________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૨૪૫-૩૪૬
૧૬૩
પ્રવર્તતું હોય તો અલ્પબદુત્વનો વિચાર કરીને સાવદ્યનું પણ સેવન કરવું જોઈએ.
વળી પ્રશ્ન કરે છે – કલ્પિકા પ્રતિસેવા અનુજ્ઞાત છે અને તેને સેવે નહિ તો આજ્ઞાભંગ થાય, તેનો ઉત્તર આપતાં આચાર્ય ઉદ્ધરણના બીજા શ્લોકથી કહે છે – જોકે કલ્પિકા પ્રતિસેવા અનુજ્ઞાત છે, તોપણ કોઈ મહાત્મા તે ન સેવે તો આજ્ઞાભંગનો દોષ થતો નથી, પરંતુ અપવાદથી અનુજ્ઞાત પણ કલ્પિકા પ્રતિસેવા નહિ સેવનારને અન્ય ગુણ થાય છે તે કહે છે – દઢધર્મતા પ્રાપ્ત થાય છે, કેમ દઢધર્મતા પ્રાપ્ત થાય છે, તે સ્પષ્ટ કરતાં કહે છે –
વારંવાર દોષોનું સેવન થતું નથી અને જીવોમાં નિર્દયતા થતી નથી, તેથી કલ્પિકા પ્રતિસેવા પણ સાધુએ જલ્દીથી સેવવી જોઈએ નહિ, પરંતુ તેવા પ્રકારના સંયોગમાં અપવાદથી કલ્પિત પ્રતિસેવાની અનુજ્ઞા જણાતી હોય તો અંતરંગ વિર્ય ફોરવે, પણ તેનું સેવન કરે નહિ અને વિવેકી સાધુ અપ્રમાદભાવથી સ્વાધ્યાય વગેરેમાં ઉદ્યમ કરીને પોતાના ચિત્તનું રક્ષણ કરી શકે તો દઢધર્મતા થાય છે અને તે દૃઢધર્મતાને કારણે વારંવાર દોષસેવન થતું નથી અને અપવાદ સેવવામાં જે જીવોની હિંસા થાય છે, તે જીવોમાં નિર્દયતા થતી નથી, માટે સાધુ કલ્પિકા પ્રતિસેવા પ્રાપ્ત હોવા છતાં અંતરંગ અપ્રમાદભાવથી તેનું સેવન ન કરે તો કોઈ દોષ નથી.
વળી જે સાધુ અશિવ વગેરેના સંયોગમાં અપવાદને સેવ્યા વગર સંયમની વૃદ્ધિમાં સમર્થ છે, શરીરમાં તેવો કોઈ રોગ નથી, તોપણ શુદ્ધ આહાર મળતો નથી, માટે અશુદ્ધ આહાર ગ્રહણ કરે તે સાધુમાં શક્તિ હોવા છતાં શુદ્ધ આહાર પ્રત્યે શિથિલ પરિણામ છે, તેવા સાધુને સંયમ નથી, સુખશીલભાવ છે, આથી ભગવાનના વચન પ્રત્યે રાગ હોવા છતાં સુખશીલ સ્વભાવને કારણે સંવિગ્નપાક્ષિક સાધુ શક્તિ અનુસાર અનુષ્ઠાન સેવતા નથી, તેથી તેઓમાં દેશપાર્શ્વસ્થાની પ્રાપ્તિ છે, શુદ્ધ માર્ગનો રાગ છે, તેથી પોતાની શિથિલ પ્રવૃત્તિની નિંદા કરીને યોગ્ય સાધુને શુદ્ધ આચાર સેવવાનો માર્ગ બતાવે છે, માટે તે તેટલા અંશથી આરાધક છે. ll૩૪પા અવતરણિકા :
गतं शक्तिद्वारं तद्गतौ च व्याख्याता प्रस्तुतद्वारगाथेति, ननु यदि क्षमस्य शैथिल्ये संयमाभावः, ग्लानेन तर्हि किं कर्त्तव्यमित्युच्यते । उद्यम एव किं चिकित्साऽपि न कर्त्तव्येति चेद् बाढं यत आहઆવતરણિકાર્ય :
શક્તિદ્વાર પૂરું થયું શક્તિ અનુસાર સંયમમાં યત્ન કરવો જોઈએ તે દ્વાર પૂરું થયું અને તે પૂરું થયે છતે પ્રસ્તુત દ્વારની ગાથા કહેવાઈ. નુથી શંકા કરે છે – જો સમર્થ=અપવાદને સેવ્યા વગર સંયમ પાળવામાં સમર્થને શિથિલપણામાં અપવાદના આલંબનમાં, સંયમનો અભાવ છે, તો ગ્લાન સાધુએ શું કરવું જોઈએ ? ઉત્તર અપાય છે – ઉધમ જ કરવો જોઈએ=અપવાદનું આલંબન લીધા વગર ઉત્સર્ગમાં ઉદ્યમ કરવો જોઈએ, શું ચિકિત્સા પણ ન કરવી જોઈએ ? એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો કહે છે – અત્યંત ન કરવી જોઈએ, જે કારણથી કહે છે –