________________
૧૯૪
ગાથા:
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૮૦
मा कुणउ जड़ तिगिच्छं, अहियासेऊण जइ तरइ सम्मं । अहियासिंतस्स पुणो, जइ से जोगा न हायंति ।। ३४६।।
ગાથાર્થ ઃ
સાધુ ચિકિત્સા ન કરે, જો સમ્યગ્ સહન કરવાને માટે સમર્થ છે, સહન કરતા તે સાધુને=રોગોને સહન કરતા તે સાધુને જો યોગો નાશ પામતા નથી, તો સાધુ ચિકિત્સા ન કરે. II૩૪૬|| ટીકાઃ
मा करोतु मा कार्षीद्यतिः साधुश्चिकित्सां रोगप्रतीकारात्मिकां कर्मक्षयसाहाय्यकारित्वाद् रोगाणां, तदतिसहनस्य परीषहजयरूपत्वात् किं सर्वथा ? नेत्याह- अतिसोढुं तत्पीडां क्षन्तुं यदि तरति शक्नोति सम्यग्वैक्लव्यं विना, अन्यच्च धृतिबलादतिसहमानस्य क्षममाणस्य पुनर्यदि 'से' तस्य साधोः संहननाभावात् योगा व्यापाराः प्रत्युपेक्षणादयो न हीयन्ते न हानिं गच्छन्ति, तद्धानौ तु चिकित्साऽपि यतनया क्रियत इत्याकूतम् ।। ३४६।।
ટીકાર્થ ઃ
मा करो ત્યા તમ્ ।। થતિ=સાધુ, ચિકિત્સાને–રોગ પ્રતિકારાત્મક ચિકિત્સાને, ન કરે; કેમ કે રોગોનું કર્મના ક્ષયમાં સહાયકારીપણું છે.
રોગો કર્મના ક્ષયમાં કેવી રીતે સહાયકારી છે ? તેથી કહે છે
-
.....
તેના અતિ સહનનું=રોગને સહેવાનું, પરિષહજયરૂપપણું છે, શું સર્વથા ચિકિત્સા ન કરે ? તો કહે છે સહન કરવા માટે=તેની પીડાને સહન કરવા માટે જો સમ્યક્ સમર્થ છે–વૈક્લવ્ય વગર સમર્થ છે, તો ચિકિત્સા ન કરે એમ અન્વય છે અને બીજું – ધૃતિના બળથી સહન કરનાર તે સાધુને જો વળી સંઘયણના અભાવને કારણે યોગો=વ્યાપારો, હાનિ પામતા નથી, તો ચિકિત્સા ન કરે, વળી તેની હાતિમાં=પ્રત્યુપેક્ષણાદિ વ્યાપારોની હાતિમાં, થતનાથી ચિકિત્સા પણ કરે, એ પ્રકારનો આશય છે. ।।૩૪૬।।
ભાવાર્થ:
સુસાધુને મોહનાશને અનુકૂળ કૃતિનો સંચય કરવો એ જ મુખ્ય પ્રયોજન છે, તેથી જે પ્રકારનાં કર્મોને કા૨ણે જે સંયોગો પ્રાપ્ત થયા હોય તે સંયોગોની ઉપેક્ષા કરીને અંતરંગ ધૃતિબળથી સાધુ રત્નત્રયની વૃદ્ધિમાં યત્ન કરે છે અને કોઈક રીતે તે પ્રકારના કર્મને કારણે સાધુને રોગની પ્રાપ્તિ થાય, તોપણ સુસાધુ અંતરંગ ધૃતિબળથી તે રોગની ઉપેક્ષા કરીને મોહનો નાશ કરવાને અનુકૂળ સદ્વીર્યને પ્રવર્તાવે છે. તેવા સાધુ રોગમાં ચિકિત્સા ન કરે અને રોગરૂપ પરિષહનો જય કરે તો તેવા પ્રતિકૂળ સંયોગમાં