________________
૧૭
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૪૮-૩૪૯
આઓ પણ=સાધુઓ પણ, પરસ્પર મત્સરવાળા છે, એ પ્રકારના પ્રવાદથી પ્રવચનનું માહિત્ય ન થાઓ, તે માટે ઉચિત કરે છે. li૩૪૮ ભાવાર્થ
પૂર્વગાથામાં કહ્યું કે પ્રવચન પ્રભાવક સુસાધુનું સર્વ શક્તિથી વેયાવચ્ચ કરવું જોઈએ. ત્યાં પ્રશ્ન થાય કે સંયમનું અનુષ્ઠાન અતિદુષ્કર છે, તેલપાત્રધારક પુરુષની જેમ જેઓ અત્યંત સંવૃત છે, તેઓ જ તેવું સંયમ પાળી શકે છે અને જીવન સુખશીલ સ્વભાવ અનાદિ ભવઅભ્યસ્ત છે, તેથી જે મહાત્માઓ ભવથી વિરક્ત થયા છે, સન્માર્ગમાં સૂક્ષ્મ બોધવાના છે, શાસ્ત્ર ભણીને જ્ઞાનથી અધિક થયા છે, શુદ્ધ પ્રરૂપણા કરે છે, છતાં સુખશીલ સ્વભાવને કારણે ચારિત્રથી ન્યૂન છે, તેમના વિષયમાં પણ ઉચિત કરવું જોઈએ અર્થાતુ સુસાધુની વેયાવચ્ચ સર્વ ઉદ્યમથી કરવી જોઈએ અને શુદ્ધ પ્રરૂપક સંવિગ્નપાક્ષિકમાં તેમના જ્ઞાનની હિલના ન થાય તે રીતે ઉચિત વર્તન કરવું જોઈએ, તેવા પ્રકારના સંયોગમાં લેયાવચ્ચ પણ કરવી જોઈએ.
વળી જેઓ શુદ્ધ ચારિત્ર પાળતા નથી, માત્ર સાધુનો વેષ છે, તેમની સાથે પણ સાધુએ લોકમાં પ્રવચનનું માલિન્ય ન થાય તે માટે ઉચિત વર્તન કરવું જોઈએ અર્થાતુ લોકોને તેમ ન જણાવું જોઈએ કે આ લોકો પરસ્પર મત્સરવાળા છે, માટે ઉચિત વર્તન કરવું જોઈએ. જોકે સુસાધુ પાર્થસ્થાદિ વિચરતા હોય તે સ્થાનમાં વસે નહિ, વિહાર વગેરેના પ્રસંગમાં ક્યારેક ભેગા થયા હોય તો પણ તેમની હીલના કરીને ધર્મનું લાઘવ કરે નહિ, યોગ્યતા જણાય અને તેઓ માર્ગમાં આવે તેમ હોય તો ઉચિત પ્રયત્ન કરે, નહિ તો શાસનનું માલિન્ય ન થાય તે રીતે પરસ્પર ઉચિત સંભાષણાદિ કરે, જેથી તે પાર્થસ્થાદિને સુસાધુ પ્રત્યે દ્વેષ ન થાય, લોકોને પણ ધર્મ પ્રત્યે વિપરીત બુદ્ધિ ન થાય અને જેનું ફળ કંઈ ન હોય તેવી પ્રવૃત્તિ કરીને પાર્થસ્થ વગેરેની નિંદા કરવામાં આવે કે તેના દોષને પ્રગટ કરવામાં આવે તો લોકોને ધર્મપ્રાપ્તિ ન થાય અને પાર્શ્વસ્થ વગેરેને વેષ થાય તે સર્વમાં સાધુ નિમિત્ત ભાવને પામે, તેથી અનુચિત પ્રવૃત્તિનો વિરોધ જ કરવો જોઈએ તેવું એકાંત કથન મિથ્યા છે, ફક્ત અનુચિત પ્રવૃત્તિના નિષેધથી કોઈકના હિતની પ્રાપ્તિ થતી હોય તે જ અનુચિત પ્રવૃત્તિના નિષેધ માટે કરાયેલો યત્ન સાર્થક છે. I૩૪૮મા અવતરણિકા:किम्भूतास्तर्हि लिङ्गावशेषा भवन्तीत्याहઅવતરણિતાર્થ:
તો કેવા પ્રકારના લિંગ અવશેષવાળા હોય છે ? એથી કહે છે – ગાથા :
दगपाणं पुष्फफलं, अणेसणिज्जं गिहत्थकिच्चाई । अजया पडिसेवंती, जइवेसविडंबगा नवरं ।।३४९।।