________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૨૬-૩૨૭
तयोर्वाहना= निष्कारणः परिभोगस्तस्यां प्रसङ्गो = गाढमासक्तिस्तत्परस्तत्प्रधानः शयनासनवाहनाप्रसङ्गपर इति, सातं सुखं तेन गौरवमुक्तस्वरूपं तेन गुरुः, स एव गुरुकः सातगौरवगुरुकः सन् दुःखस्य न ददात्यात्मानं, तद्द्द्वेषीति भावः । । ३२६ ।।
ટીકાર્ય -
शुश्रूषते ભાવઃ ।। શુશ્રૂષા કરે છે, ધાતુનું અનેક અર્થપણું હોવાથી શુશ્રૂષાનો અર્થ પ્રતિક્ષણ શરીરને સંસ્કાર કરે છે, એ પ્રમાણે ગ્રહણ કરવો અર્થાત્ શરીરની આળપંપાળ કરે છે. શયન, પથારી આદિ આસન મસૂરક આદિ તે બન્નેની વાહના=નિષ્કારણ પરિભોગ તેમાં પ્રસંગગાઢ આસક્તિ, તેને પર−તેને મુખ્ય કરનારો=શયન-આસન-વાહનના પ્રસંગમાં તત્પર સાધુ શાતા=સુખ, તેના વડે ગૌરવવાળો=કહેવાયેલા સ્વરૂપવાળો, તેનાથી ગુરુ તે જ ગુરુક શાતાગારવથી ગુરુક છતો આત્માને દુ:ખ આપતો નથી, તેનો દ્વેષી છે=દુઃખનો દ્વેષી છે, એ પ્રકારનો ભાવ છે. II૩૨૬।। ભાવાર્થ:
.....
૧૨૭
જે જીવને જે પ્રકારનું ગૌરવ આપાદક કર્મ પ્રચુર હોય છે, તે જીવને તે ભાવ પ્રત્યે અત્યંત અભિમુખ ભાવ થાય છે. આથી સંયમ ગ્રહણ કર્યા પછી પણ જેઓ શાતાના અર્થી છે, તેઓ શ૨ી૨ની શુશ્રુષા કરતા હોય છે અર્થાત્ શરીરને મલાદિથી દૂર રાખવા યત્ન કરે છે, શ૨ી૨ને અનુકૂળ આહારાદિ ગ્રહણ કરે છે. વળી સ્પર્શેન્દ્રિયમાં આસક્ત હોય છે, તેથી નિષ્કારણ શયન-આસનનો પરિભોગ કરીને તેમાં ગાઢ આસક્તિને ધારણ કરે છે. શાતાના સુખમાં યત્ન કરનારા તેઓ શરીરનાં કષ્ટો લેશ પણ વેઠવા તત્પર થતા નથી, તેઓ સંયમ ગ્રહણ કરીને પણ મનુષ્યજન્મ નિષ્ફળ કરે છે. II૩૨૬ા
અવતરણિકા :
गतं गौरवद्वारमधुनेन्द्रियद्वारं व्याचिख्यासुस्तद्वशवर्त्तिनां दोषानाचष्टे
અવતરણિકાર્થ :
ગૌરવદ્વાર પૂરું થયું. હવે ઇન્દ્રિયદ્વારને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી તેને વશવર્તી જીવોના= ઈન્દ્રિયને વશવર્તી જીવોના દોષોને કહે છે
ગાથા:
-
तवकुलछायाभंसो, पंडिच्चप्कंसणा अणिट्ठपहो ।
वसणाणि रणमुहाणि य इंदियवस अणुहवंति ।। ३२७ ।।
ગાથાર્થઃ–
ઈન્દ્રિયને વશ થયેલા જીવો તપ-કુલના છાયાભ્રંશને, પાંડિત્યના માલિન્યને, અનિષ્ટ પથને, વ્યસનોને, રણના મુખોને અનુભવે છે. II૩૨૭ના