________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૪૫
૧૬૧
ઉત્પન્ન થયે છતે, પંચક પરિહાનિ વગેરે યતનાથી કંઈક અનેષણીય આદિ=કંઈક દોષવાળા અલ્પ સાવધને સેવે, તે સિવાય નહિ, આ આગમનો અભિપ્રાય છે અને તે પ્રમાણે કહેવાયું છે
આચાર્ય કહે છે
=
કારણ પ્રતિસેવા પણ જો સાવદ્ય હોય તો નિશ્ચયથી અકરણીય છે, બહુ વખત વિચારીને અકરણીય કાર્યોમાં પ્રવર્તવું જોઈએ.
-
અથવા શ્લોકના ઉત્તરાર્ધનો અર્થ અન્ય પ્રકારે કરે છે
અધારણીય એવા જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ કાર્ય હોતે છતે બહુ વખત અલ્પબહુત્વનો વિચાર કરીને પ્રવર્તવું જોઈએ. કારણ અશિવ વગેરે તેમાં=અશિવ વગેરે કારણ પ્રાપ્ત થયે છતે, જે કારણ પ્રતિસેવા છે તે સાવઘા છે, સાવઘા ખરેખર બંધાત્મિકા છે—બંધ કરાવનારી છે, તે નિશ્ચયથી અકરણીય છે, નિશ્ચય એટલે પરમાર્થ, પરમાર્થથી તે અકરણીય છે, અવિ શબ્દથી વળી અકારણ પ્રતિસેવાનું શું કહેવું ? આ રીતે આચાર્ય વડે કહેવાયે છતે
શિષ્ય કહે છે
-
જો તે અનુજ્ઞા પ્રતિસેવા નિશ્ચયથી અકરણીય હોય તો તેમાં અનુજ્ઞા પ્રત્યે=અનુજ્ઞાનું, નિરર્થકપણું પ્રાપ્ત થશે, આચાર્ય કહે છે
-
-
નિરર્થકપણું નથી=અનુજ્ઞાત પ્રતિસેવાનું નિરર્થકપણું નથી, કેવી રીતે નિરર્થકપણું નથી ? ઉત્તર આપે છે બહુશ: એ પશ્ચાર્થ છે=ગાથાનો પાછળનો અર્ધો ભાગ છે, બહુ વખત=અનેક વખત, વિચારીને અકર્તવ્ય જે અર્થો છે, તે દૂર કરવા જોઈએ, અશિવ વગેરે કારણો ઉત્પન્ન થયે છતે જો બીજો જ્ઞાનના અતિસંઘનનો ઉપાય નથી, તો અલ્પબહુત્ત્વ વિચારીને અધારણીય અર્થોમાં=સાવઘાત્મક ત્યાગ કરવા યોગ્ય અર્થોમાં પ્રવર્તવું જોઈએ. ‘અથવા'થી શ્લોકના ઉત્તરાર્ધનો અર્થ અન્ય પ્રકારે કરે છે
=
-
ધારણ કરાય તે ધારણીય, તે કયા ? કહે છે=ઉત્તર આપે છે અર્થો=ધારણ કરાય એવા અર્થો=ધારણ કરવા યોગ્ય અર્થો અને તે જ્ઞાન-દર્શન-ચારિત્ર છે, તે અવધારણીય પદાર્થો પ્રાપ્ત થયે છતે=જ્ઞાન-દર્શન-ચારિત્રના રક્ષણનો અવસર પ્રાપ્ત થયે છતે, અલ્પબહુત્ત્વનો બહુ વખત વિચાર કરીને પ્રવર્તવું જોઈએ, ફરી પણ શિષ્ય કહે છે
અનુજ્ઞાત એવી કલ્પિકા પ્રતિસેવા નહિ સેવનારને આજ્ઞાભંગ થાય છે ?
આચાર્ય કહે છે જોકે સમનુજ્ઞાત છે, તોપણ વર્જનમાં=કલ્પિકા પ્રતિસેવા નહીં સેવનમાં, દોષ જોવાયો નથી, દૃઢધર્મતા આ રીતે થાય છે, વારંવાર સેવન નથી, નિર્દયતા નથી ઇત્યાદિ.
જોકે કલ્પિકા પ્રતિસેવા અનુજ્ઞાત છે તોપણ ત્યાગ કરવામાં આજ્ઞાભંગ દોષ જોવાયો નથી, અનુજ્ઞાત એવી પણ કલ્પિક સેવાને નહિ સેવનારા સાધુને આ બીજો ગુણ છે, દૃઢધર્મતા એ પચ્ચાર્ય છે=ઢઢધર્મવાળા થાય છે અને વારંવાર નિ:સેવન દોષો થતા નથી અને જીવોમાં નિર્દયતા થતી નથી, કારણથી કલ્પિક પ્રતિસેવા
પણ જલ્દીથી સેવવી જોઈએ નહિ.
‘હવે વળી’ એ પક્ષાન્તર ઘોતક છે=બીજા પક્ષને બતાવનાર છે અને સજ્જ છે=સમર્થ છે અથવા નીરોગી છે, તોપણ વિરુદ્યમી છે=શક્તિ હોતે છતે પણ શિથિલ છે=સાધુ શિથિલ છે, એ