________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૪-૩૪૭
૧૫ પણ શમભાવમાં ઉદ્યમ કરી શકે તેવું સત્ત્વ પ્રગટ થવાથી વિપુલ નિર્જરા પ્રાપ્ત થાય છે. વળી રોગાદિને સહન કરતા પણ જો તે સાધુના પ્રત્યુપેક્ષણાદિ મોહનાશને અનુકૂળ યત્ન થાય તે રીતે પ્રવર્તી શકતા હોય તો સાધુએ ચિકિત્સા કરવી જોઈએ નહિ અને જો એમ જણાય કે રોગમાં પોતાનું ચિત્ત અલના પામતું હોવાથી પ્રત્યુપેક્ષણાદિ ક્રિયાઓ તે પ્રકારના દયાના પરિણામને અતિશય કરવામાં કારણ બને તે રીતે પ્રવર્તતી નથી, ત્યારે અપવાદનું અવલંબન લઈને સાધુ ચિકિત્સા પણ કરે, પરંતુ તે ચિકિત્સા શાતા માટે ન કરે, માત્ર સંયમયોગમાં દઢ ઉદ્યમની શક્તિનું આધાન થાય તે પ્રકારના શુદ્ધ પરિણામથી કરે તો દોષરૂપ નથી. ૩૪છા અવતરણિકા -
यद्येवं शेषसाधुभिस्तर्हि तस्य किं विधेयमित्याशङ्कयाऽस्य यत् कार्यं तदाहઅવતરણિકાર્ય :
જો આ પ્રમાણે છે=રોગમાં પણ યોગો નાશ પામતા ન હોય તો સાધુએ ચિકિત્સા કરવી જોઈએ નહિ એ પ્રમાણે છે, તો શેષ સાધુએ તેનું તે ગ્લાન સાધુનું શું કરવું જોઈએ ? એ પ્રકારની આશંકા કરીને જેને જે કર્તવ્ય છે, તેને કહે છે – ગાથા :
निच्चं पवयणसोहाकराण, चरणुज्जयाण साहूणं ।
संविग्गविहारीणं, सव्वपयत्तेण कायव्वं ॥३४७।। ગાથાર્થ -
હમેશાં પ્રવચનની શોભાને કરનારા ચારિત્રમાં ઉધમવાળા સંવિગ્નવિહારી સાધુઓનું સર્વ પ્રયત્નોથી કરવું જોઈએ=વેયાવચ્ચ કરવું જોઈએ. [૩૪૭માં ટીકા :
नित्यं प्रवचनशोभाकराणां शासनभूषणानां चरणोद्यतानामप्रमादिनां साधूनां संविग्नं समोक्षाभिलाषं विहर्तुं शीलं येषां ते संविग्नविहारिणस्तेषां सर्वप्रयत्नेन समस्तादरेण कर्त्तव्यं वैयावृत्त्यादिकमिति
તે રૂ૪૭ ટીકાર્ય :
નિત્યં ત ા હંમેશાં પ્રવચનની શોભાને કરનારા શાસનને શોભાવનારા, ચારિત્રમાં ઉધમવાળા=પ્રમાદ વગરના, સંવિગ્ન=મોક્ષના અભિલાષ સહિત, વિહાર કરવાનો સ્વભાવ છે જેમનો તે સંવિગ્નવિહારી એવા સાધુઓનું સર્વ પ્રયત્નથી=સમસ્ત આદરથી વેયાવચ્ચ આદિ કરવું જોઈએ. l૩૪૭ના