्यन्ते यतिगुणरहितत्वादिति ।।३४९।। ટીકાર્ય -
‘રાણા' ... રાત્વાતિ | સચિત પાણીના પાનને, પુષ્પોને અને ફળોને, દ્વન્દ સમાસમાં એકવદ્દ ભાવ હોવાથી પુષ્પળનો સમાસ છે, પુષ્કળ સચિત જ ગ્રહણ કરે છે. અષણીય આધાકર્મી વગેરે ગ્રહણ કરે છે, ગૃહસ્થ કૃત્યો=ગૃહકરણ વગેરેને કરે છે. શું ? અયતા=મુત્કલ પાપઢારવાળા છતા પ્રતિસેવા કરે છે, તેઓ કેવા છે ? એથી કહે છે –
કેવળ યતિવેષતા વિડંબક છે=કેવળ રજોહરણ વગેરે સાધુના વેષને વગોવનારા છે જેઓ, તેઓ લિંગ અવશેષવાળા કહેવાય છે, કેમ કે સાધુના ગુણોથી રહિતપણું છે. Im૩૪૯i ભાવાર્થ
જે સાધુ સંયમને ગ્રહણ કર્યા પછી માર્ગની શુદ્ધ પ્રરૂપણા કરતા નથી, સંયમનું લાઘવ થાય તેવી સર્વ પ્રમાદ આચરણાઓ કરે છે, તેમાંથી કોઈક સાધુને કોઈક દોષ પ્રધાનરૂપે વર્તે, તો બીજા કોઈ સાધુમાં બીજો દોષ પ્રધાનરૂપે વર્તતો હોય તે સર્વને ગ્રહણ કરીને તેઓની સચિત્ત પાણી આદિની પ્રતિસેવનાને ગ્રહણ કરેલ છે, તેવા સાધુ ભગવાનના શાસનને પામીને સંસાર વધારનારા છે, તેવા લિંગ અવશેષવાળા પૂજ્ય નથી, તોપણ માર્ગમાં ભેગા થાય અથવા એક નગરમાં નજીકના સ્થાનમાં રહેવાનો પ્રસંગ આવે ત્યારે શાસનના માલિન્યના રક્ષણ માટે તેવા સાધુ સાથે ઉચિત વ્યવહાર કરવો જોઈએ. આ સાધુ શિથિલાચારી છે વગેરે કહીને પ્રવચનની હીલના થાય તેવું કરવું જોઈએ નહિ, વળી તેવા સાધુ દયાપાત્ર છે, કેષપાત્ર નથી, તેથી તેમને સુધારવાનો ઉચિત ઉપાય જણાય તો પ્રયત્ન કરે, નહિ તો માધ્યસ્થ પરિણતિ રાખીને તેઓની ઉપેક્ષા કરે. ફક્ત પ્રવચનના માલિન્યના રક્ષણ માટે ઉચિત વ્યવહાર કરે. [૩૪લા અવતરણિકા :तेषां चापायानाह